________________
અને પાણીના એ સાધનોથી પાણીને જેટલે છુટથી અને બહે ઉપગ થાય છે, તેને બદલે એકજ તળાવમાંથી અને એક જ ઠેકાણેથી પાણી સીએ ભરી લાવવાનું હોય, તો શહેરના કેટલાક જ માણસે ભાગ્યેજ તેટલી છુટથી પાણીને ઉપયોગ કરી શકે.
સારાંશ કે—ધર્મના ભેદે અને પેટા ભેદે–જુદી જુદી પ્રકૃતિના, જુદી જુદી સંસ્કૃતિના, જુદી જુદી ભૂમિના, જુદી જુદી વિકાસ ભૂમિ પર કુદરતી રીતે આવીને ઠરેલા માનવોને મહાધર્મ–મડાસરોવરનું મીઠું પાણી પહોંચાડવાની જુદી જુદી નદીઓ, જુદી જુદી નીક, જુદા જુદા નળના મથ્થકો છે, કે જે ધર્મ પ્રાપ્તિ માટે ઘણી જ સગવડ ઉત્પન્ન કરે છે. તે ન હોય, તે ધર્મ–આરાધન જ સર્વ સામાન્ય માને માટે અશક્ય નહીં તે મુશ્કેલ તે થઈ જ પડે.
દરેકે દરેક મનુષ્ય એકજ રીત અને એક જ વસ્તુ સ્વીકારે, તેમાં જરાયે ભેદ કે પેટમેદ ન હોય, એવું જગતમાં કદી બન્યું નથી, બની શકે પણ નહીં. એકને બદલે બીજી રીત દાખલ થાય છે. પરંતુ એ જાતના જુદા જુદા સાધનો વિના ચાલતું જ નથી. આજકાલની કેટલીક ટીકાઓ કહેવામાં તે-ફેરફાર માટે-પરિવર્તન માટે-સુધારા માટે હોય છે, પરંતુ ખરી રીતે એકને બદલે બીજી રીત દાખલ કરવાની જ પરવી હોય છે –નાના જમણવાર સામે અણગમો બતાવનાર ગાર્ડન પાર્ટી, ટી પાટી, ઈવનીંગ પાર્ટીમાં હજારે બ૯ લાખોને ધુમાડે કરે છે. વરઘોડાઓને બદલે સરઘસ વધારે ખર્ચાળ થાય છે. નાતો વિગેરે મંડળોને બદલે જુદા જુદા નાના મોટા અનેક મંડળ, સાટીઓ, ઈત્યાદિક અનેક ચીજો એકને બદલે બીજી ગોઠવાતી જાય છે. પહેલી રીતના ત્યાગમાં આધ્યાત્મિક ત્યાગબુદ્ધિ નથી, પરંતુ એકને બદલે બીજું સ્વીકારવાને માનસિક ભૂમિકા તૈયાર કરવાને માટે એકના તરફ
૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org