________________
તેટલા ભેદ-પ્રભેદે અને મત-મતાન્તરે હોવા છતાં પણ લડાઈને પ્રસંગ જ ન રહે. પરંતુ અનુભવ એમ કહે છે કે-લડાઈઓ જગત્માંથી બંધ થાય જ નહીં. કોઈને કોઈ પ્રસંગ વિષે કોઈને કોઈ વિરૂપમાં તે ઉભી થઈ જ જાય છે. તેથી માન રવભાવજ અનિવાર્ય છે, એ નિર્ણય પર આવવું પડે છે. અરે ! હજુ તે લડાઈઓ એટલી જ થાય છે, એ ધર્મને પ્રભાવ માને. નહીં તે, પશુમાં કે રાક્ષસમાં ને માનામાં કાંઈ ફેરફારજ ન દેખાત.
સારાંશ કે –લડાઈઓ અને મત-મતાન્તર રૂપ શુદ્રદૂષણે જોઈ ધર્મની મહાસેવા તરફ આંખ મીંચામણાં કરવામાં અમને દ્રહ જણાય છે. તેની સેવા જોઈ, તેના તરફ કૃતજ્ઞતા બતાવવી જ જોઈએ. દૂષણ જઈ આખી સારી વસ્તુ તજી દેવામાં ડહાપણ નથી. તેના લાભથી બિચારા માને વંચિત રહે, એ મોટું નુકશાન છે. માટે ધર્મની બાબતમાં જણાતા ખંડનાત્મક પ્રસંગે કરતાં, મંડનાત્મક પ્રસંગોની આખી પરિરિથતિ બરાબર સમજાવવામાં માનવ પ્રાણીનું વિશેષ કલ્યાણ છે. અરે ! જાણતા અજાણતાં ધર્મના ઉપકર નીચે દબાયેલા માનવની એજ ફરજ છે.
વારતવિક કે અવાસ્તવિક બને જાતની લડાઈઓ કે મત-મતાતરેથી મહાધર્મની એક્તાને અને તેની શાખા-પ્રશાખાઓના રચનાત્મક કાર્યના મુખ્ય વેગને કશો વાંધો આવતો નથી. તેથી ગમે તેટલી શાખા-પ્રશાખારૂપે અથવા તે તદ્દન અલગ અલગ વરૂપના ગમે તેટલા ધર્મના ભેદ જણાતા હોય, છતાં જગતમાં એકજ મહાધર્મ છે, એમ પ્રતિપાદન કરવામાં કોઈપણ જાતના અસત્ય અંશનું પ્રતિપાદન થઈ જતું હોય, એમ કોઈપણ બુદ્ધિશાળી વ્યક્તિ કબૂલ કરે, એમ અમને લાગતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org