________________
મેક્ષસાધક મહાવિકાસ કે જેનું નામ ધર્મ રાખવામાં આવ્યું છે, તે મુખ્ય પણે આધ્યાત્મિક જીવન, અમુક પ્રકારનું વિશિષ્ટ આધ્યાત્મિક જીવન છે, અને તેની સંસ્થાઓ પણ ધમ છે, કારણ કે ધર્મને અમલમાં લાવવાની એ વ્યવહારૂ યોજનાઓ છે. જ્ઞાનશક્તિથી થયેલી માનવની તે એક કલ્યાણકર અદ્દભુત શેધ છે.
દરેક પ્રાણીઓ કરતાં માનવ પ્રાણીમાં વિકાસના ત વધારે જોવામાં આવે છે, છતાં માનવામાં પણ અનેક જાતના, જંગલી જીવન, સંરકારી જીવન, સમાજજીવન, બૌદ્ધિક જીવન, નૈતિક જીવન, શારીરિક જીવન, આધ્યાત્મિક જીવન વિગેરે જુદા જુદા જીવન જીવનારા જુદા જુદા માનવસમૂહે છે, અને તેના પણ અનેક જાતના દરજજા પડી જાય છે. તે સિામાં આધ્યાત્મિક જીવન જીવનારો વર્ગ સૌથી આગળ-ઉચ્ચ દરજજે છે, તે વર્ગમાં પણ જેઓ મોખરે રહેલા હોય, તેઓ તે જગતના સર્વ શ્રેષ્ઠ માને છે. તેથી આપણે જેમ બીજા સરકારી જીવનને ધર્મ કહીએ છીએ, તેના કરતાં આ ધ્યાત્મિક જીવનને ખાસ કરીને ધર્મ કહીશું.
આ ગ્રંથમાં ધર્મ શબ્દનો ઉપયોગ ખાસ કરીને એ અર્થમાં વધારે કરેલ છે.
જેને વિકાસમાર્ગમાં આગળ વધવું હોય, તેમણે જેમ બને તેમ આધ્યાત્મિક જીવન જીવવું જોઈએ. જો કે એ જીવન જીવવાની ઈચ્છા ત્યારે જ જાણે છે, અને સગવડો પણ ત્યારે જ મળે છે કે, વિકાસ પામતે પામતે આત્મા અમુક હદ સુધી આવેલે હો જોઈએ. તેજ એ જીવન જીવવાની સગવડ મળે છે, આધ્યાત્મિક જીવન જીવવાનો પ્રયત્ન–અભેદ દૃષ્ટિથી વિચારતાં વિકાસક્રમનું સ્વાભાવિક અંગ છે. અને ભેદદૃષ્ટિથી વિચારતાં આધ્યાત્મિક જીવન પ્રયત્ન
૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org