________________
વિના સુતારી કામ ન કરવું.” એ શિલ્પશાસ્ર નિયત સિદ્વાંતરૂપ ધર્મ છે, અને શિલ્પાને તેને અનુસરી વ ાના ધર્મ છે. તેજ રીતે સજ્યનીતિ ધનુર્વેદ વિગેરે વિષે પણ સમજવું.
૧૧. ધર્મીઃ એટલે મહાવિકાસના અંત સુધી પહોંચાડનાર મહાવિકાસ, તેના પેટાવિકાસા, તેમાં મદદગાર નાના મોટા સાધના, મુખ્ય પણે સામાન્ય આધ્યાત્મિક જીવન, અને તેમાંયે અમુક ખાસ પ્રકારનું આધ્યાત્મિક જીવન, તથા તેની સાથે સંવાદી ઇ પણ જીવન-આયિક, સામાજિક, નૈતિક, શારીરિક, ધાર્મિક, વિગેરે વિગેરે–તેની સાથે સંબંધ ધરાવતી વસ્તુઓ, ભાવના વિગે૨ે, તથા તેના કારણા અને પરિણામા, એ વિગેરેને પણ ધમ શબ્દ લાગુ કરી શકાય છે. ૧૨. ધર્મઃ એટલે તે તે જીવનની સંસ્થા અને ખાસ કરીને આધ્યાત્મિક જીવનનું ધારણ પોષણ અને સ ંવર્ધન કરનારી સંસ્થાઓ, સંપ્રદાયે વિગેરે પણ ધર્મ કહેવાય છે.
૧૩. ધમ: એટલે હાથ ધરેલું કાઇ પણ કામ કે પ્રતિજ્ઞા પાર પાડવાની પૂરેપૂરી વૃત્તિને પણ ધર્મ કહેવામાં આવે છે. ૧૪. ધર્મ : એટલેતે તે ધર્મ સસ્થાઓએ ઠરાવેલા વિધિ અને નિષેધને અનુસરતા અનુષ્ઠાના અને ધાર્મિક ક્રિયાઓ પ્રમાણે વવું, તેને પણ ધર્મ કહેવામાં આવે છે.
આ અને આ શિવાય બીજા ધણા પ્રસગામાં ધર્મ શબ્દને ઉપયોગ થાય છે. ઉપર જણાવેલા પ્રસગામાં વપરાતા ધર્મ શબ્દના અર્થ માં પરસ્પર ધણું મળતા પણું હોવાના સંભવ છે.એટલે કે કેટલીક વ્યાખ્યાઓના અંદર અંદર સમાવેશ કરીશકાય તેમ છે.તેમજ, આથી પણ વિશેષ પૃથક્કરણ કરીને ધણા પ્રકારો બતાવી શકાય તેમ છે.
૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org