________________
સંચય, મહાવિકાસ ખાતર કરવી પડતી અગણિત જાતિઓ, અનન્ત જન્મ, વિકાસ માર્ગની દીર્ધતા અને તેમાં લાંબી મહામુસાફરી, કઈ પણ વિકાસમાં લાગુ રહેલા સ્વાભાવિક પ્રયત્ન, તથા સાધન સામગ્રીઓ મળવાથી ખ્યાલમાં લઈ શકાય તેવા-સ્વાભાવિક છતાં– કરેલા ગણાતા–પ્રયાને વિગેરે હકીકતે સમજાવવામાં આવી છે.
મહા વિકાસના અંતે પહોંચવાને જીવાતા પ્રત્યેક આત્માના અને આપણા મહાજીવનમાં, તે મહાવિકાસમાં સહાયક પેટાવિકાસ સાધનારા પટાછવનો વિધિન થતાં સહાયક કેવી રીતે થઈ શકે? તે જ ઘટના વિગતવાર સમજાવવાનો પ્રયત્ન આ ગ્રંથના સઘળા ભાગમાં જુદી જુદી રીતે કરવામાં આવશે. આ ગ્રંથને એજ મુખ્ય વિષય છે. તેથી આ પહેલા પ્રદેશને જીવન વિકાસ નામના આ આખા ગ્રંથનું મુખ્ય બીજક કહેવાને વાંધો નથી.
પદાર્થો અને તેના ઉત્પાદ-વ્યયત વિષે જ્ઞાની પુરુએ વિતારથી જે વિચાર દર્શાવ્યા છે એ તો ઉપરથી–ગની કઈ પણ ઘટના, કર્તવ્યાકર્તવ્યના વિધિ નિષેધ એટલે કે–આ દૃય–અદૃશ્ય જગત, તથા ત્રણેય કાળમાં પ્રચારમાં આવતાં સર્વ વ્યવહાર ફલિત કરી સમજાવવામાં આવ્યા છે. તે સૂક્ષ્મ વિચારોના કરોડમાં ભાગ વિચાર આ પ્રકરણમાં થઈ શક્યું નથી, એ ખાસ યાદ રાખવું.
છતાં–આ ગ્રન્થમાં વર્ણવવામાં આવેલી કોઈ પણ હકીકત કલ્પનાના તરંગો માત્ર નથી, હવાઈ કિલ્લાઓ નથી, પરંતુ વિશ્વ ઘટના સાથે સંબંધ ધરાવતી સમૂલ સત્ય હકીકત છે, સ્વાભાવિક છે, તાત્વિક છે, અકૃત્રિમ છે, સહેતુક છે. એ જાતને ખ્યાલ આ ગ્રન્થના અભ્યાસીઓને આપવા કિંચિત દિગદર્શન કરાવવામાં આવ્યું છે, તેટલાથી વાચક મહાશયે સંતોષ માનશે એવી આશા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org