________________
વ્યાપાર, કોઈપણ વખત, કોઈપણ કાયિક કે વાચિક ક્રિયા, અનુઠાન, વિધિ-નિષેધ એ સર્વને ધર્મ કહેવામાં આવે છે.
અર્થાત્ પ્રાણીમાત્રના જીવન પ્રવાહની દરેકે દરેક જરૂરીઆતોમાંના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિકાસક તકે જે પરિણામે દૂર દૂર પણ મહાવિકાસના સળંગ પ્રવાહમાં સંગમ પામતા હોય, તે સર્વ તને ધર્મ કહેવામાં વાંધો નથી.
વિકાસમાર્ગની જુદી જુદી ભૂમિકાઓ અને પગથિઆઓ વિષે વિચારી ગયા છીએ, એટલે કે વિકાસના ઘણા અંશે જેમાં હેય, તેવી એક રિથતિ, તેથી ઓછા તોવાળી બીજી સ્થિતિ, તેથી ઉતરતી ત્રીજી સ્થિતિ, એમ કરતાં કરતાં રહેજ પણ ધ્યાનમાં લઈ શકાય, એવા વિકાસના અલ્પતોને સંચય જેમાં હોય એવી તન ઉતરતી સ્થિતિ એવી જ રીતે ચડતી સ્થિતિઓઃ આ દરેક ભૂમિકાઓને પણ ધર્મ કહી શકાય છે.
વિકાસમાર્ગના નજીકના પ્રદેશ પર જણાતી હેય, અરે! વિકાસરૂપજ ભાસતી હેય,છતાં પરિણામે મહાવિકાસ સાથે જેને કયાંય મેળ ન હોય, એવી કેઈપણ પ્રવૃત્તિ-ગમે તેટલી સુંદર, આકર્ષક અને આદરણીય જણાતી હોય છતાં, તે પ્રવૃત્તિને ધર્મ ન કહેતાં અધર્મજ કહીશું.
દેશના કોઈ એક ખુણામાં વસેલા, કે ગીચ જંગલમાં વસેલા કોઈ નાના ગામડેથી નીકળતે રસ્તે બીજા કોઈ ગામના, શહેરના, અને છેવટે પાટલીપુત્રના રસ્તા સાથે જોડાઈ જતું હોય, ત્યારે તે ગામડાની ભાગોળેથી નીકળતા પગદંડી જેવા રસ્તાને પણ પાટલીપુત્ર જવાને રસ્તે કહેવાને જેમ હરકત નથી, તેમજ પાટલીપુત્રના રસ્તાની બાજુથી જ પસાર થઈને પાટલીપુત્રના રસ્તા સાથે ક્યાંય પણ ન જોડાતા જુદીજ દિશામાં ચાલ્યા જતા બીજા કેઈ રતાને પાટલીપુત્રને રસ્તો નહીં કહી શકીએ, અને કદાચ પાટલિપુત્ર તરફ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org