________________
નહીં ચાલી શકે. અને જ્યારે દરજજા સ્વીકારી ચૂકીએ છીએ, ત્યારે તે પર ચડનારા તથા ઉતરનારા પણ સ્વીકારવા પડે છે.
એટલે કે--વીંછીને ગાયરૂપ કે, ગાયને માણસરૂપ વિકાસ કોટિપર ચડવું જ પડે છે, વિશ્વને નિયમજ તેને એની એ સ્થિતિમાં ટકવા દે તેમ નથી. આ રીતે વિકાસ અને તેના પગથિયાઓની ચડ-ઉતર અનિવાર્ય છે-એમ સચોટ રીતે સિદ્ધ થઈ જાય છે.
ગાયની સ્થિતિનું પ્રાણી ગાયની સ્થિતિમાંથી પતન પામવાનું હોય તો, તેણે કીડી, મંકડો, વીંછી કે પતંગીલું થવું જ પડે. અને એજ રીતે વિકાસ પામે હોય તે તેણે-, હાથી કે માણસ થવું જ પડે. પતન યા તે વિકાસ તરફ જવું જ પડે. In કઈ જાતને વિકાસ કયા ચેસ ધારણે થાય છે? અને કઈ જાતનું પતન ક્યા ચોકકસ ધારણે થાય છે? એ અને એવા બીજા ઘણું સૂક્ષમ તથા મહત્ત્વના પ્રશ્નો આ સ્થળે થાય તેમ છે. પરંતુ તેના જવાબ માટે અહીં ન ભતાં, આગળ પર મુલતવી રાખી આ પ્રકરણના મુખ્ય મુદ્દાઓ તરફ આગળ વધીશું.
૫,
જન્મ અને મરણ. * વિકાસ પામવાની સ્થિતિ વાળી એક ગાય એમને એમ એક ઠેકાણે ઉભી હોય, કે બેઠી હેય, એવામાં એકા એક તે હાથી રૂપે કે ઘોડા રૂપે બની જતી આપણે જોઈ નથી. એવું કેઈએ જોયું હોય એવી વાત પણ આપણે કદી સાંભળી નથી. એવા કેઈ દાખલા પણ જાણવા, જેવા કે સાંભળવામાં આવ્યા નથી.
આપણે કબૂલ કરી ચૂક્યા છીએ કે –ગાય એની એ સ્થિતિમાં હજારો વર્ષ માટે કાયમ રહી શકે નહીં. તેણે પરિવર્તન
.
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org