________________
કયાં સુધી આગળ વધવાનું છે? જીવનમાં જેમ વિકાસના સાધનો છે, તેમજ પતનના પણ પુષ્કળ છે. તેથી “મારે કયા સાધનો, કેવી રીતે, કેટલે, આશ્રય લે? શું શક્ય છે?? વિગેરે બાબતોને લગતા મહાજીવનના પ્રશ્નોના નિકાલ માટે પ્રાણી શાસ્ત્રનું આ જ્ઞાન જગતમાં હેવું પરમ આવશ્યક છે.
મુખ્ય મુદ્દે તે એ છે કે વિકાસ માર્ગે ચડેલાં પ્રત્યેક પ્રાણીને એટલે કે તેના પ્રત્યેક આત્માને, અને આપણું યે આત્માને કેઇને કોઈ વખતે લગભગ દરેકે દરેક પ્રાણીના શરીરરૂપે જન્મ ધારણ કરે પડ્યો હોય છે, અને ભવિષ્યમાં પણ જન્મ ધારણ કરે પડે તેમ છે. પ્રાણિજ સૃષ્ટિની દરેક જાતિઓ પ્રત્યેક આત્માને ચડવા ઉતરવાના વિકાસ કે પતનના ક્રમની કમસર ગોઠવાયેલી કડીઓ છે. તે કડીઓ બરાબર ધ્યાનમાં આવે માટે તેના જ્ઞાનની આવશ્યકતા છે.
[ હાલના વૈજ્ઞાનિકે [ડાવિન વિગેરે ] પણ આ કડીઓ સ્વીકારે છે. પરંતુ તેની સાથે મતભેદ એ છે કે–પ્રથમના દરજજાના પ્રાણીઓ જ વિકાસ ક્રમે ઉપરની કડીમાં દેખાય છે. દાખલા તરીકે-“વાંદર જાતિજ ફેરવાઈ જઈને અમુક વખત અમુક જાતના જંગલી માણસ રૂપે રહે, ને પાછી તેજ જાતિ ફેરવાઈને સંસ્કારી માણસ રૂપે બની રહે.” - જયારે ભારતીય વિજ્ઞાન કહે છે કે એમ નહીં, પરંતુ દરેકે દરેક જાતિઓ રૂપ કડીઓ તો એમજ રહે, તેમાં પ્રથમની કડીની જાતિમાંથી આવીને આત્મા ઉત્પન્ન થાય, પછી આગળની કડીમાં જાય. પરંતુ આખી જાતિ ફેરવાઈ ન જાય. છતાં એટલું કબૂલ છે કે –એવી કડીઓ નજીક નજીકની હોય, તેમાં સમાનતા જણાય છે, અને એ સમાનતા પરથી કઈ કડી કેની નજીકની છે? તે સમજી શકાય છે. તેમજ એ પણ સંભવિત છે કે –કેટલીક જાતિઓમાં દેશ-કાળના સંજોગોથી કેટલાક ફેરફાર પડી જતા હોય છે, બધી જાતિઓમાં એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org