________________
હેવાનાં ચિહને માલૂમ પડેજ છે. એટલે દિવસ તે દિવસ છે, અને રાત્રિતે રાત્રિજ છે, તેમ જડ તે જડ જ છે. અને આત્મા તે આત્મા જ છે. આત્માનું ગમે તેટલું પતન થાય, છતાં તે આત્મા મટીને તદ્દન જડ થઈ જતો નથી.
વિકાસની પરમેચ્ચ કોટિએ પહોંચ્યા પછી છેલ્લામાં છેલ્લી હદ સુધી પહોંચ્યા પછી–આગળ વિકાસને સંભવ નથી. સંપૂર્ણ વિકાસની સિદ્ધિ થઈ ગયા પછી આગળ વિકાસ વિષે વાત કરવામાં વિદતે વ્યાધાત) અજ્ઞાનતા છે. તેમજ ત્યાંથી પતન કે અતિપતન પણ સંભવિત નથી. જો એમ સંભવિત બનતું હોય તે વિકાસ કે પરમવિકાસ જેવી કોઈ વસ્તુજ નથી રહેતી. પરંતુ અનુભવ સિદ્ધ એવો વિકાસ અને આપણી બુદ્ધિને ગ્રાહ્ય એ પરમ વિકાસ જગતમાં સિદ્ધ વસ્તુ છે, એમ કબૂલ કરીને જ આ પ્રકરણમાં આપણે પ્રવેશ કર્યો છે.
વળી એક સામાન્ય નિયમ એ પણ જણાય છે કે વિકાસને અલ્પ પણ અંશ એક વખત પ્રાપ્ત કર્યા પછી, પ્રાયઃ ફરીથી તે જતો નથી. જો કે વચ્ચે વચ્ચે અવાન્તર વિકાસ કે પતન થાય છે ખરા, પરંતુ વિકાસના મુખ્ય અંશે કાયમ રહે છે, અને છેવટે આત્મા . વિકાસના છેલ્લા પગથિયા સુધી પહોંચી જાય છે.
વિકાસના દીર્ધ માર્ગમાં પ્રયાણ કરવા નીકળેલે આત્મા પૂર્વે તે તે વિકાસ કરતાં પહેલા–પતનની અને અતિપતનની દિશામાં હોય જ, એ સ્વાભાવિક છે, અને તેથી જ તે વિકાસની જરૂર પડે છે.
અતિપતન દશામાં વિકાસના અંશે ઘણાજ અલ્પ હોય છે, દરેક જાતનું ચૈતન્ય ઘણું જ અલ્પ વિકસિત હોય છે, અને તે સ્થિતિમાં તેને તદ્દન ટુંકા ટુંકા આયુષ્યવાળા ઘણા એક શ્વાસેચ્છવાસમાં સાડાસત્તરો જન્મ કરવા પડે છે. એ સ્થિતિમાં કુલ જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org