________________
સ્વાભાવિક ક્રમ પ્રમાણે અમુક રિથતિએ પહોંચ્યા પછી ત્યાંથી આગળ જવા માટે પ્રયત્ન તેમાં ભળે જ છે. તેમજ અમુક રિથતિ સુધી આવી પહોંચવામાં પણ પ્રયત્ન ભળેલે જ હેય છે. પ્રયત્નનું ભળવું એ પણ રવાભાવિક જ છે. કોઈપણ કાર્યક્રમને–પ્રયત્ન ભળે, તદ્દન યોગ્ય બીજા સંજોગો મળવા, એ વિગેરેને સમુહ–સ્વાભાવિક કમજ છે. એટલે તેમાં ગર્ભિત રીતે પ્રયત્ન આવી જાય છે.
પ્રયત્ન વિના ક્રમની સ્વાભાવિકતાજ અપૂર્ણ રહે છે. અહીં ઘણું વિચારવા જેવું છે. પરંતુ વિસ્તારભયથી એ વિચાર હાલ મુતવી રાખીએ છીએ.
પાટા ઉપર ચાલતી ગાડી સ્વભાવિક રીતે દેડતી લાગે છે, અને સ્ટેશન પર ઉભી રહ્યા પછી ચાલે, ત્યારે પ્રયત્નપૂર્વક ચાલતી લાગે છે. પરંતુ તે જ્યારે પાટા ઉપર દડે છે, ત્યારે તેને ચલાવવા તેની પાછળ પ્રયત્ન નહતો એમ નથી. સ્ટેશન પરથી ચલાવતી વખતે થોડો વખત રોકેલે પ્રયત્ન માત્ર ફરી શરૂ કરવાનું હોય છે. અથવા વચ્ચેનું ગતિ રોકનાર વિન્ન દૂર કરવાનું હોય છે, એટલે આપણને સ્ટેશન પરથી ચાલતી હોય છે ત્યારે “પ્રયત્નથી ગાડી ચાલી,”અને પાટા ઉપર દોડતી હોય છે, ત્યારે “રવાભાવિક રીતે ચાલે છે,” એમ લાગે છે. વસ્તુતઃ બન્નેય વખતે પ્રયત્ન ભળેલું જ હોય છે. વચ્ચેનુ વિશ્વ [ બ્રેક ] ઉપાડી લેવા છતાં ચલાવવામાં સહાયક યંત્ર ભાંગ્યા તુટયા હોય, કે દોડતાં વચ્ચે ભાંગી તુટી જાય, તો ગાડી ચાલતી નથી. કારણ કે પ્રયત્નના પ્રેરક અટકી પડ્યા છે.
સારાંશ કે–વાભાવિક વિકાસ ક્રમમાં પણ પ્રયત્ન ભળેલ હોય છે, ત્યારે પ્રયત્ન સાળવિકાસક્રમ પણ સ્વાભાવિક જ હોય છે. માત્ર એકમાં પ્રયત્ન આપણું નજરે મુખ્યપણે ભાસે છે, અને બીજામાં સ્વાભાવિક કમ આપણને મુખ્યપણે ભાસે છે. તેથી આપણને એક સ્વાભાવિક, અને એક પ્રવૃત્તિસાધ્ય લાગે છે.
૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org