________________
આગળ વિકાસના માર્ગમાં તેને કેટલી મુસાફરી લંબાચે જવાની હશે? તે પણ કંઈક સમજાશે..
માર્ગમાં ચાલવાના ક્રમે કરીને અમુક હદ સુધી પહોંચેલે માણસ જેમ એક ઠેકાણે ઉભા રહી ત્યાંથી પાછા પગ ન ઉપાડે, તે ચાલવાના ક્રમમાં પ્રયત્નશીલ હેય—ચાલવા ઈછત હોય, છતાં આગળ એક ડગલું પણ તે ચાલી ન શકે. પર્વત પરથી ગબડતે પત્થરને ગોળ સ્વાભાવિક ક્રમે આવતાં નીચે–અમુક સ્થળે આવી પડવાને હય, છતાં જો વચ્ચે કાંઈપણ આડે આવી જાય, તે ત્યાં જ અટકી જાય છે. અને જે આગળ ચાલવુંજ હેય-ગળાને નિચે જવું જ હોય, તે વચ્ચેનું વિધ્ર ચેકસ દૂર કરવું જ જોઈએ. એટલે અનુક્રમે સિદ્ધ થતી વસ્તુમાં પણ પુરુષાર્થની આવશ્યકતા પડે છે, તે નક્કી થાય છે.
તેવી જ રીતે ક્રમિક વિકાસની ભૂમિકાઓ ચડતાં ચડતાં આપણે આટલી હદ સુધી જે કે આવી પહોંચ્યા છીએ, તોપણ “છેલ્લી હદ સુધી પહોંચવામાં કઈ પણ જાતના પ્રયત્ન વિનાજ આપણો વિકાસ હવે પછી આગળ ચાલ્યાજ કરશે.” એમ કેવળ માની લેવાનું નથી. કાંઈને કાંઈ પ્રયત્ન–પુરુષાર્થ ચાલુ હોય તે જ આગળ વધી શકાય છે.
જે કે પ્રયત્ન પણ કોઈ કૃત્રિમ પ્રવૃત્તિ નથી, પણ વિકાસક્રમની ભૂમિકાના કમિક ચઢાણ ચડવાને પુરુષાર્થ જ પ્રયત્નરૂપે ભાસે છે. પ્રયત્ન વિના એક પણ ભૂમિકા ચડી ન શકાય.
જેમ ક્રમિક ચઢાણ ચડતાં ચડતાં અહીં સુધી આપણે આવી પહોંચ્યા છીએ, તેમજ–સ્વાભાવિક રીતે જ આગળના ચઢાણ પણ ચડી જઈશું, તેમાં પ્રયત્નની શી જરૂર છે?
એ પ્રશ્ન બરાબર છે, પરંતુ આપણે ચઢાણ ચડતા આવ્યા છીએ, તેમાં પણ પ્રયત્ન નહોતે કરવો પડશે, એમ ક્યાં છે? તે વખતે પણ પ્રયત્ન તો કરવો જ પડ્યો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org