________________
એકંદર એજ કે-વિકાસના વધારે તો જેમાં હૈય-મહા વિકાસની જેમ વધારે નજીક હોય, તે વિકસિત ગણાય, અને તેથી જેમ વધારે દૂર, તેમ તે પતિત ગણાય.
રાજા કરતાં પ્રધાનને હેદો ઉતરતો છે. પણ સેનાપતિ અને સિપાહી કરતાં ચડીયાત છે, છતાં તે એકંદર ઉંચા દરજજાને અમલદાર ગણાય. ત્યારે સિપાહી એકંદર ઉતરતા દરજજાને અમલદાર ગણાય.
સારાંશ કે--અવાન્તર પતને કે વિકાસે જ્યારે એક બીજાને સાપેક્ષ હોય છે, ત્યારે અન્તિમ મહાવિકાસ કે મહા પતન નિરપેક્ષ હોય
છે. કારણકે તેના કરતાં વધારે વિકાસ કે વધારે પતનને સંભવ જ નથી હોત. કેમકે પદાર્થની શક્તિ તેટલી જ હદ સુધીની હોય છે.
અન્તિમ વિકાસ તે વિકાસ જ છે. અને અન્તિમ પતનતે પતિનજ છે. પરંતુ અવાન્તર પતન કે વિકાસના ચડતા ઉતરતા અનેક દરજજા હોય છે.
કેઈપણ માણસને એ અનુભવ નથી જ કે–વિકાસ કે પતનના જે દરજજા પર–જે પગથિયા પર એક વખત અમુક પ્રાણી હોય, તે જ પ્રાણી સદાકાળને માટે એ જ દરજજાપર રહ્યા કરે. પરંતુ વિકાસને પથે ચડેલે વિકાસના પગથિયાં બદલીને આગળ ચડતે જાય છે, અને પતને માર્ગે ચડેલે પતનના પગથિયા બદલીને નીચે નીચે ઉતરતે જાય છે.
આ બે શિવાય ત્રીજી કોઈ સ્થિતિ જોઈ શકાતી નથી. જો ઉપર પ્રમાણે બેમાંની એકેય સ્થિતિ ન હોય તો વિકાસ અને પતનને સ્વયંસિદ્ધ નિયમજ તુટી જાય. પરિવર્તન જ અટકી પડે, અરે ! વિશ્વની ઘટમાળ જ બંધ પડી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org