________________
જતા હોય, તે સેનાના નવા ઘાટ ન થાય, ને બીજમાંથી નવું તે જ જાતનું ઝાડ ન ઉગે.
પરિવર્તને સ્વતંત્ર નથી, પણ પદાર્થને આધિન છે. પદાર્થની શક્તિ પ્રમાણે જ પરિવર્તને થાય છે, તેમજ પદાર્થના અમુક પરિવર્તનને અન્તિમ પરિણામ પણ સંભવિત છે.
વિકાસ અને પતનના ચડતા ઉતરતા દરજજા.'
પદાર્થને અન્તિમ મહાવિકાસ અને અન્તિમ મહાપતન વિષે વાત કરી ગયા. પરંતુ અહીં ખાસ કરીને પ્રાણવર્ગ વિષે વિચાર કરીશું. પરિવર્તનને યદ્યપિ પદાર્થમાત્ર સાથે સંબંધ છે, પણ તે આ સ્થળે છોડી દેઈશું.
જેમ પદાર્થોમાં તેમજ પ્રાણીઓમાં પણ વિકાસ અને પતનેના પરિણામે એક સરખા નથી જણાતા –કીડી કરતાં મંકડાનું જીવન વધારે વિકસિત જણાય છે, તેના કરતાં વીંછી, પોપટ, ગાય, ઘોડા, હાથી, માણસ વિગેરેમાં કાંઈકને કાંઈક વધારે વધારે વિકાસ જણાય છે. અત્રે ગણાવેલા પૂર્વ પૂર્વના પ્રાણી કરતાં પછી પછીના પ્રાણીમાં વધારે વિકાસ જણાય છે. અને પૂર્વ પૂર્વમાં એ છે એ જણાય છે, એટલે કે વધારે વધારે પતન દેખાય છે.
વિછી કરતાં પોપટનું જીવન વિકસિત છે, ને ગાય કરતાં પતિત છે. ત્યારે પિપટ કરતાં ગાય વિકસિત છે, ને માણસ કરતાં પતિત છે.
એટલે કે વિકાસ અને પતન સાપેક્ષ છે, જેમ અમુકને વિકાસ અમુકની અપેક્ષાએ છે. ત્યારે અમુકનું પતન અમુકની અપેક્ષાએ છે. ત્યારે એકંદર શું ? .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org