________________
પર છે, ત્યારે બીજા કેટલાક તેથી ઉતરતા કે ચડતા પગથિયા પર છે. એમ અનેક પગથિયા ઉપર પોતપાતાના વિકાસની સ્થિતિ પ્રમાણે ગાઠવાયેલા પ્રાણી સમૂહ આપણી નજરે પડે છે. આ કારથી જગતમાં નજર કરતાં ઘણીજ વિવિધતાવાળી પ્રાણિજ સૃષ્ટિ આપણે જોઈ શકીએ છીએ.
વિકાસના પગથિયાં ઘણાં, અને આત્માઓ પણ ઘણા, એટલે કાઇ આત્માઓના સમુહુ અમુક પગથિયા પર, તે કાઈ આત્માઓને સમુહ અમુક પગથિયા પર હોય છે. તેથી વિકાસના લગભગ દરેક પગથિયાં પ્રાણી સમુહેાથી ચિકાર ભરેલાં દેખાય છે. એજ કારણથી આખી પ્રાણિજ સૃષ્ટિ ધણી ચિત્ર-વિચિત્ર અને અદ્ભુત ભાસે છે.
તમને યાદ તા હશેજ કે—જુદા જુદા પગથિયા પર આજે જણાતા પ્રાણી, “તેજ પગથિયા પર કાયમ રહેશે” એમ માની લેવાનું નથી. પરંતુ દરેક આત્માને લગભગ દરેક પગથિયાં ચડવા પડે છે દરેક આત્માને લગભગ દરેક પ્રાણીપણે ઉત્પન્ન થઇને વિકાસ માર્ગની તે તે ભૂમિકામાંથી પસાર થવું પડે છે. એમ ન થતું ટાય તે-ક્રમે ક્રમે વિકાસના પગથિયાં ચડવાનાં ઢાય છે—એ સામાન્ય નિયમ તુટી જાય છે, અને જો એ ય નિયમ ન હોય, તેા કશી વ્યવસ્થાજ રહેતી નથી.
એ તે જાણીતુંજ છે કે:-પહેલે પગથિએ રહેલા એકદમ છેલ્લે પગથિયે ચડી શકતા નથી. કદાચ તેમ કરવા જાય તેા તેનું બુરું પરિણામ અનુભવવું પડે છે. વ્યવહારમાં યે તેમ બનતું નથી. કદાચ કાંઈ ચાલાક અને મજબૂત વાંદરા એકજ કૂદકે મૂળ પરથી ઢેઢ ઝાડની ટાચે ચડી જતા હોય, પણ તેને લાંબી અટવીઓળંગવાની હાય, તા એક ઝાડ પરથી બીજા પર, અને બીજા પરથી ત્રીજા પર, એમ અનુક્રમેજ કૂદવું પડે છે. કદાચ કાઈ વધારે બળવાન્ હાય તે વચ્ચે
૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org