________________
એ જ રીતે-કુછંદે ચડેલ એકમાણસ ધીમે ધીમે અનેક આનંદ પ્રમોદના સાધનોના વિકાસમાં મહાલે છે. કુછંદ ધીમે ધીમે વધતે જાય છે, પરિણામે તેમાં–કુછંદમાં દિવસે ને દિવસે વિકાસ કરતે માલૂમ પડે છે. આખરે સંજોગ વિશેષથી તે રાજા થાય છે, તેથી તે કચ્છ દેમાં ઓર આગળ વધે છે. તેની સુખ-સગવડેમાં વિકાસ થાય છે, ને તેના જુલ્મોયે વધતા જાય છે. તેમ તેમ અનીતિ, અન્યાય અને અત્યાચારનું વાતાવરણ વધતું જાય છે. પ્રજામાં અસંતોષ અને વેરની લાગણી ભભૂકતી જાય છે. રાજ્ય અને પ્રજા પાયમાલીના પતન તરફ ઝપાટાભેર આગળ વધે છે, ને તે રાજા પણ નિષ્કારણ વરીઓ અને સંખ્યાબંધ વિધિઓ ઉત્પન્ન કરે છે. આખરે કઈ
ગ્ય નરપતિને હાથે ભયંકર હાર ખાઈ, કેદખાનાની યાતના ભેગવે છે, અને પ્રજાને તિરસ્કાર તથા શિષ્યોને અણગમે હારીને ઉત્તરોત્તર દુઃખના ખાડામાં જઈ પડે છે. આ દૃષ્ટાંતમાં નાના નાના વિકાસ અને પતન છેવટે તેને એક જુદી જ જાતના પતન તરફ લઈ જાય છે.
આ ઉપરથી તે એમ સમજાય છે કે આપણું જીવનમાં થતા અનેક વિકાસ કે અનેક પતને કઈ તરફ જાય છે, તે ચોક્કસ કહી શકાય જ નહીં. તે વિકાસ તરફ પણ જતા હોય, અને પતન તરફ પણ જતા હેય. ત્યારે વિકાસ અને પતનની વ્યાખ્યા અસ્પષ્ટ જ રહે છે, વિકાસ એટલે શું? અને પતન એટલે શું? તેની કોઈ ચોક્કસ વ્યાખ્યા
જ નક્કી થતી નથી. ' અરે મહાશય ! આ ઉપરથી તે એ વ્યાખ્યા વધારે ચોક્કસ થઈ ગઈ – ' જે નાના નાના વિકાસ અને પતનનું વહેણ પરિણામે અંતિર્મમહાવિકાસ તરફ વહે, તે વિકાસ કહેવાય, અને
જે નાના નાના વિકાસ અને પતનનું વહેણ પરિણામે અંતિમ મહા પતન તરફ ધસી જતું હોય તે પતન કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org