________________
૧.
પરિવર્તનશીળ જગત.
દિ
વસ પછી રાત અને રાત પછી દિવસ આવે છે. સવાર પછી અપેારને પછી સાંજ થઈ રાત પડે છે, ને પાછું સવાર થાય છે. સાંજે સૂર્યના પ્રકાશ સ કૈલાય છે, ત્યારે સ ંધ્યાના જુદા જુદા રંગો પલટાય છે, ને છેવટે અંધારૂં થઇ વળી પાછા સવારે પ્રકાશ ફેલાય છે.
સવારે જોયેલું જ્યારે બપારે બીજી રીતે હાય છે, ત્યારે આજે જોયેલું આવતી કાલે બીજીજ રીતે હાય છે.
બાળક જન્મે છે, વધે છે, યુવાન થાય છે, ને પ્રાઢ થઈ વૃદ્ધ થાય છે.
ગુલાબની કળી ખીલે છે, વધે છે, ડાળીપર નાચી કુદી ગમ્મત કરી કરમાય છે, સૂકાય છે, ને આખરે ખરી પડી માટીમાં મળી જાય છે.
આ ઉપરથી વિશ્વને અચળ નિયમ એ સમજાય છે કેઃ—— પદાર્થ માત્ર એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં અવશ્ય ફેરવાય છે, એટલે કે તેમાં કાંઇને કાંઈ અવશ્ય પરિવર્તન થાયજ છે.
જગમાં એવી કાઈપણ વસ્તુ નથી કે જેમાં સ્થલ યા સૂક્ષ્મ કાંઈપણ પરિવત ન ન જ થતું હાય, પરંતુ દરેકે દરેક પદાર્થોમાં કાંઈ ને કાંઈ અવશ્ય પરિવર્તન થાય જ છે.
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org