Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ્રકરણ ૨
ગુજરાતના પ્રાચીન ઇતિહાસનાં સાધના
૧. ગુજરાતના ઇતિહાસનાં સાધના
વમાનની ભૂમિકારૂપે રહેલા વૃત્ત વિશેની જિજ્ઞાસામાંથી એનાં અન્વેષણુ, -સશોધન તેમજ નિરૂપણ થાય છે અને એને પરિણામે ઉદ્દિષ્ટ સ્થળવિસ્તારમાં વસેલા માનવીઓને ઇતિહાસ જાણવા મળે છે.
ભારત એક ઉપખંડ જેટલા વિશાળ અને સંકીણું દેશ છે. સાંસ્કૃતિક દૃષ્ટિએ એના જુદા જુદા પ્રદેશેામાં વસતી પ્રજા વચ્ચે અમુક ચોક્કસ પ્રકારની એકતા રહેલી છે, તે। ભાષા લિપિ પહેરવેશ ખારાક વગેરે કેટલીક બાબતેામાં વૈવિધ્ય રહેલું છે. રાજકીય દૃષ્ટિએ પણ આ પ્રદેશમાં અવારનવાર એક કે અનેક અલગ રાજ્ય સ્થપાયાં હતાં. હાલ પણ સંધનાં અન્તગત રાજ્યેા તરીકે એમાં અમુક અંશે વહીવટી સ્વાયત્તતા પ્રવતે છે. આથી ભિન્નતામાં એકતા એ ભારતના
તિહાસનું વિશિષ્ટ લક્ષણ બની રહ્યું છે. એ દૃષ્ટિએ પ્રાદેશિક ઇતિહાસા ભારતીય ઇતિહાસના પરિશીલન માટે ઉપકારક નીવડે છે.
ભારતના પ્રદેશામાં ગુજરાત ઘણા પ્રાચીન કાલથી પ્રાદેશિક એકમ તરીકે નજરે પડે છે. ગુજરાતી લિપિ પ્રમાણમાં અર્વાચીન છે, પરંતુ ગુજરાતી ભાષાનું ધડતર અનેક શતકાથી થયેલું છે. સાલકી, સલ્તનત, મુઘલ અને મરાઠા કાલ દરમ્યાન ગુજરાત રાજકીય કે વહીવટી વિસ્તાર તરીકે પ્રાદેશિક એકમ બની રહેલું, એટલું જ નહિ, આ પ્રદેશ “ગુજરાત'' નામે એળખાતા થયા તે પહેલાં ય અનેક શતઃ। દરમ્યાન એની આવી પ્રાદેશિક લાક્ષણિકતા પ્રવ્રુતી હતી. ભૌગોલિક તત્ત્વા આદિ પરિબળાના પ્રભાવે એની પ્રજામાં જે પ્રાકૃતિક લક્ષણ ઘડાયાં છે તે દૃષ્ટિએ જોઈ એ તે એની આ પ્રાદેશિક સંકીણુતાનાં મૂળ કદાચ ઐતિહાસિક કાલના ઊગમની યે પહેલાં ચીંધી શકાય. બ્રિટિશ કાલમાં
૧૨