________________
ધર્મકથાનગ–અરિષ્ટનેમિ-તીર્થમાં દ્રૌપદી કથાનક : સૂત્ર ૧૪
નીકળી ધર્મરુચિ અનગારની બધી જગ્યાએ ચોપાસ શોધ કરતાં કરતાં જ્યાં ચંડિલભૂમિ હતી ત્યાં આવ્યા, ત્યાં આવીને તેમણે ધર્મરુચિ અનગારનો નિખ્ખાણ નિશ્ચષ્ટ અને નિર્જીવ દેહ જોયો અને જોઈને ‘હા હા ! અહે! અકાય એમ કહી ધર્મરુચિ અનગારના પરિનિર્વાણ નિમિત્તે કાયોત્સર્ગ કર્યો, ધર્મચિનાં આચારઉપકરણો લીધાં, લઈને જ્યાં ધર્મઘોષ સ્થવિર વિરાજી રહ્યા હતા ત્યાં આવ્યા, આવીને ગમનગમન સંબંધી પ્રતિક્રમણ કર્યું, પ્રતિક્રમણ કરી આ પ્રમાણે કહ્યું –
હે આર્ય ! આપની આજ્ઞાથી આપની પાસેથી નીકળી અમે સુભૂમિભાગ ઉદ્યાનની ચોપાસ ધર્મ રુચિ અનગારની બધી રીતે તપાસ કરતાં જયાં સ્પંડિલભૂમિ હતી ત્યાં ગયાયાવત્ તરત જ અહીં આવ્યા છીએ. હે ભંતે! તે ધર્મરુચિ અનગાર આ પ્રમાણે કાળધર્મ પામ્યા છે. આ તેમનાં આચાર-ઉપકરણો છે.' ધર્મચિને અનુત્તર દેવરૂપે ઉપ પાદ અને
નાગશ્રીની ગહેં– ૧૪. ત્યાર પછી ધર્મઘોષ સ્થવિરે પૂર્વગન ઉપયોગ મૂક્યો અને શ્રમણ નિગ્રંથો તથા નિર્ગથિનીઓને બોલાવીને આ પ્રમાણે કહ્યું
“હે આયે ! મારા અંતેવાસી ધર્મરુચિ અણગાર સ્વભાવથી ભદ્ર યાવત્ વિનીત હતા તે માસ માસના નિરંતર તપકર્મથી આત્માને ભાવિત કરતા યાવતુ નાગશ્રી બ્રાહણીના ઘરમાં પ્રવેશ્યા ત્યારે તે નાગશ્રી બ્રાહ્મણીએ યાવત્ જે શરદઋતુમાં ઉત્પન્ન થયેલ તિક્ત તુંબડાનું ખૂબ મસાલા અને તેલ નાખીને શાક બનાવ્યું હતું ને ધર્મરુચિ અનગારના પાત્રમાં બધું નાખી દીધું.
ત્યારે તે ધર્મરુચિ અનગાર પોતાને આટલાનો જ ખપ છે તેમ માની નાગશ્રી બ્રાહ્મણીના ઘરેથી બહાર નીકળ્યા, યાવતુ સમાધિપૂર્વક કાળ પામ્યા.
તે ધર્મરુચિ અનગાર ઘણાં વર્ષ સુધી શ્રમણ પર્યાય પાળીને અને આલોચના- પ્રતિક્રમણ કરીને સમાધિપૂર્વક કાળસમયે કાળ
પામીને ઉપર યાવતુ સર્વાર્થસિદ્ધિ મહાવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા છે. તે વિમાનમાં અજઘન્ય અનુકૂષ્ટ એટલે કે જઘન્ય ઉત્કૃષ્ટ એવા ભેદથી રહિત એક સમાન તેત્રીસ સાગરોપમનું આયુષ્યપ્રમાણ હોય છે. ત્યાં ધર્મરુચિ દેવની આયુસ્થિતિ પણ તેત્રીસ સાગરોપમની થશે. તે ધર્મરુચિ દેવ તે દેવલોકમાંથી આયુક્ષય, સ્થિતિક્ષય અને ભવક્ષય થતાં મૃત થઈને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધિ મેળવશે યાવત્
સંપૂર્ણ દુ:ખોનો અંત કરશે. ૧૫. હે આ ! તે અધન્ય, પુથહીન, નિભંગી,
નિર્ભાગી સત્ત્વવાળી, દુર્ભાગી લિંબોળી જેવી નાગશ્રી બ્રાહ્મણીને ધિક્કાર હો કે જેને આવા પ્રકારના સાધુ, સાધુરૂપ ધર્મરુચિ અનગારને માસ-ખમણના પારણામાં શરદઋતુજન્ય કડવા તુંબડાનું ખૂબ મસાલા અને તેલભરેલું શાક
આપી અકાળે જ તેમના પ્રાણ લીધા. - ત્યાર પછી ધર્મઘોષ સ્થવિર પાસેથી આવે વૃત્તાંત સાંભળીને, જાણીને તે નિગ્રંથ શ્રમણ ચંપા નગરીના શુંગાટક-ત્રિક-ચતુષ્ક-ચત્વર-ચતુમુખો તથા મહામાર્ગો અને સામાન્ય માર્ગો પર જઈ અનેક લોકોને આ પ્રમાણે કહેવા લાગ્યા, બોલવા લાગ્યા, સમજાવવા લાગ્યા
હે દેવાનુપ્રિય ! તે નાગશ્રીને ધિક્કાર છે થાવત્ દુભગ લિંબોળી જેવી જેણે આવા પ્રકારના સાધુ, સાધુરૂપ ધર્મચિ અનગારને શરદત્રાનુજન્ય કડવા તુંબડાના બહુ સંભાર અને તેલ ભરેલા શાક દ્વારા અકાળે જ જીવનથી રહિત કરી દીધા.”
ત્યાર પછી તે શ્રમણ પાસેથી આવી વાત સાંભળીને અને જાણીને અનેક લોકો એકબીજાને એ વાત કહેવા લાગ્યા, બોલવા લાગ્યા, સમજાવવા લાગ્યા અને પ્રતિપાદિત કરવા લાગ્યા કે નાગશ્રી બ્રાહ્મણીને ધિક્કાર છે યાવત્ પ્રાણથી રહિત કર્યા.'
નાગશ્રીનું ગૃહનિર્વાસન૧૬. ત્યાર પછી તે બ્રાહ્મણ ચંપા નગરીમાં અનેક
લોકો પાસે આ વાત સાંભળી અને જાણીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org