________________
ધ કથાનુયાગ—પાર્શ્વનાથ-તીમાં પ્રદેશી કથાનક ઃ સૂત્ર ૨૧
ઊંચા આતપત્રછત્રથી યુક્ત, મણિરત્નાથી બનેલ, વેલ-બુટાથી સુશાભિત, પાવડીઓની જોડી અને પાદપીઠ સહિત અનેક દાસ દેવો દ્વારા વહન
કરાતુ એવુ એક શ્રેષ્ઠ સિંહાસન અનુક્રમે આગળ ચાલવા લાગ્યું.
ત્યારબાદ વજ્રમાંથી બનાવેલા, દેદીપ્યમાન, ચકચકતા, ઘસીને સુંવાળા કરેલા, વર્તુલાકાર દાંડાવાળા, શેષ ધ્વજાઓની અપેક્ષાથી વિશિષ્ટ એટલેકે અન્યાઅન્ય હજારો નાનીમાટી અનેક પ્રકારની સુંદર રંગબેર‘ગી–પ‘ચરંગી ધ્વજાઓથી વીંટળાએલ, સુંદર, વાયુના વેગથી લહેરાતી, છત્રાતિછત્રયુક્ત, વિજયવૈજયંતી પતાકાથી યુક્ત, આકાશને અડકતે, હજાર માજન ઊગ્યા . એક ખૂબ જ મોટા ઇન્દ્રધ્વજ નામના ધ્વજ અનુક્રમે આગળ ચાલવા લાગ્યા,
ત્યાર પછી સુંદર વેષભૂષાવાળા, સજ થયેલા, સ પ્રકારના અલંકારોથી વિભૂષિત અને વિશેષ પ્રભાવશાળી લાગતા પાંચ સેનાધિપતિઓ તેમના મોટા સુભટસમુદાય સાથે અનુક્રમે આગળ ચાલ્યા.
ત્યારબાદ પાતપાતાને માગ્ય વિશિષ્ટ વેશભૂષા સાથે એટલે કે પેાતપાનાના વિશેષતાદર્શક પ્રતીકચિહ્નાથી સુસજ્જ થઇ, પાતપાતાના પરિવાર સાથે, પાતપાતાના નેજા સાથે, કાર્યાપયાગી સાધના લઈને અનેક આભિયાગિક દેવેા અને દેવીએ અનુક્રમથી આગળ ચાલવા લાગ્યા.
ત્યારબાદ તે સૂર્યભવિમાનમાં રહેતા અનેક વૈમાનિક દેવ અને દેવીએ પાતપાતાની સ પ્રકારની ઋદ્ધિ-યાવ-વાજતે ગાજતે સૂર્યાભ દેવની આગળ-પાછળ અને બન્ને બાજુએ સાથે સાથે ચાલવા લાગ્યા.
ત્યાર પછી પાંચ સેનાધિપતિઓ દ્વારા વીટળાયેલ, વારત્નાથી બનેલ ગાળ સુંદર આકારવાળા–માવત્–એક હજાર યેાજન ઊંચા અતિવિશાળ ઈંદ્રધ્વજ આગળ રાખી તે સૂર્યાભદેવ ચાર હજાર સામાનિક દેવાયાવ–સાળ હજાર આત્મરક્ષક દેવા અને બીજા અનેક સૂર્યાભવિમાનમાં રહેતા દેવા અને દેવીઓને સાથે
Jain Education International
For Private
૧૯
લઈ પાતાની સમસ્ત ઋદ્ધિ-યાવત્–વાજિંત્રોના અવાજ સાથે દિવ્ય દેવઋદ્ધિ,દિવ્ય દેવવ્રુતિ, દિવ્ય દેવાનુભાવ-પ્રભાવના અનુભવ, પ્રદર્શન અને અવલાકન કરતા જ્યાં સૌધમ કલ્પથી ઉત્તરમાં નીચે આવવાના નિર્માણમાગ–નીકળવાના માર્ગ હતા ત્યાં આવ્યા અને એક લાખ યાજન પ્રમાણ વેગવાળી ગતિથી નીચે ઊતર્યાં અને તેજ ઉત્કૃષ્ટ ગતિથી ગમન કરી યાવત્ તિ રૂપમાં રહેલા અસંખ્યાત દ્રીપ-સમુદ્રોની વચ્ચેાવચ્ચ થઈને જ્યાં નન્દીશ્વર દ્રીપ હતા, જયાં અગ્નિકોણમાં આવેલ રતિકર પર્યંત હતા ત્યાં આવ્પા, ત્યાં આવીને તે સૂર્યાભદેવે પાતાની દિવ્ય દેવઋદ્ધિ—યાવત્–દિવ્ય દેવપ્રભાવને સંકેલી જ્યાં જમ્બુદ્વીપ નામના દ્રીપ હતા, જ્યાં ભારતવર્ષ હતું, તે ભારતવર્ષમાં જયાં આમલકલ્પા નગરી હતી, આમ્રશાલવન ચૈત્ય હતું, જયાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજયા હતા ત્યાં આવ્યા, ત્યાં આવી તેણે તે દિવ્ય યાનવિમાન સાથે શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર પ્રદક્ષિણા કરી અને ભગવાનથી ઉત્તર પૂર્વના ભાગમાં ઇશાન ખૂણામાં તેણે એ યાન વિમાનને ધરતીથી ચાર આંગળ અધ્ધર રાખી ઊભું' રાખ્યું અને પરિવારસહ પાતાની ચાર પટ્ટરાણીઓને, ગાંધર્વાંને અને ` નાટકીયાઓને સાથે લઇ પૂર્વદિશાના સાપાન દ્વારા તે દિવ્યયાન–વિમાન ઉપરથી નીચે ઊતર્યા.
ત્યારબાદ તે સૂર્યાભદેવના ચાર હજાર સામાનિક દેવા ઉત્તર દિશાના સાપાન દ્વારા તે દિવ્યયાન–વિમાનથી નીચે ઊતર્યા અને ત્યાર પછી શેષ રહેલ અન્ય દેવ અને દેવીએ દક્ષિણ દિશાના સોપાન દ્વારા તે દિવ્ય યાન-વિમાનથી નીચે ઊતર્યાં.
ત્યારબાદ તે સૂર્યાભદેવ ચાર પટ્ટરાણીઓયાવતુ–સાળ હજાર આત્મરક્ષક દેવા તથા અન્ય અનેક સૂર્યંભવિમાનવાસી વૈમાનિક દેવા અને દેવીઓથી વીંટળાએલા, પાતાની સર્વ પ્રકારની દિવ્ય ઋદ્ધિ-યાવત્-દેવ વાદ્યોના મધુર ાષ સાથે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજ્યા હતા
Personal Use Only
www.jainelltbrary.org