________________
૧૦૨
ધર્મકથાનુયોગ–મહાવીર-તીર્થમાં કામદેવ ગાથાપતિ કથાનક : સત્ર ૬૦
“હે ભગવન્! આનંદ દેવ તે દેવલોકથી આયુષ્યના ક્ષય, ભવના ક્ષય અને સ્થિતિના ક્ષય પછી એવી કયાં જશે ? કયાં ઉત્પન્ન થશે? [ ભગવાન ગૌતમે પ્રશ્ન કયે ].
હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધ થશે, બુદ્ધ થશે, કર્મથી મુક્ત થશે અને સર્વ દુ:ખનો અંત કરશે. '[ ભગવાન મહાવીર
સ્વામીએ ઉત્તરમાં કહ્યું.] | મહાવીર તીર્થમાં આનંદ ગૃહપતિ કથાનક 1.
૬. કામદેવ ગાથાપતિ કથાનક ચંપામાં કામદેવ ગાથાપતિ૧૯. તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી.
ન્યાં પૂર્ણભદ્ર વન્ય હતું. જિતશત્રુ રાજા હતો. - તે ચંપા નગરીમાં ધનાઢય યાવત્ કોઈથી ગાંયે ન જાય તે કામદેવ ગૃહપતિ હતો.
ને કામદેવ ગૃહપતિની છ કરોડ સુવર્ણ મુદ્રા નિધાનમાં મૂકેલી હતી, છ કરોડ વ્યાજે ફરતી હતી અને છ કરોડ વ્યાપાર-વિસ્તારમાં રોકેલી હતી. તેની પાસે દશ હજાર ગાયોનો એક એવા છ વજો–ગોકુળ હતાં.
તે કામદેવ ગાથાપતિ અનેક રાજાઓ-યાવતું વ્યાપારીનું પૂછવાનું સ્થાન હતા, સલાહનું સ્થાન હતો તથા કુટુંબના મોભ સમાન યાવનબધા કામોમાં અગ્રણી હતો. તે કામદેવ ગાથા પતિની-ભદ્રા નામે ભાર્યા હતી જે શુભ લક્ષણો યુક્ત, પરિપૂર્ણ પંચેન્દ્રિયવાળી ભાવનૂ-માનુષી કામભોગો ભોગવતી રહેતી હતી. મહાવીર સમવસરણ૧૧૦. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર યાવહૂ-જ્યાં ચંપા નગરી હતી, જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું ત્યાં પધાર્યા, ત્યાં પધારીને યથાયોગ્ય અવગ્રહ ધારણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. ભગવાનની ધર્મ પરિષદ ભરાઈ. કેણિક રાજાની જેમ જ જિતશત્રુ રાજા પણ દર્શન માટે નીકળ્ય-વાવ-પર્યું પાસના કરવા લાગે.
કામદેવનું સમવસરણમાં જવું અને ધમ શ્રવણ૧૧૧. ત્યાર પછી કામદેવ ગૃહપનિ મહાવીર સ્વામી
આવ્યાની આ વાત સાંભળી “શ્રમણ ભગવાન મહાવીર ક્રમાનુક્રમે ફરતા ફરતા ગામેગામ વિહાર કરતા કરતા અહીં આવ્યા છે, અહી જ ચંપાનગરની બહાર પૂર્ણભદ્ર સૈન્યમાં સમોસર્યા છે અને યથાયોગ્ય અભિગ્રહ ધારણ કરતા તપ અને સંયમથી આત્માને ભાવિત કરતા વિહરે છે, તે અરિહંત ભગવંતોનું નામ શ્રવણ પણ મહાફળવાળું છે તો વંદન-નમસ્કાર વગેરેનું કરવું મહા ફળવાળું હોય તેમાં શું કહેવું? માટે હે દેવાનુપ્રિયે ! જાઉં અને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરું. તેમનું સન્માન કર અને તેમના કલ્યાણ રૂપ, મંગલરૂપ, દેવરૂપ અને ચૈત્ય-શાન સ્વરૂપની પયું પાસના કરું.'
એ તેણે વિચાર કર્યો, વિચાર કરી શુદ્ધ અને સભામાં પ્રવેશ કરવા લાયક વસ્ત્ર ધારણ કરી અલ્પ અને મહામૂલ્ય અલંકારો વડે અલંકૃત શરીરવાળો થઈ પોતાના ઘરથી બહાર નીકળ્યા, નીકળીને કરંટ પુષ્પોની માળાથી યુક્ત છત્ર ધારણ કરી મનુષ્યના સમૂહથી વીંટાયેલ, પગે ચાલીને ચંપાનગરીની મધ્યભાગમાં થઈને નીકળે અને જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું અને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યો ત્યાં આવીને ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન-નમસ્કાર કરી યથાયોગ્ય સ્થાનને ધારણ કરી પર્યું પાસના કરવા લાગ્યો.
ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે ને કામદેવ ગૃહપતિ અને તે મોટી સભાને-ભાવનું ધર્મોપદેશ કર્યો.
પરિષદ પાછી ફરી અને રાજા પણ ચાલ્યા
ગયા.
કામદેવને ગૃહસ્થ ધર્મ સ્વીકાર– ૧૧૨, ત્યારબાદ તે કામદેવ ગૃહપતિ ભગવાન શ્રી
મહાવીર પાસેથી ધર્મ શ્રવણ કરી અને હૃદયમાં ધરીને હૃષ્ટ-તુષ્ટ થયો, આનંદિન ચિત્તવાળો, પ્રીતિ ભર્યા મનવાળો, પરમ સૌમ્ય ભાવવાળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org