________________
ધર્મ કથાનુયાગ—મહાવોર-તોમાં ઝિઝક કથાનક : સૂત્ર ૨૦૩
મૃત્યુ પામીને તે જ સુપ્રતિષ્ઠપુર નગરમાં શ્રેષ્ઠીના કુળને વિષે પુત્રપણે ઉત્પન્ન થશે.
તે શ્રેષ્ઠીપુત્ર ત્યાં બાલ્યાવસ્થાથી મુક્ત થઈ યાવત્ વિજ્ઞાન એટલે જાણનાર અને પરિણત માત્ર એટલે બુદ્ધચાદિકના પરિણામને પામેલા યુવાવસ્થાને પામશે, અને તથા પ્રકારના સ્થવિર મુનિની પાસે ધર્મ સાંભળી, હૃદયમાં ધારી, મુંડ થઈ અગારથી (ગૃહસ્થવાસથી) નીકળી અનગારપણામાં-મુનિપણામાં જશે-દીક્ષા ગ્રહણ કરશે.
ત્યાં તે અનગાર-સાધુ થશે. તે ઇર્યા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાનભાંડ માત્ર નિક્ષેપ સમિતિ, ઉચ્ચાર-પ્રસ્રવણ, ખેલસિંધાણ-જલ્લ-પરિક્ષાપનિકા સમિતિથી યુક્ત, મનાગુપ્ત, વચનગુપ્ત અને કાયગુપ્ત, ગુપ્તેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી એવા અનગાર થશે.
ત્યાં તે ઘણાં વર્ષા ચારિત્રપર્યાયને પાળીને આલાચના તથા પ્રતિક્રમણ કરીને સમાધિપૂર્વક કાળમાસે કાળ કરીને એટલે મૃત્યુ સમયે મૃત્યુ પામીને સૌધ કલ્પ નામના પહેલા દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થશે.
ત્યારપછી તે સ્વર્ગથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં જે આચ એટલે સમૃદ્ધિવાળાં છે. અને કાઈથી પરાભવ ન પામે તેવાં કુળા છે તેમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે. ત્યાં તે દૃઢપ્રતિશની જેમ કળાઓ વગેરેના અભ્યાસ કરશે યાવત્ સિદ્ધિ પ્રાપ્ત કરશે, બેાધિ પ્રાપ્ત કરશે, કર્મોથી મુક્ત થશે, પરિનિર્વાણ પ્રાપ્ત કરશે અને બધાં દુ:ખાના અંત કરશે
૧૧. જિતક કથાનક
વાણિજ્યગ્રામમાં સાથ વાપુત્ર જિઝનક ~~ ૨૦૩. તે કાળે તે સમયે વાણિજ્યગ્રામ નામે નગર હતું. તે ઋદ્ધિવાળું, નિર્ભય અને સમૃદ્ધિવાળું હતુ –વ ન.
તે વાણિજ્યગ્રામની ઉત્તર અને પૂર્વની વચ્ચે એટલે ઈશાન ખૂણામાં દૂતીપલાશ નામનું ઉદ્યાન હતું.
Jain Education International
For Private
૩
wwwww
તે દૂનીપલાશ ઉદ્યાનને વિષે સુધમ નામના યક્ષનુ યક્ષાયતન (ચૈત્ય) હતું.
Personal Use Only
તે વાણિજ્યગ્રામ નગરમાં મિત્ર નામે રાજા હતા. રાજાનું વર્ણન.
તે મિત્ર નામના રાજાને શ્રી નામની દેવી રાણી હતી. વન.
૨૦૪. તે વાણિજ્યગ્રામને વિષે કામધ્વજા નામની ગણિકા હતી. તેનું શરીર અને પાંચે ઇ દ્રિયા હીનતારહિત પરિપૂર્ણ હતાં યાવત્ તે ખૂબ રૂપવાળી હતી. બાંતેર કળામાં પંડિત હતી; ગીત, નૃત્ય વગેરે ચાસઠ અથવા વાત્સ્યાયન શાસ્ત્રમાં કહેલા આલિંગન વગે૨ે આઠે વસ્તુઆના આઠ આઠ ભેદ હાવાથી કુલ ચાસ ગુણા ગણિકાના કહેલા છે તેણે કરીને સહિત હતી, કામશાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા આગણત્રીશ વિશેષામાં ક્રીડા કરનારી (નિપુણ) હતી. રતિના એકવીશ ગુણા વડે પ્રધાન–શ્રેષ્ઠ હતી, પુરુષના ઉપચાર કરવામાં કુશળ હતી, બે કાન, બે નાસિકાના છિદ્ર, એક જિહ્વા, એક સ્પર્શેન્દ્રિય (ચામડી) અને એક મન, આ નવ અગા બાલ્યાવસ્થામાં સૂતેલાં તેવાં હતાં તેને યુવાવસ્થાએ જાગૃત કર્યા, એટલે પાતપાતાના વિષય ગ્રહણ કરવામાં નિપુણતાને પામેલાં હતાં. આવા પ્રકારની તે હતી અર્થાત્ યૌવનને પામેલી હતી, અઢાર પ્રકારની દેશી ભાષાએ જાણવામાં પંડિત હતી, શૃંગારરસનું જાણે ઘર હોય એવા તેણીના મનેાહર વેષ હતા, ગીતને વિષે પ્રીતિવાળી હતી, ગંધ અને નાટ્યમાં કુશળ હતી, તેણીના ગમન, વચન, વિહિત (કા) અને વિલાસ સંગત એટલે મનહર હતાં, પ્રસન્નતા સહિત વાતચિત કરવામાં તે નિપુણ હતી, યુક્ત (યાગ્ય) એવા ઉપચાર એટલે વ્યવહારને વિષે તે કુશળ હતી, તે સુંદર એવા સ્તન, જધન, મુખ, હાથ, પગ, નેત્ર, લાવણ્ય અને વિલાસે કરીને સહિત હતી, તેની જયપતાકા તેના નિવાસસ્થાન પર ફરકતી હતી, એક હજાર મુદ્રા આપવાથી તેણીની પ્રાપ્તિ થતી
www.jainelibrary.org