________________
૧૦૦
આ ધ્યાન પામી ચિતામાં ડૂબેલી જોઈ, જોઈને શ્યામાદેવીને આ પ્રમાણે કહ્યું કે-‘ હે દેવાનુપ્રિયે ! તું કેમ નિરુત્સાહિત બની મુખને હસ્તતલપર ટેકવી આ ધ્યાનમાં ડૂબી, દૃષ્ટિને જમીન ઉપર ખૂપાવી ચિંતામાં ડૂબી ગઈ છે? ’
ત્યારે તે શ્યામાદેવીએ સિંહસેન રાજાની આ વાત સાંભળી ક્રોધથી ઉષ્ણ થયેલા વચન વડે આ પ્રમાણે બાલી—‘ હે સ્વામિન્ ! વાત એમ છે કે મારી ચારસા નવાણુ સપત્નીની ચારસા નવાણુ માતાએ આ વૃત્તાન્તને જાણીને એક બીજીને બાલાવીને આ પ્રમાણે કહ્યુ કે, સિંહસેન રાજા શ્યામા રાણીમાં જ મુગ્ધ, તેની જ આકાંક્ષાવાળા, તેના જ સ્નેહરૂપી તંતુથી બંધાયેલા અને તેનામાં જ તન્મય થયા છે, અને આપણી પુત્રીઓને આદર પણ કરતા નથી, તેમની તરફ ધ્યાન પણ આપતા નથી યાવત્ અવસરાદિકની પ્રતીક્ષા કરતી સમય વિતાવી રહી છે. તેથી હે સ્વામિન્ ! હું જાણતી નથી કે તેઓ કેવા ખરાબ મરણ વડે મને મારશે ! એ વિચારથી હુ` ભયભીત થઈ યાવત્ ચિંતાગ્રસ્ત બની છું.'
સિ'હુસેન દ્વારા શ્યામાની સપત્નીઓની માતાઆના અગ્નિ દ્વારા વધ—
૩૨૩. ત્યાર પછી તે સિંહસેન રાજાએ શ્યામા દેવીને આ પ્રમાણે કહ્યું કે“ હે દેવાનુપ્રિયા ! તું હણાયેલા મન । સંકલ્પવાળી થઈને-યાવત્ વિચાર ન કર. હું તેવી રીતે યત્ન કરીશ કે જેથી તારા શરીરને કાઈથી ‘આબાધા ’ એટલે થાડી પીડા અથવા • પ્રબાધા ' એટલે ઉત્કૃષ્ટ પીડા નહીં થાય.” આ પ્રમાણે કહીને તેણે તેવા પ્રકારની ઇષ્ટ, કાંત, પ્રિય, મનાશ અને મનગમતી વાણી વડે તેને આશ્વાસન આપ્યું, આશ્વાસન આપી ત્યાંથી નીકળ્યા, નીકળીને તેણે કૌટુંબિક પુરુષાને બાલાવ્યા. બાલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયા ! તમે જાઓ અને સુપ્રતિષ્ઠ નગરની બહાર એક માટી, સેકડા સ્તંભ પર આધારિત
Jain Education International
ધ કથાનુયાગ—મહાવીર-તીર્થમાં દેવદત્તા સ્થાનક : સૂત્ર ૩૨૩
મનની પ્રસન્નતા કરે તેવી, જોવાથી ચક્ષુ તૃપ્ત ન થાય તેવી, મનેાહર અતિમનેાહર કૂટાકારશાળા (પર્વતના શિખર જેવા આકારવાળા સભાગૃહ)નુ નિર્માણ કરો અને પછી મારી આ આશા મને પાછી આપેા. અર્થાત્ કૂટાકારશાળાનું નિર્માણ કરી મને જાણ કરો.
ત્યાર પછી તે કૌટુંબિક પુરુષાએ બે હાથ જોડી આવત પૂર્વક મસ્તક પર અંજલિ રચી ‘સ્વામિનૢ ! જેવી આશા.' એમ કહી વિનયપૂર્વક આશાના સ્વીકાર કર્યા, સ્વીકાર કરી સુપ્રતિષ્ઠ નગરની બહાર પશ્ચિમ દિશામાં અનેક સેંકડો સ્તભા પર આધારિત મનને પ્રસન્ન કરે તેવી, જોવાથી ચક્ષુ તૃપ્ત ન થાય તેવી, ઇચ્છિત રૂપવાળી અને દરેક જોનારને મનાહર લાગે તેવી એક વિશાળ કૂટાકારશાળા બનાવી અને પછી જ્યાં સિંહસેન રાજા હતા ત્યાં આવ્યા અને કૂટાકારશાળા તૈયાર થયાની જાણ કરી, આશા પાછી આપી.
ત્યાર બાદ કોઈ એક દિવસે સિંહસેન રાજાએ ચારસો નવાણુ રાણીઓની, (ધાવ) માતાઓને આમંત્રણ આપ્યું.
ત્યાર પછી તે ચારસો નવાણુ રાણીઓની ચારસો નવાણુ માતા સિંહસેન રાજા દ્વારા આમંત્રિત કરાયેલી સર્વ અલંકારો વડે વિભૂષિત થઈ પાતપાતાના વૈભવ પ્રમાણે તૈયાર થઈ જ્યાં સુપ્રતિષ્ઠત નગર હતું અને જ્યાં સિંહસેન રાજા હતા ત્યાં આવી.
ત્યારે તે સિ ંહસેન રાજાએ ચારસો નવાણુ રાણીઓની ચારસો નવાણુ માતાઓને કૂટાકારશાળામાં નિવાસસ્થાન આપ્યું.
ત્યારબાદ સિંહસેન રાજાએ કૌટુંબિક પુરુષાને બાલાવ્યા અને બાલાવીને આ પ્રમાણે કહ્યું“ હે દેવાનુપ્રિયા ! તમે લેાકેા જાઓ અને વિપુલ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમને તૈયાર કરો, અને અનેક પ્રકારનાં પુષ્પા, વસ્ત્ર, ગંધ અને માળારૂપી અલકારને કૂટાકાર
શાળામાં લઈ આવે.”
For Private Personal Use Only
www.jainelibrary.org