________________ L { ] ધમકથાનુંયેાગ-એવા વિશિષ્ટ પુરુષોની જીવન-કથા, ચરિત્ર અને સાધનાનું વર્ણનાત્મક સંકલન છે, જેમનાં જીવનમાં ધર્મ સાકારરૂપે પ્રતિષ્ઠિત થયા હતા. તપ, ત્યાગ, ધ્યાન, તિતિક્ષા, સેવા, સમતા, કરુણા અને નિ:સ્પૃહતા આદિ ઉત્તમ ગુણો જેમનાં ચરિત્રમાં પ્રતિબિંબિત થયા હતા. જન આગમામાં યત્ર-તત્ર વિકીણ રૂપમાં આવાં સેંકડો ચરિત્રો અંકિત થયેલાં છે, જેમનું અધ્યયન-અનુશીલન કરવા માટે વાચકને અનેક આગમાનું અનુશીલન કરવું પડે, જે અત્યંત પ્રયત્નસાધ્ય અને અશકયતુ કાર્ય છે. આગમ-ગત આવાં સમસ્ત ચરિત્રોનું વર્ગીકરણ કરી એકત્ર પુસ્તકાકારે પ્રકાશિત કરવાની આ યોજના-ધર્મકથાનુયોગ નામે વાચકોના હાથમાં પ્રસ્તુત છે. આગમ અનુગનું આ દુરૂહ, અત્યધિક શ્રમસાધ્ય, માનસિક એકાગ્રતા અને બૌદ્ધિક પરિશ્રમનું કાર્ય કરવા માટે સંકલ્પશીલ છે–સાનગી મુનિ શ્રી કનૈયાલાલ જી મ. સા. ‘કમલ'. મુનિ શ્રી જૈન આગમ, ટીકા, ચૂણિ, ભાષ્ય આદિના ગહન અભ્યાસી, શોધન અને વિવેચનમાં અત્યંત સુદક્ષ છે. સમ્યશાનારાધના જ તેઓશ્રીના જીવનનું એક વિશિષ્ટ લક્ય છે. આગમાની પ્રાચીન અનુયાગ શૈલીને વર્તમાનમાં સર્વસુલભ કરવાના હેતુથી તેઓશ્રી ધર્મ કથાનુયાગ (પ્રકાશિત), ગણિતાનુયાગ (પ્રકાશિત), દ્રવ્યાનુયોગ (કાર્યાધીન) અને ચરણાનુયોગ (કાર્યાધીન)માં ક્રમશ: સમસ્ત આગમ સાહિત્ય નવીન શૈલીમાં પ્રસ્તુત કરવા માટે અહર્નિશ કાર્યશીલ છે. આ મહાન કાર્યમાં સહયોગી છે–સુપ્રસિદ્ધ મનીષી, ભારતીય તત્વવિદ્યાના ગહન અભ્યાસી શ્રી દલસુખભાઈ માલવણિયા, જેમની વિદ્ધતા, તટસ્થ દૃષ્ટિ તથા મૌલિક સૂઝ દેશ-વિદેશમાં સુવિખ્યાત છે. $ D આગમ અનુયાગ ટ્રસ્ટ, અમદાવાદ (રજિ.)-આ મહાન જ્ઞાનરાશિને મુદ્રિત-પ્રકાશિત કરી ( અલ્પ મૂલ્યમાં જિજ્ઞાસુજનાને સુલભ કરી આપવા પ્રયત્નશીલ છે. જો વાચક એક એક સ્વતંત્ર ગ્રંથ ખરીદે તો સંભવત: આ પૂરો સેટ 1200, રૂપિયા કે 1500, રૂપિયાથી પણ વધુ કિંમતના થાય. પરંતુ આગમ અનુયાગ ટ્રસ્ટે તેવા જિજ્ઞાસુઓ માટે પૂર્વ પ્રકાશન સભ્ય યોજના બનાવી છે–રૂ. 500, આપીને જે વ્યક્તિ સભ્ય બનશે તેને ક્રમશ: પ્રકાશિત થનાર બધા આગમ ગ્રંથો વિનામૂલ્ય મળશે. હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી-ત્રણ ભાષાઓમાં અલગ અલગ અનુવાદ સાથે પ્રકાશિત થનાર સેટમાંથી કોઈ પણ એક ભાષાનો સેટ, આપ પોતાની રુચિ અનુસાર નોંધાવી શકો છો. સંપર્ક કરે-આગમ અનુગ ટ્રસ્ટ, 15, સ્થાનકવાસી સાસાયટી, નારણપુરા ક્રોસિંગ, અમદાવાદ-૩૮૦ 013 w lain Education International www.ainelibrar