Book Title: Dharmakathanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj, Dalsukh Malvania
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 534
________________ ધર્મ કથાનુયોગ-મહાવીર-તીર્થ માં પૂરણ બાલ-તપસ્વી કથાનક : સૂત્ર ૩૫૩ ૧૧૩ વંદન, નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે પ્રશ્ન કર્યો-“હે ભગવન્! દેવો મહાન ત્રદ્ધિ વાળા, મોટી શક્તિવાળા-ભાવતુ-મોટા પ્રભાવવાળા છે કે, જેથી તે પૂર્વે-પહેલાં પુદ્ગલને ફેંકીને પછી તેની પાછળ જઈને તેને ગ્રહણ કરવા સમર્થ છે?” ઉત્તર-“હે નમ ! તેમ કરવા સમર્થ છે.' પ્રશ્ન-“હે ભદત ! કયાં કારણથી આપ એમ કહી શકે છ-મહાન ઋદ્ધિવાળા-યાવતુ-મહા પ્રભાવવાળા દેવ પહેલાં ફેકેલ પુદ્ગલને, પાછળ જઈને લઈ શકે છે? તેનું શું કારણ?” ઉત્તર–“હે ગૌતમ ! જ્યારે પુદગલને ફેંકવામાં આવે છે ત્યારે તેનામાં શરૂઆતમાં તેની તીવ્ર ગતિ હોય છે, ત્યાર બાદ તે મંદગતિવાળું થઈ જાય છે. પરંતુ મોટી અદ્ધિવાળા–ચાવતુમહાપ્રભાવવાળા દેવ તો પહેલાં અને પછી પણ શીધ્રવેગી હોય છે, શીધ્ર ગતિવાળા હોય છે, ત્વરિત હોય છે અને ત્વરિત ગતિવાળા હોય છે, માટે-એ કારણથી જ યાવતુ-દેવ, ફેકેલ પુદગલને પણ તેની પાછળ જઈને લઈ શકે છે.” પ્રશ્ન-“હે ભદન્ત ! જો મહાન ઋદ્ધિવાળા દેવ-વાવ-પાછળ જઈને તે પુદ્ગલને પકડવામાં સમર્થ છે તો હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્ર અસુરેન્દ્ર અસુરરાજ ચમરને પકડવા કેમ સમર્થ ન નિવડયો ? ઉત્તર–“હે ગતમઅસુરકુમાર દેવોને નીચે જવાનો વિષય શીધ્ર, શીધ્ર તથા વરિત, ત્વરિત હોય છે અને ઊંચે જવાનો વિષય અલ્પ, અ૫ અને મંદ, મંદ હોય છે. વૈમાનિક દેવોનો ઊંચે જવાનો વિષય શીધ્ર, શીધ્ર તથા ત્વરિત, ત્વરિત, હોય છે અને નીચે જવાનો વિષય અ૯૫અ૫ અને મંદ, મંદ હોય છે. એક સમયમાં દેવેન્દ્ર દેવરાજ શક્ર, એટલે ઉપર જઈ શકે છે તેટલું જ ઉપર જવાને વજને બે સમય લાગે છે અને તેટલું જ ઉપર જવાને ચમરને ત્રણ સમય લાગે છે, અર્થાત્ દેવેન્દ્ર દેવરાજ શક્રનું ઊર્ધ્વ લોકકડક (ઊંચે - ૫૮ જવામાં થતું કાળમાન) સૌથી થોડું છે અને અધોલોકકંડક (નીચે જવાનું સમય પ્રમાણ તેના કરતાં સંખ્યયગણું છે. એક સમયમાં–અસુરેન્દ્ર અસુરરાજ ચમર, જેટલો ભાગ નીચે જઈ શકે છે તેટલું જ નીચે જવાને શક્રને બે સમય લાગે છે અને તેટલું નીચે જવાને વજને ત્રણ સમય લાગે છે અર્થાત્ અસુરેન્દ્ર અસુરરાજ ચમરનું અધાલોકકંડક (નીચે જવાનું સમય પ્રમાણ) સૌથી અપ છે અને ઊર્ધ્વલોકકંડક તેના કરતાં સંખે ગણું છે. એટલા માટે હે ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ શક્ર અસુરેન્દ્ર અસુરરાજ ચમરને પકડવા સમર્થ ન થઈ શક્યો.' પ્રશ્ન–હે ભગવન ! દેવેન્દ્ર, દેવરાજ શક્રને ઊર્ધ્વગતિવિષય, અધોગતિવિષય અને તિર્યગનિ સંબંધમાં કયો વિષય કયા કયા વિષયથી અલ્પ છે, બહુ છે, સરખો છે કે વિશેષાધિક છે?” ઉત્તર:- “હે ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ શક્રનો એક સમયે નીચે જવાનો વિષય સૌથી અલ્પ છે અર્થાતુ એક જ સમયે દેવેન્દ્ર દેવરાજ શક્ર સૌથી થોડે ભાગ નીચે જાય છે, તીરછું તે કરતાં સંખ્યય ભાગ જાય છે અને ઉપર પણ સંખ્યય ભાગ જાય છે.' પ્રશ્ન-હે ભગવન્! અસુરેન્દ્ર અસુરરાજ ચમરનો ઉર્ધ્વગતિ વિષય, અધોગતિ વિષય અને તિર્યગતિ વિષય, એ બધામાં કયો વિષય કયા વિષયથી અ૯પ છે, બહુ છે, સરખો છે કે વિશેષાધિક છે?” ઉત્તર–“હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરરાજ ચમર, એક સમયે સૌથી થોડો ભાગ ઉપર જાય છે. તીરછુ તે કરતાં સંખેય ભાગ જાય છે અને નીચે પણ સંખ્યય ભાગ જાય છે.' પ્રશ્ન- હે ભગવન્! વજની ઊર્ધ્વ, અધો અને તિર્યગતિ સંબંધી વિષયમાં કોણ કેનાથી અ૫ છે? બહુ છે? સરખો છે? અને વિશેષાધિક છે?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 532 533 534 535 536 537 538