________________
૧૧૨
ધર્મકથાનુયોગ–મહાવીર-તીર્થમાં પૂરણ બાલ–તપસ્વી કથાનક : સૂત્ર ૩૫
ચમરનો વિષય પણ નથી કે તે અરિહંત ભગવાન, અરિહંતના રીત્યો કે ભાવિ આત્મા અનગારનો આશ્રય લીધા વિના સ્વયં પોતાની જાતે જ સૌધર્મક૯પ સુધી ઊંચે આવી શકે, એટલા માટે જો તે તેમનો આશ્રય લઈ અહીં આવ્યો હશે તો મારા દ્વારા છોડાયેલા વાથી તે તથારૂપ અરિહંત ભગવનો અથવા અનગારોની આશાતના થવાથી મને ખૂબ દુ:ખ થશે.' એમ વિચારી તે દેવેન્દ્ર, દેવરાજ શક્રે પોતાના અવધિજ્ઞાનના પ્રયોગ કર્યો અને તે દ્વારા તેણે મને (શ્રી મહાવીરને) જોયો. મને જોઈને તુરતજ
અરે ! રે ! હું મરાઈ ગયો’ એમ કહીને તે ઉત્કૃષ્ટ–ચાવતુ-દિવ્ય દેવગનિવડે વજીની પાછળ પાછળ ચાલતો તિરછે અસંખ્ય દીપ અને સમુદ્રોની વચ્ચોવચથી પસાર થતો-વાવનુ-જ્યાં ઉત્તમ અશોક વૃક્ષ હતું, જ્યાં હું હતો, ત્યાં આવ્યો અને આવીને મારાથી માત્ર ચાર આંગળ દૂર રહેલ વજાને પકડી લીધું અને ગતમ! જ્યારે તે શકે વજને પકડયું તે સમયે તેણે એવા વેગથી મુઠ્ઠીવાળી હતી કે તે મુઠ્ઠીના વાયુથી મારા કેશાગ્ર હલવા લાગ્યા.' શકેન્દ્ર દ્વારા ક્ષમાયાચના અને અસુર-નિર્ભય
કરણ૩પ૨. ત્યારબાદ તે દેવેન્દ્ર દેવરાજે વજનું પ્રતિ
સંહરણ કરીને મારી ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર ક્ય, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે નિવેદન કર્યું કે–હે ભગવન! આપનો આશ્રય લઈને અસુરેન્દ્ર અસુરરાજ ચમર મારી શોભાથી મને ભ્રષ્ટ કરવા ઇચ્છતા હતા ત્યારે મેં કુપિત થઈ અસુરેન્દ્ર અસુરરાજ ચમરને મારવા માટે વજ છોડયું ત્યાર પછી મને આવા પ્રકારનો આ આધ્યાત્મિક ચિંતિન, પ્રાતિ મનોગત સંકલ્પ ઉત્પન થયો
અસુરેન્દ્ર અસુરરાજ ચમર આટલે શક્તિશાળી નથી–કે અસુરેન્દ્ર અસુરરાજ ચમરનું આટલું સામર્થ્ય પણ નથી અને અસુરેન્દ્ર
અસુરરાજ ચમરનો આ વિષય પણ નથી કે તે અરિહંત ભગવાન, અરિહંત ઐય અથવા ભાવિતાત્મા અનગારનો આશ્રય લીધા વિના સ્વયં પોતાની મેળે સૌધર્મકલપ સુધી ઉપર આવી શકે, એટલા માટે જો તે તેમનો આશ્રય લઈ અહીં આવ્યો હશે તો મારા દ્વારા જોડાયેલા વાથી તે તથારૂપ અરિહંત ભગવંતોની અથવા અનગારોની આશાતના થવાથી મને ખૂબ દુ:ખ થશે. એમ વિચારી મેં અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો અને તે અવધિજ્ઞાનથી મેં આપ દેવાનુપ્રિયને જોયા અને મારા મુખથી હા ! હું મરી ગયો ! એવા શબ્દો નીકળી પડ્યા. એમ કહી હું ઉત્કૃષ્ટ યાવતુ-તીવ્ર ગતિવડે જ્યાં આપ દેવાનુપ્રિય વિરાજો છે ત્યાં આવ્યું અને આપ દેવાનુપ્રિયથી ચાર આંગળ છેટે રહેલું વજ મેં લઈ લીધું, હું વજનું પ્રતિસંહરણ કરવા, પકડવા માટે અહીં આવ્યો છું, અહીં ઉપસ્થિત થયા છું, અહીં સંપ્રાપ્ત થયો છું અને અહીં જ ઉપસંપન્ન થઈને વિહરું છું. તો હે દેવાનુપ્રિય ! હું મારા અપરાધ બદલ ક્ષમા માગું છું. હે દેવાનુપ્રિય! આપ મને ક્ષમા કરો. હે દેવાનુપ્રિય ! આપ ક્ષમા કરવાને યોગ્ય છો, આવો અપરાધ હું ફરી વખત નહીં કરું.” એમ કહીને મને વંદન-નમસ્કાર કર્યા, વંદન કરીને ઉત્તરપૂર્વના દિભાગમાં ચાલ્યો ગયો, ત્યાં જઈને તેણે પૃથ્વી ઉપર ત્રણ વાર ડાબો પગ પછાડયો
અને અસુરેન્દ્ર અસુરરાજ ચમરને આ પ્રમાણે કહ્યું
“હે અસુરેન્દ્ર અસુરરાજ ચમર ! આજ તું શ્રમણ ભગવાન મહાવીરના પ્રભાવથી બચી ગયો છે. અત્યારે મારાથી તને જરા પણ ભય નથી.” એમ કહી તે જે દિશામાંથી આવ્યો હતો તે જ દિશામાં પાછો ચાલ્યો ગયો. શક્રાદ વિષયક ગીતમના પ્રશ્નોનું ભગવાન દ્વારા
સમાધાન૩પ૩. “હે ભદન!” આ પ્રકારનું સંબોધન કરી
ભગવાન ગૌતમ શ્રમણ ભગવાન મહાવીરને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org