________________
ધમ થાનુયાગ –મહાવીર-તીર્થમાં દેવદત્તા સ્થાનક ઃ સૂત્ર ૩૨૧
ww
નગર હતું. તે નગર ઋદ્ધિવાળુ, નિર્ભય અને સમૃદ્ધિવાળું હતું. તેમાં મહાસેન નામે રાજા હતા.
તે મહાસેન રાજાના અંત:પુરમાં ધારિણી વગેરે એક હજાર રાણીઓ હતી.
તે મહાસેન રાજાના પુત્ર ધારિણી દેવીના આત્મજ સિંહસેન નામના કુમાર હતા, તે કુમાર શુભ લક્ષણાવાળા તથા પરિપૂર્ણ પાંચ ઈન્દ્રિયાથી યુક્ત શરીરવાળા હતા, અને તે યુવરાજ પદથી અલંકૃત હતા.
ત્યારબાદ તે સિંહસેન કુમારના માતા-પિતાએ કોઈ એક સમયે અત્યંત વિશાળ આકાશને સ્પર્શ કરી શકે તેટલી ઉંચાઈવાળા કોષ્ઠ પાંચસા પ્રાસાદ અવતસક બનાવડાવ્યા.
ત્યારબાદ તે સિંહસેન કુમારને માતા-પિતાએ કોઈ એક સમયે શ્યામા વગેરે પાંચસા શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે એક જ દિવસે પાણિગ્રહણ કરાવ્યુ'. પાંચસા વસ્તુઓનું પ્રીતિદાન-દહેજ આપ્યા.
ત્યાર પછી તે સિંહસેન કુમાર તે શ્યામા વગેરે પાંચસા રાણીઓની સાથે પ્રાસાદના ઉપરના ભાગમાં રહીને સમય વ્યતીત કરવા લાગ્યા.
ત્યારબાદ કાઈ એક સમયે મહાસેન રાજા કાળધર્મ એટલે કે મરણ પામ્યા ત્યારે તે સિંહસેન કુમારે તેનું નીહરણ એટલે કે અંતિમ ક્રિયા વ. કાર્ય કર્યું. પછી તે રાજા બની ગયા.
સિ’હુસેન રાજાની શ્યામામાં મૂર્છા (ગ્માસક્તિ) ૩૨૧. ત્યાર પછી તે સિંહસેન રાજા શ્યામા દેવીમાં
મૂઢ, શુદ્ધ, આસક્ત અને અનુરાગી થઈ બીજી રાણીઓનું સન્માન નહીં કરતા હતા, તેમની તરફ ધ્યાન પણ આપતા ન હતા, પરંતુ તેમના અનાદર કરી અને તેમને વિસરી જઈ વિહરી રહ્યો હતા.
ત્યાર પછી તે એક ન્યૂન પાંચસા-ચારસ નવાણુ' રાણીઓની એક ન્યૂન પાંચસા–ચારસા નવાણુ' માતાઓએ આ વૃત્તાંતને સાંભળ્યુ
Jain Education International
ફૂટ
કે સિંહસેન રાજા શ્યામા રાણીને વિષે મૂર્છિત એટલે કે દોષને વિષે પણ ગુણની બુદ્ધિને ધારણ કરનાર મૂઢ થયા છે, ગૃદ્ધ એટલે કે તેની જ આકાંક્ષાવાળા થયા છે, તેના જ સ્નેહરૂપી તંતુથી બધાયેલા થયા છે, અને તેનામાં જ તન્મય થયા છે અને અમારી દીકરીઓના આદર પણ કરતા નથી અને અનુમાદન એટલે કે વાણી વડે પણ તેમની પ્રસન્નતા કરતા નથી પરંતુ તેમના અનાદર કરી અને તેમને વિસરી જઈ વિહરી રહ્યો છે. તેથી અમારે શ્યામાદેવીને અગ્નિના પ્રયાગ વડે, વિષના પ્રયાગ વડે અથવા શસ્ત્રના પ્રયાગ વડે જીવિત-રહિત કરવી જ શ્રેયકારક (યાગ્ય) છે. ’ આ પ્રમાણે વિચાર કર્યા, વિચાર કરી શ્યામાદેવીના અંતરની એટલે અવસરની, અલ્પ પરિવારપણારૂપ છિદ્રની તથા નિર્જનતા રૂપ વિવોની પ્રતીક્ષા કરતી સમય પસાર કરવા લાગી. - શ્યામાતા પહુ-પ્રવેશ
૩૨૨. ત્યારબાદ તે શ્યામાદેવીએ આ વૃત્તાંત જાણ્યું કે મારી એક ન્યૂન પાંચસચારસે નવાણું સપત્નીઓની એક ન્યૂન પાંચસા–ચારસાનવાણુ માતાઓએ આ વાત જાણી પરસ્પર એક બીજાને આ પ્રમાણે કહ્યુ` છે કે— સિંહસેન રાજા શ્યામાદેવીમાં મુગ્ધ યાવત્ અવસરાદિકની પ્રતિક્ષા કરતી સમય વિતાવી રહી છે. માટે હું જાણતી નથી કે મને તેઓ કેવા ખરાબ (ભયંકર) મરણવડે મારશે ?’ એમ વિચારીને તે ભય પામી, ત્રાસ પામી, વ્યાકુળ બની, ખેદ પામી અને ભયભીત થઈ જ્યાં કાપગૃહ હતું ત્યાં આવી. આવીને હણાયેલા મનના સંકલ્પવાળી, મુખને હસ્તતલપર રાખી, ભૂમિ ઉપર દૃષ્ટિ રાખી, આત ધ્યાન પામી ચિંતા કરવા લાગી.
ત્યાર પછી તે સિંહસેન રાજાએ આ વૃત્તાંત જાણ્યુ તેથી જ્યાં કોપગૃહ હતું, તેમાં જ્યાં શ્યામાદેવી હતી, ત્યાં આવ્યા, આવીને શ્યામાદેવીને હણાયેલા મનના સંકલ્પવાળી, મુખને હસ્તતલપર રાખી, ભૂમિ ઉપર દષ્ટિ રાખી,
For Private Personal Use Only
www.jainelibrary.org