________________
ધર્મકથાનુયોગ-મહાવીર-તીર્થમાં પૂરણ બાલ–તપસ્વી કથાનક : સૂત્ર ૩૪૬
૧૦૮
પુર નગર હતું, જ્યાં અશોકવનખંડ નામનું ઉદ્યાન હતું, તેમાં જ્યાં ઉત્તમ અશોક વૃક્ષ હતું, જ્યાં પૃથ્વીશિલાપટ્ટકની ઉપર અઠ્ઠમભક્તત્રણ ત્રણ ઉપવાસની-તપસ્યા સ્વીકારી બંને પગોને ભેગા કરી, હાથને નીચે નમતા લાંબા કરી, માત્ર એક પુદ્ગલ ઉપર દૃષ્ટિ રાખી અનિમેષ નેત્રો, શરીરના આગલા ભાગને સહેજ નમતું રાખી, યથાસ્થિત ગાત્રો વડે (સર્વ ઈદ્રિયોથી) ગુપ્ત થઈને, એક રાત્રિની મોટી પ્રતિમાને સ્વીકાર કરી વિહરતો હતો.
પૂરણનો ચમચંચામાં અસુરેન્દ્રના રૂપમાં ઉપપાદ૩૪૬. તે કાળે, તે સમયે ચમચંચા રાજધાની ઈદ્ર
અને પુરહિત રહિત હતી.
ત્યારબાદ તે પૂરણ બાલનપસ્વી, પૂરેપૂરા બાર વર્ષ સુધીના દિક્ષા પર્યાયને પાળીને, એક માસની રૉલેખના વડે આત્માને સેવીને, સાઠ ટંક સુધી અનશન રાખીને, કાળમાસે કાળ કરી ચમચંચા રાજધાનીમાં ઉપપાત સભામાં - યાવતુ-ઈદ્રપણે ઉત્પન્ન થયો.
ત્યારપછી તે તાજો જ ઉત્પન્ન થયેલો અસુરેદ્ર, અસુરરાજ ચમર પાંચ પ્રકારની પર્યાપ્તિ વડે પર્યાપ્તપણાને પામે છે. તે પાંચ પ્રકારની પર્યાપ્તિ આ પ્રમાણે છે–આહાર પર્યાપ્તિ-વાવ-ભાષા-મન:પર્યાપ્તિ.
ચમરેન્દ્રને શક્રેન્દ્રના ભેગદર્શનથી ક્રોધ૩૪૭. ત્યારપછી તે અસુરેન્દ્ર, અસુરરાજ ચમર,
પાંચ પ્રકારની પર્યાપ્તિથી પર્યાપ્તપણાને પામ્યા પછી અવધિજ્ઞાન વડે સ્વાભાવિક રીતે ઊંચે ચાવતુ-સૌધર્મકલ્પમાં દેવેન્દ્ર, દેવરાજ, મધવા, પાકશાસન, શતક્રતુ, સહસ્ત્રાક્ષ-હજાર આંખવાળા, વજપાણિ-હાથમાં વજીને ધારણ કરનાર, પુરંદર શક્રને-ચાવતુ-દશે દિશાઓને અજવાળતો તથા પ્રકાશિત કરતો અને સૌધર્મકપમાં, સૌધર્માવલંસક નામના વિમાનમાં, શક્ર નામના સિંહાસન ઉપર બેસી યાત્દિવ્ય અને ભોગવવા યોગ્ય ભોગોને ભોગવતો જએ છે. તેને તે પ્રકારે જોઈ તે ચમરના
મનમાં આ પ્રકારનો આધ્યાત્મિક-યાવતુસંકલ્પ ઉત્પન્ન થયો-“અરે એ મરણને ઇછુક કુલક્ષવાળો-લક્ષ્મીથી તરછોડાયેલ, અપૂર્ણ ચૌદશને દહાડે જન્મેલ (કણ છે, જે મારી પાસે આ પ્રકારની દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવદ્યતિ અને દિવ્ય દેવાનુભાવ લબ્ધ પ્રાપ્ત અને અભિમન્વાગત કરવા છતાં મારાથી ગભરાયા વિના લાપરવાહીથી દિવ્ય ભોગ-ઉપભોગને ભોગવતો વિહરે છે?” એમ વિચારી તે ચમરે સામાજિક સભામાં ઉતપન્ન થયેલ દેવોને બોલાવીને આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિયો ! આ કેણ અપ્રાર્થિતપ્રાર્થક (મરણની ઇચ્છાવાળા)-યાવતુ-દિવ્ય ભોગાને ભોગવતો વિચરી રહ્યો છે?”
જ્યારે અસુરેન્દ્ર, અસુરરાજ ચમરે, તે દેવોને પૂર્વ પ્રમાણે કહ્યું ત્યારે તે સામાનિક સભામાં ઉત્પન્ન થયેલ દેવોએ તે ચમરનું કથન સાંભળી હર્ષવાળા, તોષવાળા, આનંદિન ચિત્તવાળા, પ્રસન્ન, અનુરાગી, પરમ સૌમ્યભાવવાળા, હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળા થઈ બન્ને હાથને જોડવાપૂર્વક દશે નખને ભેગા કરીને શિરસાવ સહિત મસ્તક પર અંજલી રચી તે ચમરને જ્ય અને વિજય શબ્દોથી વધાવ્યો અને વધાવીને આ પ્રમાણે ઉત્તર આપ્યોહે દેવાનુપ્રિય ! એ દેવેન્દ્ર, દેવરાજ શક્રયાવતુ-દિવ્ય ભેગોને ભોગવતો વિહરે છે.” .
પછી અસુરેન્દ્ર, અસુરરાજ ચમર, તે સામાનિક સભામાં ઉત્પન્ન થયેલ દેવો પાસેથી
આ વૃત્તાન્તને સાંભળી અને અવધારી ક્રદ્ધ થયો, રોષે ભરાયો, કુપિત થયે, ચંડ-દાંતને કચકચાવત, ભયંકર આકૃતિવાળો થઈ તેણે સામાનિક સભામાં ઉત્પન્ન થયેલ દેવોને આ પ્રમાણે કહ્યું
અરે! દેવેન્દ્ર દેવરાજ શક્ર કેઈ બીજો છે અને અસુરેન્દ્ર અસુરરાજ ચમર કેઈ બીજો છે! અરે તે દેવેન્દ્ર દેવરાજ શક્ર મહાન ઋદ્ધિવાળ છે અને અસુરેન્દ્ર અસુરરાજ અમર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org