________________
ધર્માં કથાનુયાગ—મહાવીર–તીમાં ઝિત સ્થાનક : સૂત્ર ૨૧૪ ભીમની પત્ની ઉપલાને થયેયા માંસભક્ષણના ઢાહદ
રહેતા હતા ? શુ કરીને, શુ` ભાગવીને અને કેવાં પાપકર્મનું આચરણ કરીને, પૂર્વભવમાં ઉપાર્જિત કેવા દુશ્મી, દુપ્રતિક્રાન્ત અશુભ પાપકર્મના ફળસ્વરૂપ આવી વેદનાનુ વેદન કરી રહ્યો છે?'
ઉર્જિઅનકનુ’ ગાત્રાસભવ કથાનક—
૨૧૮. “ હે ગૌતમ ! તે કાળે, તે સમયે જમ્મૂદ્રીપ નામક દ્વીપમાં ભારત વર્ષમાં ભવનાદિ વૈભવ સંપન્ન સ્વપરચક્ર ભયથી મુક્ત અને ધનધાન્યથી સમૃદ્ધ હસ્તિનાપુર નામે નગર હતું. તે હસ્તિનાપુર નગરમાં સુનન્દ નામે રાજા હતા, જે મહાહિમવાન, મલય, મન્દર પતા જેવા તેમજ મનુષ્યામાં ઈન્દ્ર જેવા મહાન તેમજ પ્રધાન હતા.
તે હસ્તિનાપુર નગરના મધ્ય ભાગમાં સેંકડો સ્તંભ પર નિર્મિત, મનને પ્રસન્ન કરનાર, દેખવામાં મનેાહર અને અસાધારણ સુંદર એક વિશાળ ગૌમંડપ બનાવેલા હતા,
તેમાં ઘણી બધી અનાથ અને સનાથ ગાયા, બળદો આદિ પશુ, નગરની ગાયા, નગરના બળદે। (નગરના વાછરડા, વાછરડી, પાડા-પાડી), નગરના સાંઢ, ઘાસ અને પાણી વિપુલ પ્રમાણમાં મળતા હોવાથી કોઈ ભય કે અડચણ વગર સુખપૂર્વક રહેતાં હતાં.
હસ્તિનાપુરમાં ભીમ કૂટગ્રાહુ
૨૧૧. તે હસ્તિનાપુર નગરમાં ભીમ નામે એક કૂટગ્રાહ (કપટથી પ્રાણીઓને ફસાવનારા) રહેતા હતા, જે અધમી યાવત્ મુશ્કેલીથી પ્રસન્ન થનારા હતા.
૨૧૨. તે ભીમ ફૂટગ્રાહની ઉપલા નામે પત્ની હતી. જે પાંચે ઈન્દ્રિયાયુક્ત પરિપૂર્ણ શરીર
વાળી હતી.
તે ઉત્પલા કૂટગ્રાહિણી કોઈ એક વખતે ગર્ભવતી થઈ.
Jain Education International
૨૧૩. ત્યારબાદ તે ઉત્પલા ફૂટગ્રાહિણીને ત્રણ માસ પૂર્ણ થતાં આ પ્રમાણેની ઇચ્છા ઉત્પન્ન થઈ કે–‘તે માતાએ ધન્ય છે, તે માતાએ પુણ્યશાળી છે, તે માતાએ કૃતાર્થ છે, તે માતા પૂર્વપાર્જિત પુણ્ડવાળી છે, તે માતાઓ કૃતલક્ષણ છે. તેમણે મનુષ્યજન્મ અને જીવનનું સુફળ પ્રાપ્ત કર્યું છે, જે નગરના સનાથ, અનાથ ગાય-બળદ આદિ પશુઓના, નગરની ગાયાના, નગરના બળદોના, નગરના વાછરડાવાછરડીના અને નગરના સાંઢના ઉધસ્-વક્ષ ભાગ, સ્તન, વૃષણ (અંડકોષ), પૂછડી, કકુદ, સ્કંધ, કાન, આંખ, નાક, જીભ, હોઠ અને ગલક બલ-ગળાની ગાદીના પકાવેલા, તળેલા સેકેલા, સૂકવેલા અને લવણ નાખીને સરકૃત બનાવેલા–રાંધેલા માંસ સાથે સુરા, મધુ, મેરક, જાતિ, સીધુ અને પ્રસન્ન જાતની મદિરાને સ્વાદ લેતી, વારંવાર પીતી, પીતી-પીવડાવતી, ખાતી ખવડાવતી પેાતાની ઈચ્છા પૂર્ણ કરે છે.
તા હું પણ નગરના ગાય આદિ પશુઓના યાવત્ પ્રસન્ન મદિરાના સ્વાદ લેતી, વારંવાર પીતી, બીજાને પીવડાવતી અને ખવડાવતી મારી ઇચ્છા પૂર્ણ કરુ.” આમ વિચાર કર્યા અને તે ઇચ્છા પૂર્ણ ન થવાને કારણે તે શુષ્ક બની ગઈ, ભૂખથી વ્યાકુળ થઈ ગઈ, માંસરહિત રોગી જેવા શરીરવાળી, નિસ્તેજ, દીન અને ઉદાસ મુખવાળી બની ગઈ, તેનુ મુખ પીળું પડી ગયું, તેના નેત્ર અને મુખ-કમળ મુરઝાઈ ગયા, યથાચિત પુષ્પ, વસ્ત્ર, ગંધ, પુષ્પમાળા, આભૂષણ, હાર આદિના ઉપભાગ ન કરતી, હાથમાં મસળી નાખેલી કમળની માળા જેવી નિરુત્સાહ થઈને લમણે હાથ દઈને ચિંતામાં ડૂબી ગઈ.
૨૧૪. આ બાજુ ભીમ ફૂટગ્રહ જ્યાં ઉત્પલા કૂટગ્રાહિણી હતી ત્યાં આવ્યા, આવીને (ઉત્પલા કૂટગ્રાહિણીને) ઉત્સાહરહિત, લમણે હાથ દઈને,
For Private Personal Use Only
www.jainelibrary.org