________________
ધર્માં કથાનુયાગ—મહાવીર-તીર્થમાં ખરદત્ત કથાનક : સૂત્ર ૩૦૫
તે ઉમ્બરદત્ત દારક ખંજવાળ આદિ સાળ રોગાત’કાથી અભિભૂત, ગ્રસ્ત થઈને યાવત્ ભીખ માંગીને આજીવિકા ચલાવતા સમય વ્યતીત કરી રહ્યો છે.
ઉપસ’હાર—
૩૦૫. હે ગૌતમ ! આ પ્રકારે ઉમ્બરદત્ત બાળક પહેલાં કરેલાં દુશ્રીર્ણ, દુષ્પ્રતિક્રાન્ત, પ્રાચીન અશુભ પાપકર્મના ફળ વિશેષ ભાગવતા પાતાના સમય વ્યતીત કરી રહ્યો છે. ઉમ્બરદત્તના આગામીભવનું નિરૂપણ~~ ૩૦૬. “ હે ભદન્ત ! ઉમ્બરદત્ત દારક કાળમાસમાં મરણ પામી કયાં જશે ? કયાં ઉત્પન્ન થશે ?’
“ હે ગૌતમ ! તે ઉમ્બરદત બાળક બાંતેર વર્ષનું પરમ આયુષ્ય ભાગવીને મરણ સમયે મરણ પામીને આ રત્નપ્રભા પૃથ્વીના નારકામાં નારકરૂપે ઉત્પન્ન થશે. પહેલાંની જેમ જ સંસારમાં ભ્રમણ કરશે.
ત્યારબાદ હસ્તિનાપુર નગરમાં કૂકડા રૂપે ઉત્પન્ન થશે. ત્યાં ગેાષ્ઠિકા દ્વારા વધુ થઈને તે જ હસ્તિનાપુર નગરમાં કોઈ એક શ્રેષ્ઠિ કુળમાં ઉત્પન્ન થશે, ત્યાં સમ્યક્ત્વ પ્રાપ્ત કરશે. પછી સૌધ કલ્પમાં ઉત્પન્ન થશે. સૌધર્મ સ્વર્ગથી ચુત થઈને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધ ગતિને પામશે.
૧૭. શૌરિકદત્ત કથાનક શોરિકપુરમાં શૌરિકદત્ત—
૩૦૭. તે કાળે, તે સમયે શૌરિકપુર નામે નગર હતું. શૌરિકાવત...સક નામે ઉઘાન હતું. ત્યાં શૌરિક નામનો યક્ષ હતા. રાજાનું નામ શૌરિકદત્ત હતુ .
તે શૌરિકપુર નગરની બહાર ઉત્તર પૂર્વ દિગ્બાગમાં એક મત્સ્યબંધ પાટક-માછીમારોનો મહાલ્લા હતા.
ત્યાં સમુદ્રદત્ત નામે માછીમાર રહેતા હતા જે અધાર્મિક યાવત્ દુષ્પ્રત્યાનન્દ કઠોરતાથી પ્રસન્ન થાય તેવા હતા.
Jain Education International
પ
તે સમુદ્રદત્તની સમુદ્રદત્તા નામે પત્ની હતી જે શુભ લક્ષણાથી યુક્ત પરિપૂર્ણ પાંચે ઇન્દ્રિયા અને શરીરવાળી હતી.
તે સમુદ્રદત્ત માછીમારનો પુત્ર, સમુદ્રદત્તા ભાર્યાંનો અંગજાત શૌરિકદત્ત નામે બાળક હતા, જે પરિપૂર્ણ પાંચે ઇન્દ્રિયા તેમ જ શુભ લક્ષણાથી યુક્ત શરીરવાળા હતા.
ભગવાન મહાવીરના સમસરણમાં ગૌતમ દ્વારા શૌરિકદત્તના પૂર્વભવ વિશે પૃચ્છા—
૩૦૮. તે કાળે, તે સમયે સ્વામી ભગવાન મહાવીર પધાર્યા યાવત્ પરિષદા પાછી ફરી.
તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય યાવત્ શૌરિકપુર નગરના ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળામાં ભ્રમણ કરીને યથેષ્ઠ ગૃહ સમુદાય પાસેથી મેળવેલી ભિક્ષા લઈને શૌરિકપુર નગર વચ્ચેથી પસાર થયા, ત્યારે તે માછીમારોના મહોલ્લા પાસેથી પસાર થતા, મનુષ્યાના એક મેટા સમુદાય વચ્ચે એક શુષ્ક, બુભુક્ષિત,નિર્મા સ, હાડ–ચામડાના માળા જેવા, જેની ચામડી જાણે કે હાડકા પર ચોંટાડેલી હોય, જેના હાડકા ઉઠતાં–બેસતાં કડકડાટ કરતા હતા, જેણે નીલા રંગની ધાની પહેરી હતી અને ગળામાં મત્સ્ય કંટક વાગવાને કારણે કષ્ટદાયક, કરુણાજનક તેમજ દીન વચનો બાલના એક પુરુષને જોયા જે વારંવાર ફરી ફરીને પરૂની, લાહીની અને કૃમિની ઉલટી કરી રહ્યો હતેા.
તે પુરુષની આ પ્રમાણેની સ્થિતિ જોઈને તેમને આ પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત; પ્રાતિ, કલ્પિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયા કે–‘અરે! આ પુરુષ પાતાના પૂર્વ કૃત દુશ્મી, દુપ્રતિક્રાન્ત અશુભ પાપ-કર્મના પાપમય ફળવૃત્તિવિશેષને અનુભવ કરા પાનાનું જીવન વ્યતીત કરી રહ્યો છે.' આ પ્રકારનો વિચાર કર્યા, વિચાર કરીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા. આવીને પૂર્વ ભવની પૃચ્છા કરી યાવત્ ભગવાન તેનુ પ્રતિપાદન કરવા લાગ્યા.
For Private Personal Use Only
www.jainelibrary.org