Book Title: Dharmakathanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj, Dalsukh Malvania
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 515
________________ ધમકથાનુગ-મહાવીરતીર્થમાં ઉબરદત્ત કથાનક : સૂત્ર ૩૦૪ વિસ્વાદન, વિતરણ અને ભોગ કરતી પોતાનો દોહદ પૂર્ણ કરે છે.' આમ વિચાર કર્યો, વિચાર કરીને બીજા દિવસે રાત્રિ જ્યારે પ્રભાતમાં ફેરવાઈ ત્યારે યાવત્ સૂર્યનો ઉદય અને જાજવલ્યમાન તેજ સહિત સહસ્ત્રામિ દિનકરના પ્રકાશિત થયા પછી જ્યાં સાગરદન સાર્થવાહ હતો, ત્યાં આવી, આવીને સાગરદત્ત સાર્થવાહને આ પ્રમાણે કહ્યું–‘તે માતાઓ ધન્ય છે યાવત્ દહદ પૂર્ણ કરે છે, તેથી હે દેવાનુપ્રિય ! આપની આશા, અનુમતિ પ્રાપ્ત કરીને યાવતું દોહદ પૂર્ણ કરવા ઇચ્છું છું.' ત્યારે રસાગરદત્ત સાર્થવાહે ગંગદત્તા ભાર્યાની આ વાતનો સ્વીકાર કર્યો અર્થાત્ દોહદપૂર્તિ માટે ગંગદત્તા ભાર્યાને આજ્ઞા આપી. ૩૦૨. તદનન્તર તે ગંગદત્તા ભાર્યાએ સાગરદન સાર્થવાહની આશા પ્રાપ્ત થયા પછી વિપુલ પરિમાણમાં અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય, ભોજન બનાવડાવ્યું, અને ભોજન બનાવડાવીને તે વિપુલ પરિમાણમાં બનાવવામાં આવેલા અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય, ભોજન, સુરા, મધુ, મેરક, જાતિ, સીધુ, પ્રસન્નાદિ મદિરા અને પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા, અલંકાર આદિ લીધાં, લઈને ઘણી બધી મિત્ર, જ્ઞાતિજન, સ્વજન, સબંધી, પરિજનોની મહિલાઓ સાથે સ્નાન, બલિકર્મ, કૌતુક, મંગલ પ્રાયશ્ચિત્ત કરીને જ્યાં ઉબરદત્ત યક્ષનું યક્ષાયતન હતું, ત્યાં આવી ચાવત્ ધૂપ કર્યો, ધૂપ કરીને જ્યાં પુષ્કરિણી હતી ત્યાં આવી. તત્પશ્ચાત્ તે મિત્ર, જ્ઞાતિજન, સ્વજન સંબંધી, પરિજનની મહિલાઓએ ગંગદના સાર્થવાહીને સર્વ અલંકારોથી વિભૂષિત કરી. ત્યારબાદ તે ગંગદત્તા ભાર્યાએ તે મિત્ર, જ્ઞાતિજન, સ્વજન, સંબંધી પરિજન-મહિલાઓ તથા બીજી પણ અનેક મહિલાઓ સાથે તે વિપુલ અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય, ભોજન, સુરા, મધુ, મેરક, જાતિ, સીધુ અને પ્રસન્ના મદિરાનું આસ્વાદન, વિસ્વાદન, વિતરણ અને પરિભોગ કરીને દોહદ પૂર્ણ કર્યો, દોહદપૂર્તિ કરીને તે જે દિશામાંથી આવી હતી તે જ દિશામાં પાછી ફરી. દારકનું ઉબરદત્ત નામકરણ અને યૌવન– ૩૦૩. તદનાર તે ગંગદત્તા ભાર્યાએ નવ માસ પૂર્ણ થયા ત્યારે એક બાળકને જન્મ આપ્યો. માતા-પિતાએ સ્થિતિપતિના નામનો વિશેષ ઉતસવ મનાવ્યો યાવનું કારણ કે તે બાળક ઉમ્બરદત્ત યક્ષની માનતા માનવાથી પ્રાપ્ત થયો હતો, તેથી તે બાળકનું નામ ઉમ્બરદત્ત રહે... અર્થાત્ તેનું નામ ઉમ્બરદત્ત પાડયું. તદનન્તર તે ઉબરદત્ત બાળક પાંચ ધાય માતાઓ દ્વારા રક્ષાયેલો એ વૃદ્ધિ પામવા લાગ્યો. પિત-માત મરણનત્તર ઉમ્બરે ત્તનું ઘરથી નિષ્કાસન– ૩૦૪. તપશ્ચાત સાગરદત્ત સાર્થવાહ એક વખત વેપાર માટે ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્ય આ ચારે પ્રકારની વસ્તુઓ લઈને નૌકામાં લવણસમુદ્રમાં ઉપડયો. ત્યારબાદ તે સાગરદન લવણસમુદ્રમાં પોતાનોવહાણનો નાશ થવાથી, બધી વસ્તુઓ જળમગ્ન થઈ જવાથી પોતાને અશરણ માનીને કાલધર્મમૃત્યુ પામ્યો. - તત્પશ્ચાત્ તે ગંગદત્તા સાર્થવાહી કેઈ એક સમયે સાર્થવાહનું લવણ સમુદ્રમાં જવું, ધનનો વિનાશ, જહાજ ડૂબી જવું અને પતિના મરણ વિશે વિચારની વિચારતી કાળધર્મ પામી – મરી ગઈ. ત્યારબાદ તે નગર રક્ષકએ ગંગદત્તા સાર્થવાહીને મરણ પામેલી જાણી ઉમ્બરદત્ત બાળકને ઘરેથી કાઢી મૂક્યો અને કાઢી મૂકીને તે ઘર બીજાને આપી દીધું. - તદનન્તર કોઈ એક સમયે તે ઉમ્બરદસ્ત દારકના શરીરમાં એકી સાથે સોળ રોગ ઉત્પન્ન થઈ ગયા યથા શ્વાસ, કાસ યાવત્ કુષ્ઠ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538