________________
ધર્મ કથાનુયાગ—મહાવીર—તી માં અલગ્નસેન સ્થાનક : સૂત્ર ૨૩૫
ગળામાં લાલ માળા લટકી રહી હતી, જેના શરીરે ગેરુ ચાપડવામાં આવ્યા હતા, જે ભયગ્રસ્ત હતા અને મરણાન્મુખ હાવા છતાં પ્રાણરક્ષા ઈચ્છતા હતા, જેના શરીરમાંથી માંસ કાપવામાં આવી રહ્યું હતું અને તે એને પાતાને તથા કાગડા-કૂતરાને ખવડાવવામાં આવી રહ્યું હતું, ચાબૂક અને પત્થરો વડે તેને મારવામાં આવી રહ્યો હતા, તે અનેક સ્ત્રી-પુરુષાના સમૂહથી ઘેરાયેલા હતા તથા દરેક ચાતરા પર ફૂટેલા ઢોલ વગાડીને આ પ્રમાણે ધેાષણા કરવામાં આવતી હતી, આવી એક ધેાષણા ગૌતમે સાંભળી કે હે દેવાનુપ્રિયા ! કાઈ રાજા યા રાજપુત્રે અભદ્મસેનને સજા નથી કરી પરંતુ આ તા સ્વયં તેના જ કર્મનું ફળ છે.'
૧૩
તત્પશ્ચાત્ રાજપુરુષા પહેલાં તે પુરુષને ચાકમાં બેસાડતા અને બેસાડીને પિતાના આઠ નાના ભાઈઓ-કાકાઓને પહેલા મારતા, મારીને ચાબુક વડે ફટકારતા, અને ફટકારતા ફટકારતા કરુણા યેાગ્ય તે પુરુષને માંસના નાના નાના ટુકડા ખવડાવતા અને રક્તપાન કરાવતા જોયા.
તદનન્તર બીજી વાર પહેલા આઠે નાની માતાઓ–કાકીઓને ઘાયલ કરતા, ઘાયલ કરીને ચાબુક વડે ફટકારતા, અને કરુણા યેાગ્ય તે પુરુષને માંસના નાના નાના ટુકડા ખવડાવતા અને રક્તપાન કરાવતા જોયા.
આ પ્રમાણે ત્રીજી વારમાં આ મહાપિતા–પિતાના માટા ભાઈએ, ચેાથા વારામાં માટી માતા-પિતાના મેાટાભાઈની પત્નીઓ, પાંચમી વખતે પુત્રોને, છઠ્ઠા વારામાં પુત્રવધૂઓને, સાતમા વારામાં જમાઈએને દીકરીઓના પતિઓને, આઠમા વારામાં પુત્રીઓને, નવમા વારામાં પૌત્રૌ અને દૌહિત્રોને, દસમા વારામાં પૌત્રીઓને, અગિયારમા વારામાં પૌત્રીદોહિત્રીઓના પતિઓને, બારમા વારામાં
Jain Education International
GK
ભાણેજીઓને, તેરમા વારામાં પિતાની બહેનના પતિએ-મૂઆએને, ચૌદમાં વારામાં પિતાની બહેનાને–ફઈઆને, પંદરમા વારામાં માતાની બહેનાના પતિએ માસાને,સાળમા વારામાં માતાની બહેન ને–માસીઓને, સત્તરમા વારામાં મામીઓને અને અઢારમા વારામાં શેષ બચેલા મિત્ર, જ્ઞાતિજના, પાતીકાં સ્વજન સંબધીઓ અને પરિજન–દાસદાસી આદિને ચાબુકના પ્રહારોથી મારી મારીને ત્રાસ આપી આપીને, દયા યેાગ્ય તે પુરુષને માંસના ટૂ'કડા ખવડાવ્યા અને રક્તપાન કરાવ્યું.
૨૩૫. ત્યારે તે પુરુષને જોઈને ભગવાન ગૌતમને આ પ્રમાણેના આ આધ્યાત્મિક ચિતિત, કલ્પિત, પ્રાર્થિત મનેાગત સંકલ્પ ઉત્પન્ન થયા કે−‘ અહા ! આ પુરુષ પાતાના પૂર્વજન્મમાં કરેલા પુરાતન દુશ્રી, દુષ્પ્રતિક્રાન્ત, અશુભ પાપકર્મનું આ ફળ ભાગવી રહ્યો છે. મેં નરક અને નારકી નથી જોયાં, પરંતુ આ પુરુષ સાક્ષાત્ નરક જેવી વેદનાનું વેદન કરી રહ્યો છે.’ આમ વિચાર કરીને પુરિમતાલ નગરના ઉચ્ચ, નીચ, મધ્યમ આર્થિક સ્થિતિ વાળા કુળામાં ફરીને, પર્યાપ્ત સમુદાન-ભિક્ષા લીધી, ભિક્ષા લઈને પુરિમતાલ નગર વચ્ચેથી નીકળ્યા યાવત્ શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ નિવેદન કર્યું –‘ હે ભગવન ! હું તમારી અનુમતિ લઈને પુરિમતાલ નગરમાં ગયા. [આદિ બધું પહેલાની જેમ નિવેદન કર્યું..
અભગ્નસેનની નિણ યભવ કથા૨૩૬. “ હે ભગવાન! તે પુરુષ પૂર્વભવમાં કણ હતા ? તેનું નામ અને ગાત્ર શું હતું ? કયા ગ્રામ યા નગરમાં રહેતા હતા ? તે કેવુ આચરણ કરીને અને પૂર્વજન્મમાં કરેલા કેવા દુશ્મી દુષ્પ્રતિક્રાન્ત અશુભ પાપકર્માનુ’ ફળ ભાગવી રહ્યો છે ? ’
For Private Personal Use Only
www.jainelibrary.org