________________
૨૦૪
ધર્મકથાનુયોગ–મહાવીર-તીર્થમાં હસ્તીરાજ ઉદાયી અને ભૂતાનન્દ કથાનક : સૂત્ર ૩૨૭
તેમાં અનુરક્ત, વૃદ્ધ, મૂચ્છિત બનશે નહીં તથા તેમાં દયાન દેશે નહીં.
જેવી રીતે ઉત્પલ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર સહાપત્ર અને શતહસપત્ર આદિ વિવિધ પ્રકારનાં કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે, પાણીમાં સંવર્ધિત થાય છે પરંતુ પંકજ કે જળજથી ખરડાતાં નથી, તેવી જ રીતે દઢપ્રતિજ્ઞ બાળક પણ કામમય જગતમાં ઉત્પન્ન થવા છતાં, ભાગોની વચ્ચે ઉછરવા છતાં કામરજથી ખરડાશે નહીં, ભૌગરજથી લેવાશે નહીં, અને મિત્ર, જ્ઞાતિ, સ્વજન, સંબંધી, પરિજનોમાં આસક્ત થશે નહીં.
દઢપ્રતિની પ્રવજ્યા અને સિદ્ધિગમન નિરૂપણ ૩૩૬. ત્યાર પછી તે સંથારૂપ સ્થવિરો પાસેથી કેવળ
બોધિ પ્રાપ્ત કરશે, સમ્યકત્વ પ્રાપ્ત કરશે, બાદ ગ્રહવાસનો ત્યાગ કરી અનગારપ્રવજ્યા ધારણ કરશે.
તે અનગાર ભગવંત ઈસમિતિ આદિ પાંચે સમિતિઓથી સમિત યાવત્ ત્રિગુપ્તિ ગુપ્ત બ્રહ્મચારી બનશે.
આ રીતે વિહારચર્યામાં વર્તતા તે ભગવાન દઢપ્રતિષ અનંત, અનુત્તર, નિર્ભાધાત, નિરાવરણ, સંપૂર્ણ, પરિપૂર્ણ, ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત કરશે.
ત્યારે તે ભગવંત અહંતુ, જિન, કેવલિ થશે અને દેવ, મનુષ્ય, અસુરયુક્ત લોકના પર્યાયોને જાણશે, જોશે યથા–તેમની આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉપપાત, તર્ક, પશ્ચાકૃતક્રિયા, પૂર્વકૃનક્રિયા, મનોભાવ, માનસિક વૃત્તિ, ક્ષમિન, ભક્ત, પ્રતિસેવિન, પ્રગટ કર્મ, ગુપ્ત કર્મ આદિને જાણી શકશે. આ રીતે તે અહંતુ સર્વશ દઢપ્રતિજ્ઞ તે કાળે મન, વચન અને કામયોગમાં પ્રવર્તમાન સમસ્ત લોક અને સમસ્ત જીવોના સર્વ ભાવોને જોતા જાણતા વિચરણ કરશે.
ત્યાર બાદ તે દૃઢપ્રતિશ કેવલી અનેક વર્ષો સુધી કેવળ પર્યાયનું પાલન કરી એક માસની સંલેખના દ્વારા આત્માને શોધિત કરી, રાઠ ભોજનોનો અનશન દ્વારા છેદ કરી, જે લક્ષમ માટે પોતે નભાવ, મંડભાવે, અસ્નાન, અદંતધાવન, કેશલોચ, ફલક શૈયા, કાષ્ટ શૈયા, પરધર પ્રવેશ, પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં સમાન ભાવ, બ્રહ્મચર્યવાન, અછત્રક, અપાદુકા ધારણ, ભૂૌંચા, | વૃત્તિ-માનાપમાન રોહન કરવું . બીજાઓ દ્વારા થતી ભત્રને, અવહેલના, નિંદા, તિરસકાર, ગહ, તાડન, તર્જના, પરિભવ, પરિવ્યથા, વિવિધ પ્રકારનાં ઇન્દ્રિયકષ્ટ, બાવીર પરિષહો અને ઉપસર્ગો રવીકાર્યા કે વાહન કર્યા તે લક્ષ્યની આરાધના કરી, અંતિમ ઉછવાસ-નિશ્વાસમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે. મુક્ત થશે, પરિનિવૃત્ત થશે અને સર્વ દુ:ખોને અંત કરશે.
|| અંબડ પરિવ્રાજક સ્થાનક સમાસ || રર. હસ્તીરાજ ઉદાયી અને ભૂતાનન્દ
રાજગૃહમાં હસ્તીરાજ ઉદાયી અને ભૂતાનન્દ૩૩૭. રાજગૃહ નગરમાં શ્રમણ ભગવાન મહાવીર
પધાર્યા–ચાવતુ-ગૌતમ સ્વામીએ ભગવાનને આ પ્રમાણે પૂછયું
પ્રશ્ન-હે ભગવન્ ! ઉદાયી નામે પ્રધાન હસ્તી કઇ ગતિમાંથી મરણ પામી તુરત અહીં ઉદાયી નામે પ્રધાન હસ્તીપણે ઉત્પન્ન થયો છે ?
ઉત્તર–હે ગૌતમ ! તે અસુરકુમાર દેવ થકી મરણ પામી તુરત અહીં ઉદાયી નામે પ્રધાન હરતીપણે ઉત્પન્ન થયો છે.
પ્રશ્ન-હે ભગવન્ ! આ ઉદાયી નામ હસ્તી મરણ સમયે મરી ક્યાં જશે , ક્યાં ઉત્પન્ન થશે?
ઉત્તર–હે ગૌતમ ! એ રત્નપ્રભા પૃથ્વીને વિષે એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસમાં નૈરયિકપણે ઉત્પન્ન થશે..!
પ્રશ્ન-હે ભગવન્! તે (ઉદાયી હસ્તી) ત્યાંથી મરણ પામી તુરત કયાં જશે, કયાં ઉત્પન્ન થશે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org