________________
ધર્મકથાનુયોગ-મહાવીર-તીર્થ માં રોહિણી જ્ઞાત થાનક : સૂત્ર ૧૩૩
ર તે રાજગૃહ નગરમાં ધન્ય નામનો સાર્થવાહ નિવાસ કરતો હતો. તે સમૃદ્ધિશાળી હતો અને કોઈથી પરાભૂત થનાર ન હતો. તે સાર્થવાહની ભદ્રા નામની ભાર્યા હતી, તેની પાંચ ઇન્દ્રિયો અને અવયવો પરિપૂર્ણ હતા-માવત્ તે સુંદર રૂપવાળી હતી.
તે ધન્ય આર્થવાહના પુત્ર અને ભદ્રા ભાર્યાના આમજ ચાર સાર્થવાહ પુત્ર હતા. તે આ પ્રમાણે-ધનપાલ, ધનદેવ, ધનગોપ, અને ધનરક્ષિત.
તે ધન્ય સાર્થવાહના ચાર પુત્રોની ચાર ભાર્યાઓ હતી તે આ પ્રમાણે-ઉક્ઝિકા, ભોગવતી, રક્ષિકા અને રોહિણી.
ધન્ય સાર્થવાહ દ્વારા ચાર પુત્રવધૂઓની પરીક્ષા૧૩૩. ત્યાર પછી ધન્ય સાર્થવાહને કોઈ સમયે
મધ્યરાત્રિના સમયે આ પ્રમાણે અધ્યવસાય ઉત્પન્ન થયો-“આ પ્રમાણે નિશ્ચયથી હું રાજગૃહ નગરમાં રાજા, ઈશ્વર ભાવતુ તલવર આદિના અને મારા કુટુમ્બનાં અનેક કાર્યોમાં, કરણીઓમાં, કુટુંબોમાં, મંત્રણાઓમાં, ગુપ્તવાતોમાં, રહસ્યમય વાતોમાં, નિશ્ચય કરવામાં, વ્યવહારમાં પૂછવા યોગ્ય, વારંવાર પૂછવા યોગ્ય, મોભ સમાન, પ્રમાણભૂત, આધાર, આલમ્બન, ચક્ષુ સમાન પથદર્શક, મોવડી સમાન અને બધાં કાર્યોની પ્રવૃત્તિ કરાવનાર છું. અર્થાત્ રાજા આદિ બધી જ્ઞાતિના લોકો દરેક પ્રકારનાં કાર્યોમાં મારી સલાહ લે છે, હું બધાનો વિશ્વાસપાત્ર છું. પરંતુ ન જાણે મારા કયાંય બીજે જવા પર, કોઇ અનાચારના કારણે મારા સ્થાનથી યુત થવા પર, મૃત્યુ થતાં, ભગ્ન થઈ જવા પર અથતુ વાયુ આદિના કારણે ભૂલા-લંગડા કુબડા થઈને અસમર્થ થઈ જવા પર, રુણ થઈ જવા પર-કઈ રોગ વિશેષથી વિશીર્ણ થઈ જવા પર, પ્રાસાદ આદિ પડી જવા પર તથા બીમારીથી પથારીવશ થવા પર, પરદેશમાં જવા પર તથા ઘરથી નીકળીને વિદેશ જવા માટે પ્રવૃત્ત થવા પર, મારા કુટુંબને
માટે પૃથ્વીની જેમ આધારરૂપ રસ્સીના સમાન અવલબનરૂપ તથા બધામાં એકતા રાખનાર કોણ થશે ?
તેથી મારા માટે તે ઉચિત હશે કે કાલે ભાવત્ સૂર્યોદય થતાં વેંત વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આ ચારે પ્રકારનો આહાર તૈયાર કરાવીને મિત્રો, જ્ઞાતિજનો સ્વજન સંબંધીઓ આદિને તથા ચાર વધૂઓના કુલગૃહનાપિયરના સમુદાયને આમંત્રિત કરીને અને તે મિત્રો, સાતિજનો સ્વજનો આદિ તથા ચારે પુત્રવધૂના કુલગૃહ વર્ગનો અશન, પાન, ખાદિમ અને સ્વાદિમથી તથા ધૂપ, પુષ્પ, વસ્ત્ર તેમ જ ગંધ આદિથી સત્કાર કરીને, સન્માન કરીને તે મિત્રો, જ્ઞાતિજનો આદિની સમક્ષ તથા ચારે પુત્રવધૂઓના કુલગૃહ વર્ગની સમક્ષ પુત્રવધૂઓની પરીક્ષા કરવાને માટે પાંચ પાંચ શાલિ અક્ષત (ચોખાના આખા દાણા) આપું. તેથી જાણી શકાય કે કઈ પુત્રવધૂ કેવા પ્રકારે તેની રક્ષા કરે છે, સાર સંભાળ રાખે છે અથવા વધારે છે.”
ધન્ય સાર્થવાહે આ પ્રમાણે વિચાર કરીને બીજા દિવસે મિત્ર, સાતિજનો આદિને તથા ચારે પુત્રવધુઓના કુલગુહવને આમંત્રિત કરીને વિપુલ અશન, પાન, ખાદા અને સ્વાદ્ય તૈયાર કરાવ્યાં.
ત્યાર પછી ધન્ય સાર્થવાહે સ્નાન કર્યું અને ભોજન મંડપમાં ઉત્તમ સુખાસન ઉપર બેઠો. પછી મિત્ર, જ્ઞાતિજનો આદિની તથા ચારે પુત્રવધૂઓના કુલગૃહવર્ગની સાથે તે વિપૂલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આદિનું ભજન કરીને યાવતુ તે દરેકનો સત્કાર કર્યો, સમાન કર્યું, સત્કાર-સન્માન કરીને મિત્રો, જ્ઞાતિજનો આદિની તથા ચારે પુત્રવધૂ
ઓના કુલગૃહ વગની સામે પાંચ ચોખાના દાણા લીધા, લઈને માટી પુત્રવધૂ ઉક્ઝિકાને બોલાવી, બોલાવીને આ પ્રમાણે કહ્યું “હે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org