________________
ધમકથાનુગ–મહાવીર-તીર્થ માં અશ્વ જ્ઞાત કથાનક : સૂત્ર ૧૭ર
પરંતુ ધ્રાણેનિદ્રયની દુર્દાન્તનાથી અર્થાત્ દ્માણ ઇન્દ્રિયનું દમન ન કરવામાં એટલો દોષ હોય છે કે અષધિની ગંધથી સર્પ પોતાના બિલ-દરમાં ની બહાર આવે છે અને અનેક કષ્ટ ભોગવે છે. (૬)
રસમાં આસક્ત અને જિહવા-ઈન્દ્રિયના વશવની થયેલ પ્રાણી કડવા, તીખા, તૂરા ખાટા તેમજ મધુર રસવાળા ઘણાં ખાદ્ય, પેય લેદ્ય-ચાટવા યોગ્ય પદાર્થોમાં આનંદ માને
પ્રિય શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, અને ગંધમાં લુબ્ધ થાય છે અને આસક્ત થાય છે, તે ઘણા શ્રમણી થાવત્ શ્રાવિકાઓની અવહેલનાના પાત્ર બને છે, યાવત્ ભવ ભ્રમણ કરે છે.”
સમ્યગ દષ્ટાંત ઉપનય-ગાથાઓ૧૭૨. કલ અર્થાત્ શ્રતિસુખદ અને હૃદયહારી,
રિભિત અર્થાત્ સ્વરોલનાના પ્રકારવાળા મધુર વીણા, તલનાલ-હાથનાળી અને વાંસળીના શ્રેષ્ઠ અને મનોહર વાદ્યોના શબ્દોમાં અનુરક્ત થનાર અને શ્રોટોન્દ્રિયને વશવતી બનેલ પ્રાણી આનંદ માને છે. (૧)
પરંતુ શ્રોસેન્દ્રિયની દુર્દાનતનાનો અર્થાતુ શ્રેટોન્દ્રિયની ઉચ્છખલતાનો એટલો દોષ હોય છે—જેમ પારધીના પીંજરામાં રહેલ તેતરના શબ્દને સહન ન કરતો તેતર વધ અને બંધનને પ્રાપ્ત થાય છે. તાત્પર્ય કે પારધીના પીંજરામાં ફસાયેલ તેતરના શબ્દને સાંભળી સ્વાધીન તેતર પોતાના સ્થાનેથી બહાર આવે છે અને પારધિ તેને પણ બાંધી લે છે. શ્રોટોન્દ્રિયને નહિ જીતવાનું આ દુષ્પરિણામ છે. (૨)
ચક્ષુ-ઇન્દ્રિયને વશીભૂત અને રૂપમાં અનુરક્ત થનાર પુરુષ, સ્ત્રીઓના સ્તન, ધન, વદનમુખ, હાથ, પગ અને નેત્રોમાં તથા ગર્વિષ્ટ બનેલી સ્ત્રીઓની વિલાસ યુક્ત ગતિમાં રમણ કરે છે, આનંદ માને છે. (૩)
પરંતુ ચક્ષુ-ઇન્દ્રિયની દુન્નતાનો એટલે દોષ હોય છે કે જેમ બુદ્ધિહીન પતંગિયા બળની આગમાં જઈ પડે છે, તેવી રીતે મનુષ્ય પણ વધ-બંધનના ઘેર દુ:ખને પામે છે. (૪)
સુગંધમાં અનુરક્ત થયેલ અને ધ્રાણેન્દ્રિયના વશવતી બનેલ પ્રાણી શ્રેષ્ઠ ધૂપ, વિવિધ ઋતુઓમાં પ્રાપ્ત પુપમાળા તથા અનુલેખનચંદનાદિના લેપની વિધિમાં રમણ કરે છે, અર્થાત્ સુગંધિત પદાર્થમાં આનંદ અનુભવે છે. (પ)
પરંતુ જિવા ઈન્દ્રિયને વશ થયેલને એટલો દોષ ઉત્પન્ન થાય છે કે કાંટામાં ફસાયેલ અને પાણીથી બહાર ખેંચેલ અને જમીન પર ફેંકાતા મત્સ્ય તરફડીયા મારે છે અને મૃત્યુ પામે છે. (૮)
સ્પર્શના સેવનમાં સુખ સમજનાર અને ર૫શેન્દ્રિયને વશીભૂત પ્રાણી વિભિન્ન ઋતુમાં સેવન કરવાથી સુખ આપનાર તથા વૈભવ સહિત, હિતકારક તથા મનને સુખ દેનાર માળા, સ્ત્રી આદિ પદાર્થોમાં રમણ કરે છે. (૯)
પરંતુ સ્પર્શેન્દ્રિયના વશ થયેલને એટલો દોષ હોય છે કે લોઢાનો તીક્ષણ અંકુશ હાથીના મસ્તકને પીડા પહોંચાડે છે અર્થાત્ સ્પર્શેન્દ્રિયને વશ થયેલ વનહાથી પકડાય છે અને મહાવતનો માર ખાય છે. (૧૦)
કલ, રિભિત તેમ જ મધુર તંત્રી, તલતાલ તથા વાંસળી આદિ શ્રેષ્ઠ અને મનોહર વાદ્યોના શબ્દોમાં જે આસક્ત નથી થતાં તે વશાર્તામરણ મરતાં નથી (ઇન્દ્રિયોથી પરાધીન થઈ વિષયો માટે લાલાયિત બની મરવું તે વશાર્તમરણ કહેવાય છે.) (૧૧)
સ્ત્રીઓના સ્તન, જઘન, મુખ, હાથ, પગ, નયન તથા ગર્વયુક્ત વિલાસવાળી ગતિ આદિ સમસ્ત રૂપોમાં જે આસક્ત નથી થતાં, તેઓ વશારૂંમરણ નથી મરતાં. (૧૨)
ઉત્તમ અગર, શ્રેષ્ઠ ધૂપ, વિવિધ ઋતુમાં વૃદ્ધિને પ્રાપ્ત થનાર પુષ્પોની માળાઓ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org