________________
કમથાનુયાગ—મહાવીર-તીર્થમાં મૃગાપુત્ર કથાનક ઃ સુત્ર ૧૯૦
wwwwwm
રહેલા, સંકલ્પ કરેલા વિચાર ઉત્પન્ન થયા, “અહો ! આદારક પહેલાના (પૂર્વભવના) પુરાણા (જૂનાં), ષ્ટ રીતે આચરણ કરેલાં એટલે પ્રાણાતિપાતાદિક દુશ્ચરિત્રના હેતુરૂપ, પ્રાયશ્ચિત્તાદિક વડે નહીં પ્રતિક્રમણ કરેલાં એટલે નિષ્ફળ નહીં કરેલાં અશુભ એટલે દુ:ખના હેતુરૂપ તથા પાપ એટલે પાપી (દુષ્ટ સ્વભાવવાળાં) એવાં પાતે કરેલાં શાનાવરણાદિક કર્મોના પાપવાળા (દુ:ખદાયક) ફળવૃત્તિ વિશેષને અનુભવતા સમય પસાર કરી રહ્યો છે. જો કે મે નરક કે નારકી જીવાને નજરે જોયાં નથી, તે પણ આ પુરુષ (મૃગાપુત્ર દારક) પ્રત્યક્ષપણે જ નરકના જેવી જ વેદના અનુભવે છે.” આ પ્રમાણે વિચાર કરીને તે ગૌતમસ્વામીએ મૃગાદેવીની રજા માગી. રજા લઈને મૃગાદેવીના ઘરમાંથી નીકળ્યા. તેના ઘરમાંથી નીકળીને મૃગગ્રામ નગરની વચ્ચેવચ્ચે થઈને નીકળ્યા, નીકળીને જ્યાં શ્રામણ ભગવાન મહાવીરસ્વામી હતા, ત્યાં આવ્યા. આવીને કામણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણ વાર આદક્ષિણ (જમણી બાજુથી ફરતાં જમણી બાજુએ આવવારૂપ) પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને તેમને વંદના કરી, નમસ્કાર કર્યા, વાંદી નમસ્કાર કરી આ પ્રમાણે બાલ્યા–
wwwwwww
“ હે ભગવંત ! આ પ્રમાણે હું આપની અનુમતિ આશા મેળવી મૃગગ્રામ નગરના મધ્યભાગમાં પ્રવેશ્યા, અને જ્યાં મૃગાદેવીનું ઘર હતું ત્યાં ગયા. તે સમયે તે મૃગાદેવીએ મને આવતા જોયા. જોઈને તે હર્ષ પામી...[મને મૃગાપુત્ર બતાવ્યા વગેરે તે જ સર્વ જાણવુ.] યાવત્ તે મૃગાપુત્રે યજ્ઞ અને રુધિરના આહાર કર્યા. [ત્યાં સુધીનું સમગ્ર વર્ણન અહીંં કરવું. ત્યારે મને આવા પ્રકારના ચિંતવેલા, કલ્પના કરેલા પ્રાથના કરેલા, મનમાં રહેલા, સંકલ્પ કરેલા વિચાર ઉત્પન્ન થયા કે ‘ અહા! આ બાળક પૂર્વનાં પુરાણાં (જૂનાં) દુષ્ટ રીતે આચ
પ
Jain Education International
૫૭ www
રણ કરેલા પ્રાયશ્ચિત્તાદિક વડે નહી' પ્રતિક્રમણ કરેલા એવા અશુભ પાપવાળાં કર્માને દુ:ખફળવૃત્તિવિશેષને અનુભવતા સમય પસાર કરી રહ્યો છે.'
દાયક
તે હે ભગવંત ! તે પુરુષ પૂર્વ ભવે કાણ હતા ? તેનુ શું નામ હતું? શું ગાત્ર હતું ?
તે કયા ગામમાં અથવા નગરમાં રહેતા હતા ? તે શું દાન આપીને (શુ' કાર્ય કરીને) અથવા શુ' ભાગ ભાગવીને અથવા શું આચરણ કરીને (મરણ પામી આ ભવમાં) કયા પૂર્વના (પુરાણાંજૂનાં) દુષ્ટ રીતે આચરણ કરેલાં, પ્રાયશ્ચિત્તાદિકવડે નહી પડિકકમેલાં, અશુભ અને પાપી એવાં પાતે કરેલાં કર્માનાં દુ:ખદાયક ફળવૃત્તિવિશેષને અનુભવતા જીવન વ્યતીત કરી રહેલા છે?
ભૃગાપુત્રની ઈકાઈ નામક રાષ્ટ્રકૂટ થા—
૧૯૦. ત્યાર પછી ‘ હે ગૌતમ ! એ પ્રમાણે સબાધન
કરીને શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ ગોતમસ્વામીને આ પ્રમાણે કહ્યુ “હે ગૌતમ ! તે કાળે તે સમયે આ જ જંબુદ્રીપમાં ભરતક્ષેત્રમાં શતદ્ગાર નામે નગર હતું. તે સમૃદ્ધિવાળુ અને સ્લિમિત એટલે ભય રહિત અને ધન-ધાન્યાદિથી સમૃદ્ધ હતું-વગેરે વન જાણવું.
તે શતદ્ગાર નામના નગરમાં ધનપતિ નામે રાજા હતા. રાજાનુ વર્ણન કહેવુ.
તે શતદ્ગાર નગરની અતિ દૂર નહીં તેમજ અતિ નજીક નહીં... એવે સ્થાને અર્થાત્ તેની સમીપે ઉત્તર અને પૂર્વની વચ્ચેની દિશામાં એટલે ઈશાન ખૂણામાં વિજયવર્ધમાન નામે ખેડ હતું. તે ઋદ્ધિવાળુ, ભયરહિત અને સમૃદ્ધિવાળુ` હતુ`.
તે વિજય વમાન ખેડના પાંચસેા ગ્રામના વિસ્તાર હતેા અર્થાત્ પાંચા ગ્રામ ખેડને આધીન હતા.
For Private Personal Use Only
www.jainelibrary.org