________________
ધર્મકથાનુયોગ–મહાવીર-તીર્થમાં શ્રેણિક-ગેસણુના અવલોકનથી... કથાનક : સૂત્ર ૧૨
વિભૂષિત કર્યું, ઉત્તમ ચીનાંશુક વસ્ત્રો પહેર્યા, સુકુમાર કાંત-સુંદર, રમણીય, રૂ થી બનેલું ઉત્તરીય ઓઢયું, સર્વ ઋતુઓમાં થતાં સુગંધિત સુંદર ફૂલોથી બનાવેલી લાંબી સુશોભિત, કાન્ત, વિકસિત, વિવિધ પ્રકારની માળાઓ ધારણ કરી, શરીર પર શ્રેષ્ઠ ચંદનનો લેપ કર્યો, કોઠ અલંકારોથી શરીરને અલંકત કર્યું, કૃષણ અગરુ આદિ ધૂપથી સુવાસિત થઈને,
આ પ્રમાણે લક્ષ્મીની જેમ વેશભૂષાથી વિભૂષિન થઈને ઘણી કુળ્યા અને ચિલાની દાસીએ વાવનું મહત્તરક સેવકવૃંદથી ઘેરાઈને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી અને તેમાં જ્યાં કોણિક
રાજા હતો ત્યાં આવી. ૯. ત્યાર બાદ ચેલણાદેવીની સાથે શ્રેણિક રાજા
ધાર્મિક પ્રવર યાન આરૂઢ થયા, આરૂઢ થઈને માથે કરંટ પુષ્પ યુક્ત છત્ર ધારણ કરીને (પપાતિક સૂત્ર અનુસાર વર્ણન આદિ જાણવું જોઈએ) યાવતુ ભગવાન પાસે જઈ પર્યું પાસના કરવા લાગ્યો. ભગવાનની ધર્મદેશના અને શ્રેણિક આદિ
પરિષદાનું પ્રતિગમન૧૦. તદનન્તર શ્રમણ ભગવાન મહાવીરે શ્રેણિક
રાજા ભંભસાર, ચેલણાદેવી અને તે અસંખ્ય લોકવાળી અતિ વિશાળ પરિષદ, યતિ-પરિષદ મુનિ-પરિષદ, મનુષ્ય-પરિષદ, દેવ-પરિષદને થાવત્ ધર્મોપદેશ આપ્યો. પરિષદ પાછી ફરી. ઍણિક રાજા પણ પાછો ફર્યો.
સાધુ-સાધવીઆનું નિદાનકરણ૧૧. તેમાંના કેઈ-કઈ નિર્ગ અને નિગ્રંથિની
ઓને શ્રેણિક રાજા તેમ જ ચલણાદેવીને જોઈને આવો અને આ પ્રમાણેનો માનસિક વિચાર થાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો – “અહો ! શ્રેણિક રાજા મહાન ઋદ્ધિશાળી વાવતુ મહાસુખી છે, જે સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુકમંગલ અને પ્રાયશ્ચિત્ત કરી, સમસ્ત આભરણ, અલંકારોથી વિભૂષિત થઈ ચેલણાદેવીની સાથે
ઉત્તમ મનુષ્ય સંબંધી ભોગપભોગો ભોગવતો વિચરી રહ્યો છે, સમય વ્યતીત કરે છે. અમે દેવ અને દેવલોક તો નથી જોયાં પરંતુ આ તો સાક્ષાત્ દેવ છે. જો [ અમારા] આ સુઆચરિત તપ, નિયમ, બ્રહ્મચર્ય, ગુપ્તિવાસનું કલ્યાણરૂપ ફલવિશેષ હોય તો અમે પણ આગામી ભવમાં આ પ્રમાણે જ, ઉદાર, મનુષ્ય સંબંધી ભોગપભોગો ભોગવતાં વિચરણ કરીશું. ત્યારે જ અમારું સાધુત્વ (સફળ) કહેવાય”
અહો ચેલણાદેવી મહાન ઋદ્ધિશાળી વાવનું મહાસુખી છે જે નાહીને, બલિકર્મ યાવતુ કૌતુક, મંગલ પ્રાયશ્ચિત કરી યાવનું સર્વ અલંકારોથી વિભૂષિત થઇને શ્રેણિક રાજા સાથે થાવત્ મનુષ્ય સમ્બન્ધી ભોગોપભોગ ભોગવતી વિચરણ કરે છે. અમે દેવીઓ કે દેવલોક તો નથી જોયો પરંતુ આ તો સાક્ષાત્ દેવી છે. જો સુચરિત તપ, નિયમ, બ્રહ્મચર્યવાસની કલ્યાણરૂપ ફલશ્રુતિ હોય તો અમે પણ આગામી ભવમાં આમ અને આ પ્રમાણે ઉદાર મનુષ્ય સમ્બન્ધી ભોગપભોગો ભાગવતાં વિચરણ કરીશું. ત્યારે જ અમારું સાધ્વીપણું સફળ થયું કહેવાય.” ભગવાન દ્વારા નિદાનકરણ-નિષેધરૂપ ઉપદેશ
સાભળીને સાધુ-સાધવીઆનું પ્રાયશ્ચિત્તકરણ૧૨. “આર્યો !” આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરે
તે અનેક નિર્ગો અને નિર્ગન્થિનીઓને આમંત્રિત સંબોધિત કરીને આ પ્રમાણે કહ્યું
“શ્રેણિક રાજા અને ચેલણાદેવીને જોઈને તમને લોકોને આ પ્રમાણેને માનસિક વિચાર થાવત્ સંકલ્પ થયો કે-“અહો ! શ્રેણિક રાજા મહદ્ધિક યાવત્ તો આપણું સાધુપણું સફળ થયું કહેવાય. અહો ! ચેલણાદેવી મહાન ઋદ્ધિશાળી ને સુંદર છે યાવતુ આપણું સાધ્વીપણું સફળ કહેવાય. તો હે આયે ! શું આ હકીકત સાચી છે? અર્થાત્ મારું આ કથન શું સત્ય છે ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org