________________
ધમ કથાગ
મહાવીર-તીર્થમાં પૂરી-અંડક જ્ઞાંત કથાનક : સૂત્ર ૧૦૬
૬. મયૂરી-અંડક જ્ઞાત શ્રી જંબૂ સ્વામી શ્રી સુધર્માસ્વામીને પ્રશ્ન કરે છે કે-“હે ભગવન્! શ્રમણ ભગવાન મહાવીરે જ્ઞાતાધર્મકથાના બીજા અધ્યયનનો પૂર્વોક્ત અર્થ કહેલ છે, તો તૃતીય અધ્યયનનો શો અર્થ કહ્યો છે?
ચંપાનગરીમાં મયૂરી દ્વારા ઈડાનું સેવન ૧૦૬. સુધર્માસ્વામી ઉત્તર આપે છે–“હે જબ્બ !
તે કાળ અને તે સમયમાં ચંપા નામની નગરી હતી. વર્ણન. તે ચંપા-નગરીની બહાર ઉત્તરપૂર્વ દિશામાં (ઈશાનકોણમાં) સુભૂમિભાગ નામનું ઉદ્યાન હતું. તે ઉદ્યાન સર્વ ઋતુનાં ફળો અને ફલેથી યુક્ત હતું, રમણીય હતું, નંદનવનની સમાન શુભ યા સુખ આપનાર હતું તથા સુગંધયુક્ત અને શીતલ છાયાથી વ્યાપ્ત હતું. - તે સુભૂમિભાગ ઉદ્યાનની ઉત્તરમાં એક પ્રદેશમાં, એક માલુકાકચ્છ હતો અર્થાત્ માલુકા નામક વૃક્ષનો વનખંડ હતો-વર્ણન. તે માલુકાકચ્છમાં એક શ્રેષ્ઠ મયૂરીએ પુષ્ટ, પ્રાપ્ત થયેલ પ્રસવકાલના અનુક્રમથી પ્રાપ્ત, ચોખાને પીંડ સમાન શ્વેત વર્ણવાળા, છિદ્ર રહિત, વાયુ આદિના ઉપદ્રવથી રહિત તથા પોલી મુઠ્ઠીની બરાબર માપના બે ઈડાને જન્મ આપ્યો. જન્મ આપીને તે પોતાની પાંખોના વાયુથી તેમની રક્ષા કરતી, તેમની સાર સંભાળ લેતી અને પોષણ કરતી રહેતી હતી. ચ પામાં જિનદત્તપુત્ર અને સાગરદત્તપુત્ર નામે
સાર્થવાહ પુત્રી૧૦૭. તે ચંપા નગરીમાં બે સાર્થવાહ પુત્રો નિવાસ
કરતા હતા, તેઓ જિનદત્ત અને સાગરદત્તના પુત્રો હતા. તે બંને સાથે જન્મેલા, સાથે મોટા થયેલા, સાથે ધૂળમાં રમેલા, સાથે જ તેમનાં લગ્ન થયેલાં. તે બંનેમાં પરસ્પર અનુરાગ હતો. તે બન્ને એક બીજાનું અનુસરણ કરતા હતા, એક બીજાની ઇચ્છા અનુસાર
ચાલતા હતા. બંને એક બીજાના હૃદયને ઇચ્છિત કાર્ય કરતા રહેતા હતા.
ત્યાર પછી તે સાર્થવાહ પુત્રો કોઈ રસમયે એકઠા થયા હતા, એક સાથે મળ્યા હતા અને એક સાથે બેઠા હતા તે સમયે તેને આપસમાં આ પ્રમાણે વાર્તાલાપ થયો–“હે દેવાનુપ્રિય ! જે કંઈ આપણને સુખદુ:ખ, પ્રવજ્યા અથવા વિદેશ-ગમનનો અવસર પ્રાપ્ત થાય તે બધાને આપણે એક બીજાની સાથે જ નિર્વાહ કરવો જોઈએ.' આ પ્રમાણે કહીને બંનેએ આપસમાં આ પ્રમાણેની પ્રતિક્ષા અંગીકાર કરી, પ્રતિક્ષા અંગીકાર કરીને પોત પોતાના કાર્યમાં લાગી ગયા.
ચંપામાં દેવદત્તા ગણિકા ૧૦૮. ને ચંપાનગરીમાં દેવદત્તા નામની ગણિકા
રહેતી હતી. તે ધનવાન, તેજસ્વિની અને પ્રખ્યાત હતી, વિપુલ ભવનો, શયનો, આસનો, વાહના, અત્યંત સાના-ચાંદી આદિની માલિકણ
અને મોટો વ્યવહાર ધરાવનાર હતી. તેને રસોડું મોટું હતું. તે ચોસઠ કળાઓમાં પંડિતા હતી, ગણિકાના ૬૪ ગુણોથી યુક્ત હતી, ઓગણત્રીસ પ્રકારની વિશેષ ક્રીડાઓ કરનારી હતી, કામ-ક્રીડાના એકવીસ ગુણોથી યુક્ત હતી. પુરુષના બત્રીસ પ્રકારના ઉપચાર કરવામાં કુશળ હતી. તેનાં સૂતેલાં નવ અંગે (બે કાન, બે આંખ, બે નાસિકા, જિહુવા, ત્વચા અને મન) જાગૃત બની ગયેલા હતા એવી અર્થાત્ યુવાવસ્થાને પ્રાપ્ત થયેલી હતી. તે અઢાર પ્રકારની દેશી ભાષાઓમાં નિપુણ હતી. તે એવો સુંદર વેષ ધારણ કરની હતી જાણે મૂર્તિમંત શૃંગારરસ હોય. તે સુંદર ગતિ, ઉપહાસ, વચન, ચેષ્ટા, વિલાસ (આંખોની ચેષ્ટા) તેમજ સુંદર વાર્તાલાપ કરવામાં કુશળ હતી, યોગ્ય વ્યવહાર કરવામાં ચતુર હતી. તેના ઘર પર ધ્વજા ફરકતી હતી. એક હજાર મુદ્રા આપનારને તે પ્રાપ્ત ને થતી અર્થાત્ તેની સાથે એક દિવસ રહેવાની આ એક હજાર મુદ્રા આપવી પડતી. રાજા દ્વારા તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org