________________
૩૨
ધર્મકથાનુગ-મહાવીર-તીર્થમાં વિજય તસ્કર જ્ઞાત કથાનક : સત્ર ૯૬
સાર્થવાહે વિજયે ચોરને કહ્યું“વિજય, ચાલ, એકાંતમાં ચાલ. જેથી હું મળમૂત્રનો ત્યાગ કરી શકું.” વિજય ચારને ઈન્કાર૯૧. ત્યારે વિજય ચોરે ધન્ય સાર્થવાહને કહ્યું
“દેવાનુપ્રિય ! તમે વિપુલ અશન, પાન,ખાદિમ અને સ્વાદિમનો આહાર કરેલ છે. તેથી તમને મળ અને મૂત્રની બાધા ઉત્પન્ન થયેલ છે. દેવાનુપ્રિય ! હું તો બહુ ચાબુકના પ્રહારો થાવત્ લાનાલાતના પ્રહારોથી તથા તરસ અને ભૂખથી પીડિત થઈ રહ્યો છું. મને મળ મૂત્રની બાધા નથી. દેવાનુપ્રિય ! જવું હોય તો તમે
એકાંતમાં જઈને મળમૂત્રનો ત્યાગ કરો.” ધન્યના ફરી કહેવા પર વિજય દ્વારા ભેજનની
ફરી માગણું– ૯૨. ત્યાર પછી ધન્ય સાર્થવાહ વિજય ચોરના
આ પ્રમાણે કહેવાથી મૌન થઈ ગયો. ત્યાર પછી થોડા સમય પછી ધન્ય સાર્થવાહે ફરી મળમૂત્રની બાધાથી અત્યંત પીડિત થઈને વિજયને કહ્યું–“ વિજય, ચાલ એકાંતમાં ચાલીએ.”
ત્યારે વિજ્ય રે ધન્ય સાર્થવાહને કહ્યું, “ દેવાનુપ્રિય ! જો તમે તે વિપુલ અશન, પાન, ખાદિમ સ્વાદિમમાંથી રાવિભાગ કરો તો હું તમારી સાથે એકાંતમાં ચાલું.”
ત્યાર પછી ધન્ય સાર્થવાહે વિજય ચોરને કહ્યું-“હું તને વિપુલ અશન પાન ખાદિમ અને સ્વાદિમમાંથી સંવિભાગ કરીશ.”
ત્યાર પછી વિજયે ધન્ય સાર્થવાહની આ વાતનો સ્વીકાર કર્યો. પછી વિજય ધન્ય સાર્થવાહની સાથે એકાંતમાં ગયો. ધન્ય સાર્થવાહ મળમૂત્રનો પરિત્યાગ કર્યો. પછી જળથી ચોખા અને પવિત્ર થઈને તે સ્થાન પર
આવીને રહ્યો. ધન્ય દ્વારા વિજયને ભજનમાં ભાગ આપ૯૩. ત્યાર પછી બીજા દિવસે ભદ્રા સાર્થવાહીએ
પ્રભાને સૂર્યના દેદીપ્યમાન થવા પર, પૂર્વવત્ વિપુલ અશન પાન ખાદિમ અને સ્વાદિમ
તૈયાર કરીને પંથકની સાથે મોકલ્યાં. યાવત્ પંથકે ધન્યને પીરસ્યું ત્યારે ધન્ય સાર્થવાહ વિજય ચારને તે વિપુલ અશન પાન ખાદિમ અને સ્વાદિમમાંથી ભાગ આપ્યો. પછી ધન્ય સાર્થવાહ પંથક દાસચેટકને રવાના કર્યો.
પંથક વડે ભદ્રાને વાતની જાણ – ૯૪. તદનન્તર તે પંથક ભોજનપિટક લઈને કારા
ગૃહથી બહાર નીકળ્યો, નીકળીને રાજગૃહ નગરની વચ્ચોવચ્ચે થઈને જ્યાં પોતાનું ઘર અને ભદ્રા શેઠાણી હતી ત્યાં પહોંચ્યો. ત્યાં જઈને તેણે ભદ્રા સાર્થવાહીને કહ્યું-“ દેવાનુપ્રિયે ! ધન્ય સાર્થવાહે તમારા પુત્રના ઘાતક થાવત્ પ્રત્યમિત્ર (દુશમન)ને તે વિપુલ અશન પાન ખાદિમ અને સ્વાદિમમાંથી હિસ્સે આપ્યો છે.”
ભદ્રાને રેષ૯૫. ત્યારે ભદ્રા સાર્થવાહી દાસચેટક પંથકની
પાસેથી આ વાત સાંભળીને તુરત લાલ પીળી થઈ ગઈ, ૨ષ્ટ થઈ યાવત્ ખીજાતી થકી ધન્ય સાર્થવાહ પર પ્રકૅપ કરવા લાગી. ઘન્યની કારાગારમાંથી મુક્તિ૯૯, ત્યાર પછી ધન્ય સાર્થવાહને કઈ સમયે મિત્ર જ્ઞાતિજન સ્વજન સંબંધી અને પરિવારના લોકોએ પોતાના (ધન્ય સાર્થવાહના) સારભૂત અર્થથી, અર્થાતુ પૈસાના જોરથી, રાજદંડથી મુક્ત કરાવ્યો. મુક્ત થઈને તે કારાગૃહથી બહાર નીકળ્યો. નીકળીને જ્યા આલંકારિક-સભા (વાળંદની દુકાન), હતી ત્યાં પહોંચ્યો પહોંચીને આલંકારિક કર્મ કરાવ્યું–હજામત કરાવી. પછી જ્યાં પુષ્કરિણી હતી ત્યાં આવ્યા, આવીને નીચેની ધોવાની માટી લીધી, અને પુષ્કરિણીમાં અવગાહન કર્યું-જળમાં ડૂબકી મારી સ્નાન કર્યું, બલિકર્મ કર્યું યાવત્ રાજગૃહ નગરમાં પ્રવેશ કર્યો. રાજગૃહ નગરની વચમાં થઈને જ્યાં પોતાનું ઘર હતું ત્યાં જવાને માટે રવાના થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org