________________
ધર્મકથાનુયોગ–મહાવીર-તીર્થમાં રથયુષલ સંગ્રામમાં કાલાદિ મરણું કથાનક : સૂત્ર ૪૩
સંકલ્પ ઉત્પન્ન થયો-વેહલકુમાર સેચનક ગંધહસ્ત્રી સાથે યાવતુ અનેક પ્રકારની ક્રીડાઓ કરે છે. તે હલકુમાર જ હકીકતમાં રાજ્યશ્રીના ફળનો સ્વાદ લેતો વિચરણ કરે છે, ખરેખર કેણિક રાજા નહીં. તો અમારા રાજ્ય યાવનું જનપદથી શું લાભ, જો અમારી પાસે સેચનક ગંધહસ્તી ન હોય ? તેથી કોણિક રાજાને આ વાત કરવી મારા માટે શ્રેયસ્કર છે.” આ પ્રમાણે વિચાર કર્યો, વિચાર કરીને કેણિક રાજા હતો, ત્યાં તે આવી, આવીને બે હાથ જોડીને થાવત્ આ પ્રમાણે કહ્યું- “હે સ્વામિન્ ! વેહલકુમાર ગંધહસ્તી સાથે યાવતુ અનેક પ્રકારની ક્રીડાઓ કરે છે. તો પછી આપણા રાજ્ય યાવત્ જનપદથી શું લાભ, જો આપણી પાસે સેચનક ગંધહસ્તી ના હોય?”
કણિકના સહેદર હિલની સેચનક ગધહસ્તિ
કીડાનું વર્ણન– ૪૩. તે ચંપાનગરીમાં શ્રેણિક રાજાને પુત્ર, ચેલણા
દેવીનો અંગજાત, કેણિક રાજાનો સહોદર એવો વેહલ નામનો નાનો ભાઈ હતો જે અત્યંત સુકુમાર યાવનું સૌદર્યશાળી હતો.
કૌણિક રાજાએ પહેલાં પોને જીવતા હતા ત્યારે જ તે વેહલ કુમારને સેચનક ગંધ હસ્તી અને અઢાર સેરનો હાર આપ્યો હતો.
તે વેહલ કુમાર સેચનક ગંધ હસ્તી અને અંત:પુર પરિવાર સાથે લઈને ચંપા નગરીમાંથી પસાર થતો, નીકળીને સ્નાન કરવા માટે વારં-વાર ગંગા નદીમાં પડતો.
ત્યારે તે સેચનક ગંધહસ્તી સૂંઢથી તેની રાણીઓને પકડતો અને પકડીને કોઈને પીઠ પર બેસાડતે, કઈને ખભા પર બેસાડતો, આ પ્રમાણે કોઈને ગંડરથળ પર તે કોઈને માથા પર, કેઈને હાથીદાંત પર બેસાડતો. કોઈને સૂંઢમાં પકડી હીંચોળો, કેઈને બે દાંત વચ્ચે પકડનો, તે કોઈને પાણીને કુવારે છોડી નવડાવતો અને કેઈને અનેક પ્રકારની વિવિધ ક્રીડાઓ દ્વારા રમાડતો.
તદનન્તર ચંપાનગરીના શૃંગાટકે, ત્રિક, ચારે ને ચૌટે, રાજમાર્ગો પર અનેક વ્યક્તિઓ એકબીજાને કહેવા લાગી – “હે દેવાનુપ્રિયા ! વેહલ કુમાર સેચનક ગંધહસ્તી અને અંત:પુર સાથે લઈને અનેક પ્રકારે ક્રીડાઓ કરે છે પર્યત પૂર્વવત્ પરસ્પર એકબીજાને કહે છે થાવત્ પ્રરૂપણ કરે છે. તે વેહલ્લકુમાર રાજ્યશ્રીના ખરા ફળનો અનુભવ કરતો વિચરે છે, કેણિકરાજા નહીં.” નિજભાવાં પદમાવતીના અનુરાધથી કણિક દ્વારા ફરી ફરીને વેહલ પાસેથી હાથ અને હાર
માગવા- . ૪૪. તત્પશ્ચાત્ તે પદ્માવતી દેવીને આ વાત
સાંભળીને આ અને આ પ્રમાણે વાવનું મન
ત્યારે તે કેણિક રાજાએ પદ્માવતીની આ વાતને આદર ન કર્યો, તેના પર ધ્યાન ન આપ્યું, પરંતુ મૌન રહ્યો.
તત્પશ્ચાત્ તે પદ્માવતી દેવી વારંવાર કોણિક રાજા પાસે આ વાતનું નિવેદન કરતી.
તદનન્તર પદ્માવતી દેવી દ્વારા વારંવાર આ વાતનું નિવેદન થવાથી કેણિક રાજાએ કોઈ એક દિવસ વેહલકુમારને બોલાવ્યો અને બોલાવીને સેચનક ગંધહસ્તી તેમ જ * અઢાર સેરનો હાર માગ્યો.
ત્યારે તે વેહલકુમારે કોણિક રાજાને આ પ્રમાણે કહ્યું –“હે સ્વામિન્ ! વાત એમ છે કે મને રાજ્ય યાવત્ જનપદનો અડધો ભાગ આપે તો હું સેચનક ગંધહસ્તી અને અઢાર સેરનો હાર આપીશ.”
ત્યારે તે કેણિક રાજાએ વેહલકુમારની આ વાતનો આદર ન કર્યો, તેના પર ધ્યાન ન આપ્યું, પરંતુ વારંવાર સેચનક ગંધહસ્તી અને અઢાર સેરના હારની માંગણી કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org