________________
૩૦
ધર્મ કથાનગમહાવીર-તીર્થ માં આજીવક તીર્થકર ગોશાલક કથાનક : સૂત્ર ૭૪
મહાવીર કથિત ગોશાલકનું અજિન૭૦. ત્યાર પછી તે ગોશાલક મખલિપત્રને કોઈક
વાર આ છ દિશાચરો આવી મળ્યા-તે આ પ્રમાણે (૧) શાન-પૂર્વવત્ કથન થાવ અજિન હોવા છતાં જિન શબ્દનો પ્રકાશ કરતો વિહરવા લાગ્યો. આમ હે ગૌતમ! ખરેખર ગોશાલક મંખલિપુત્ર જિન નથી, જિનનો પ્રલાપ કરતો ચાવત્ જિન શબ્દનો પ્રકાશ કરતો વિહરે છે. ગોશાલ સંખલિપુત્ર અજિન છે અને જિનશબ્દનો યાવનું પ્રકાશ કરતો વિહરે છે. ત્યારબાદ એક માટી, અતિ મહા પરિષદ ભરાઈ જેવી શિવ રાજર્ષિના પ્રકરણમાં આવે છે તેવી થાવત્ વિસર્જિત થઈ. ત્યારે શ્રાવસ્તી નગરીમાં ત્રિભેટે વાવતુ માર્ગો પર ઘણા લોકે અન્યોન્યને યાવત્ કહેવા લાગ્યા- હે દેવાનુપ્રિયા ! જે ગોશાલક મંખલિપુત્ર જિન અને જિનનો પ્રલાપ કરતો યાવત્ વિહરે છે તે મિથ્યા છે શ્રમણ ભગવાન મહાવીર આ પ્રમાણે કહે છે થાવત્ પ્રરૂપણ કરે છે કે ખરેખર તે ગોશાલક મંખલિપુત્રનો મંખલિ નામે મંખ પિતા હતો. તે મંખલિને...તે સધળું અહીં કહેવું યાવતુ
અજિન હોવા છતાં જિન શબ્દનો પ્રકાશ કરતો વિહરે છે. તો ખરેખર ગોશાલક મંખલિપુત્ર જિન નથી, જિનનો પ્રલાપ કરતો ચાવતુ વિહરે છે. શ્રમણ ભગવાન મહાવીર જિન છે, જિન શબ્દના અધિકારી છે, યાવતુ જિન શબ્દનો પ્રકાશ કરતા વિહરે છે.”
ગોશાલકન અમષ૩૧. ત્યારે તે ગોશાલક મંખલિપુત્ર અનેક લોકે
પાસેથી આ વાત સાંભળીને, જાણીને ક્રોધાયમાન યાવત્ કોપાયમાન થઈને આતાપનાભૂમિ પરથી નીચે ઊતર્યો, નીચે ઊતરીને શ્રાવસ્તી નગરીની વચ્ચે-વચ્ચે થઈને જ્યાં હાલાહલા કુંભારણની હોટ હતી ત્યાં ગયો, ત્યાં જઈને હોલાહલા કુંભારણની હાટમાં આજીવિક સંઘથી ઘેરાઈને અત્યંત ક્રોધનું વહન કરતો રહેવા લાગ્યો.
ગોશાલકનું આનંદ સ્થવિર સમક્ષ અર્થ લુબ્ધ
વણિકના દુષ્ટાત દ્વારા આક્રોશ પ્રદશન૭૩. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના
અંતેવાસી સરળ પ્રકૃતિના અને વિનીત એવા આનંદ નામના એક અણગાર હતા, તે છઠ્ઠ છઠ્ઠના નિરંતર તપકર્મથી અને તપસંયમથી આત્માને ભાવિત કરતા વિહરતા હતા. ત્યારે તે આનંદ સ્થવિર છઠ્ઠના પારણાની પ્રથમ પારીજીમાં (પ્રહર) જે રીતે ગતમ સ્વામી તે રીતે પૂછીને, તે જ પ્રમાણે યાવતુ ઉચ્ચ-નીચ-મધ્યમ ગૃહોમાં ભિક્ષાચર્યા માટે ફરતા ફરતા હાલાહલા કુંભારણની હાટની નજીકથી પસાર થયા. ત્યારે તે ગોશાલ સંખલિપુત્રે આનંદ વિરને હાલાહલા કુંભારણની હાટની બાજુમાંથી પસાર થતા જોયા, જોઈને આ પ્રમાણે કહ્યું, “અરે આનંદ ! આવ, અહીં આવે. એક મોટુ દષ્ટાંત સાંભળ.' ત્યારે તે આનંદ રવિર ગોશાલ મંખલિપુત્ર દ્વારા આમ કહેવાતાં તરત
જ્યાં હાલાહલ કુંભારણની હાટ હતી, જ્યાં ગોશાલક મંખલિપુત્ર હતો ત્યાં ગયા. ત્યારે તે ગોશાલક મંખલિપુત્ર આનંદ સ્થવિરને આ પ્રમાણે કહેવા લાગ્યો
અરે આનંદ ! આજથી લાંબા સમય પૂર્વે કેટલાક ધનલોભી, ધનના શોધક, ધનના ઇછુક, ધનના ભૂખ્યા, નાના-મોટા વેપારીઓ ધનની શોધ માટે વિવિધ પ્રકારની વિપૂલ વિક્રય સામગ્રીનાં પાત્રો લઈને ગાડા-ગાડી દ્વારા ખૂબ ભાથું અને પાણી સાથે લઈને, એક મોટી, વસ્તીરહિત, સીમારહિત, જેનો વહેવાર બીજા જગતથી કપાઈ ગયા છે તેવી, લાંબા માર્ગવાળી અટવીમાં પ્રવેશ્યા.
ત્યાર પછી તે વેપારીઓ તે વસતી વિનાની વાવનું દીર્ધમાર્ગવાળી અટવીના કેઈક પ્રદેશમાં આવી પહોંચ્યા ત્યારે પહેલાં લીધેલું પાણી ક્રમથી વાપરતાં વાપરતાં પૂરું થઈ ગયું. ત્યારે તે વેપારીઓ પાણી પૂરું થઈ જતાં તરસથી વ્યાકુળ થતાં એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org