________________
ધમ કથાનુયાગ—મહાવીર-તીર્થમાં આજીવક તીર્થં કર ગેાશાલક કથાનક ઃ સુત્ર ૭૬
ww
wwwwwwwww
કહ્યું‘આવ આનંદ ! અહીં એક મારુ દૃષ્ટાંત
સાંભળ.'
ત્યારે ગેાશાલ મ`ખલિપુત્ર દ્રારા આવુ કહેવાતાં હું જ્યાં હાલાહલા કુંભારણની હાટ હતી, જ્યાં ગાશાલ મ’ખલિપુત્ર હતા ત્યાં ગયા.
ત્યારે તે ગાશાલક મખલિપુત્રે મને આમ કહ્યું —‘હે આનંદ ! આજથી લાંબા સમય પહેલાં કેટલાક નાનામોટા વેપારીએ.....' આ પ્રમાણે તે સઘળુ કહેવુ યાવત્ “ પેાતાને નગરે પહોંચાડયો. તે હું આનંદ! તું જા, તારા ધર્માચાય ને ધર્મોપદેશકને યાવત્ કહે.”
“તા હે ભગવાન ! શુ' ગેાશાલક મ་લિપુત્ર તપ અને તેજ દ્રારા એક જ ધાથી કૂટાબાતની જેમ (કાઈને) ભસ્મરાશી કરી શકે ? ગેાશાલ મ’ખલિપુત્રની એ પ્રકારની શક્તિ છે? હું ભગવન્ ! શું ગૈાશાલ આમ કરવા યાવત્ સમર્થ છે ?''
“હે આનંદ ! ગાશાલ મ'ખલિપુત્ર તપથી યાવત્ કરવા માટે સમર્થ છે. ગાશાલની એવી શક્તિ છે-યાવત્ કરી શકે. હે આનંદ ! ગેાશાલ એમ કરવામાં સમર્થ છે, પરંતુ અરિહંત ભગવ'તને આમ કરી શકવા સમર્થ નથી, માત્ર પરિતાપ કરી શકે.
હે આનંદ ! ગાશાલક મખલિપુત્રનુ જેટલુ તપનું તેજ છે એનાથી અનગાર ભગવંતાનુ અનંતગણું વિશિષ્ટતર તપ-તેજ હોય છે, પણ અનગાર ભગવતા ક્ષમા કરનારા હોય છે. અને હું આનંદ ! અનગાર ભગવડતાનું જેટલુ તપ તેજ હોય છે એથી અનતગણુ વિશિષ્ટ તપ તેજ સ્થવિર ભગવાનું હોય છે પણ સ્થવિર ભગવતા ક્ષમા આપનારા હોય છે.
અને હું આનંદ ! સ્થવિર ભગવાનુ' જે તપ તેજ હોય છે તેનાથી અનતગણુ વિશિષ્ટતર તપ તેજ અરિહંત ભગવંતાનુ હોય છે, પણ અર`ત ભગવતા ક્ષમા આપનારા હોય છે તે। હું આનંદ! ગેાશાલ માઁખલિપુત્ર તપ
Jain Education International
33
અને તેજથી યાવત્ કરવા સમર્થ છે, એમ કરવાની એની શક્તિ છે યાવત્ સમર્થ પણ છે. પણ અરત ભગવંતાને તે તેમ કરી શકે નહિ, માત્ર પરિતાપના કરી શકે.
તા હે આનંદ ! તું જા, અને ગૌતમ આદિ કામણ નિગ્રંથાને આ વાત કહે “ હું આર્ય! તમે કોઈ ગાશાલ મખલિપુત્રને [તેના માનેલા ધર્મ થી] વિપરીત ઉપદેશ ન આપશા. ધાર્મિ ક [સિદ્ધાંતાનુ] સ્મરણ ન કરાવશેા, ધર્મની બાબતમાં તેના તીરસ્કાર ન કરશેા. ગાશાલ મ'ખલિપુત્ર મિથ્યા (શ્રામણ નિગ્રંથીથી વિરુદ્ધ) સિદ્ધાંતને માનવા લાગ્યા છે.''
ભ. મહાવીર સૂચિત ગેાશાલ પ્રતિકાર નિષેધ— ૭૬. ત્યારે તે આન ́દ સ્થવિરે શ્રમણ ભગવાન
મહાવીર દ્રારા આમ કહેવાતાંની સાથે ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને જ્યાં ગૌતમ આદિ શ્રમણ ન થા હતાં ત્યાં ગયા, જઈને ગૌતમ આદિ શ્રમણ નિગ્રથાને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું–‘હું આર્ય ! એમ બન્યું કે છ-ક્ષમણના પારણા નિમિત્તે શ્રમણ ભગવાન મહાવીરની અનુશા લઈને હું શ્રાવસ્તી નગરીના ઉચ્ચનીચ તે બધુ જ પૂર્વવત્ કહેવું યાવ-જ્ઞાતપુત્ર (મહાવીર)ને આ વાત કહે છે ત્યાં સુધી... તા હું આર્યા! તમે કોઈ ગેાશાલક મખલિપુત્રને તેના ધર્મ વિરુદ્ધ કંઈ કહેશેા નહિ યાવત્ તે મિથ્યા સિદ્ધાંતાને માનવા લાગ્યા છે.
ગોશાલ દ્વારા ભગવાન પ્રતિ આક્રાશપૂર્ણાંક સ્વસિદ્ધાન્ત નિરૂપણ—
૭૭. જેટલામાં આનદ સ્થવિર ગૌતમ આદિ શ્રમણ નિગ્રંથાને આ વાત કહી રહ્યા હતા તેટલામાં જ તે ગેાશાલ મ’ખલિપુત્ર હાલાહલા કુંભારણની હાટમાંથી નીકળ્યા, નીકળીને આજીવિક સંઘથી વીંટળાઈને ખૂબ ક્રોધને વહન કરતા, તરત જ વેગપૂર્વક યાવત્ શ્રાવસ્તી નગરીની વાવચ્ચ થઈને નીકળ્યા', નીકળીને જ્યાં કાષ્ઠક ચૈત્ય
For Private Personal Use Only
www.jainelibrary.org