________________
ધર્મકથાનાગ–મહાવીર-તીર્થ માં આજીવક તીર્થકર ગોશાલક કથાનક : સૂત્ર ૧૧૨
પ્રમાણ અને કુંભ પ્રમાણ પા અને રત્નની વર્ષા થશે. ત્યારે તે બાળકના માતા-પિતા અગિયાર દિવસ વીતી જતાં બારમો દિવસ આવતાં આ પ્રમાણેનું ગુણવાળુ, ગુણનિષ્પન્ન નામ પાડશે. “જેથી કરીને અમારા આ બાળકને જન્મ થતાં શતદ્વાર નગરમાં અંદર અને બહાર લાવતુ પા–રત્નની વર્ષા થઈ, તેથી અમારા આ બાળકનું મહાપરા એવું નામ હો.'
ત્યારે તે બાળકના માતાપિતા મહાપદ્મ એવું નામ પાડશે. ત્યાર પછી આઠ વર્ષથી કઈક
અધિક વયનો થતાં તે મહાપ બાળકને માતાપિતા શુભ તિથિ, કરણ, દિવસ, નક્ષત્ર અને મુહુર્તમાં મહાન રાજ્યાભિષેક ઉત્સવથી અભિષેક કરશે. તે ત્યાં મહાન હિમવંત સમાન રાજા બનશે, યાવત્ વિહરશે.
૧૧૦. ત્યારે તે મહાપદ્મ રાજાનું કોઈ એક વખત
બે મહારુદ્ધિવાળા યાવતુ મહાસાશ્યવાળા બે ન દેવ સેનાકર્મ કરશે, તે આ પ્રમાણે : પુણ્યભદ્ર અને મણિભદ્ર
ત્યારે શતદ્વાર નગરમાં અનેક સામને, કેટવાળા યાવત્ સાર્થવાહ વગેરે અન્યોન્યને બોલાવશે, બોલાવીને આ પ્રમાણે કહેશે..
જેથી કરીને હે દેવાનુપ્રિય ! આપણા મહાપદ્મ રાજાનું બે મહર્ધિક દવા યાવત્ સેનાકર્મ કરે છે, જેમકે પૂર્ણભદ્ર અને મણિભદ્ર તેથી હે દેવાનુપ્રિયા ! આપણા મહાપદ્મ રાજાનું બીજું પણ “દેવસેન” “દેવસેન’
એવું નામ થાઓ.” ત્યાર પછી તે રાજાનું
બીજુ પણ ‘દેવસેન” એવું નામ થશે. ૧૧૧. ત્યાર પછી દેવસેન રાજાને બીજી કોઈ વેળા
શ્વેત શંખના તળ જેવા વિમલ વર્ણનો ચાર દાંત વાળો હસ્તિરત્ન પ્રાપ્ત થશે. ત્યારે તે દેવસેન રાજા તે શ્વેત શંખતળ સમાન વિમલ વર્ણના ચતુર્દત હસ્તિરત્ન પર સવાર થઈને
શદ્વાર નગરની વચ્ચોવચ્ચે થઈને વારંવાર આવશે અને જશે. ત્યારે શદ્વાર નગરમાં અનેક સામંતો યાવતુ અન્યોન્યને બોલાવશે, બોલાવીને આ પ્રમાણે કહેશે. “હે દેવાનુપ્રિયા ! જેથી કરીને આપણા દેવસેન રાજાને શ્વેતશંખલ સમાન વિમલ વર્ણનો ચતુદત હસ્તિરત્ન પ્રાપ્ત થયો છે, તેથી હે દેવાનુપ્રિયો ! આપણા દેવસેન રાજાનું ત્રીજુ વિમલવાહન વિમલવાહન,
એવું નામ પણ હો” ત્યારે તે દેવસેન રાજાનું ત્રીજું પણ નામ “વિમલવાહન ' એમ પડશે.
વિમલવાહનનું નિર્ચને પ્રત્યે પ્રતિકૂળ આચરણ ૧૧૨. ત્યારે તે વિમલવાહન રાજા કોઈ એક વખત
શ્રમણ નિગ્રંથોનો વિરોધી બની જશે. કેટલાક શ્રમણો પર તે આક્રોશ કરશે, કેટલાકનો ઉપહાસ કરશે, કેટલાકની અવહેલના કરશે, કેટલાંકની નિર્ભસના કરશે, કેટલાકનો અંગછેદ કરશે, કેટલાકને મારી નાખશે, કેટલાકને ઉપદ્રવ કરશે, કેટલાકના વસ્ત્રો, પાત્ર, કંબલ અને પગલૂછણિયાં પડાવી લેશે, નષ્ટ કરશે, તોડી નાખશે, હરી લેશે, કેટલાકના આહારપાણીને વ્યવહાર કાપી નાખશે, કેટલાકને નગરમાંથી નિર્વાસિત કરશે. કેટલાકને દેશમાંથી નિર્વાસિત કરશે.
ત્યારે શતદ્વારનગરમાં ઘણા સામંતો યાવત્ પરસ્પર કહેશે – “હે દેવાનુપ્રિયો ! વિમલવાહન રાજા શ્રમણ નિગ્રંથનો વિરોધી બનીને કેટલાક પર આક્રોશ કરે છે યાવત્ દેશ-નિર્વાસિત કરે છે. તો હે દેવાનુપ્રિયા ! તે આપણા માટે સારું નથી, વિમલવાહન રાજાને માટે પણ તે સારું નથી, રાજ્યને કે રાષ્ટ્રને માટે, સેને કે દેશના માટે, વાહન માટે કે નગરને માટે કે
અંત:પુરને માટે કે જનપદ માટે આ સારું નથી, જે વિમલવાહન રાજા શ્રમણ નિગ્રંથોનો વિરોધી બન્યો છે. તો હે દેવાનુપ્રિયો ! આપણા માટે શ્રેયસ્કર છે કે વિમલવાહન રાજાને આ વિષયમાં વિનંતી કરીએ.’ એમ કરીને અન્યોન્યની પાસેથી આ વાત સાંભળશે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org