________________
ધર્મકથાનુયોગ–મહાવીર-તીર્થમાં આજીવક તીર્થકર ગોશાલક કથાનક : સૂત્ર ૧૧૭
ત્યારે તે શ્રમણનિગ્રંથો દઢપ્રતિશ કેવળીની પાસેથી આવી વાત સાંભળીને, સમજીને, ડરેલા, ત્રાસેલા, બીધેલા અને સંસારના ભયથી વ્યાકુળ થયેલા બની દઢપ્રતિષ કેવળીને વંદન કરશે, નમન કરશે, વંદન-નમન કરીને તે સ્થાનની આલોચના કરશે, નિંદા કરશે યાવતુ ત્યાગ કરશે.
ત્યાર પછી તે દઢપ્રતિશ કેવળી અનેક વર્ષો સુધી કેવલી-પર્યાય પાળશે, પાળીને પોતાનું આયુષ્ય પૂરું થયેલું જાણીને ભોજનને ત્યાગ કરશે. પપાતિક સૂત્રમાં જેમ છે તેવી જ રીતે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે.
“હે ભંતે ! તે તેમજ છે, તે તેમ જ છે.” તેમ કહી ગૌતમ સ્વામી] વિહરે છે.
| | પંચમ સ્કંધ સમાપ્ત .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org