________________
પરિશિષ્ટ
૨૦૭ ?
દેવાનુપ્રિયની પાસે–ચાવતુ-પ્રવજ્યા લેવા સમર્થ છે?
ભગવાને ઉત્તર આપ્યો,-એ અર્થ સમર્થ નથી-ઈત્યાદિ જેમ શંખ શ્રમણોપાસક સંબંધ કહ્યું તેમ યાવતુ-અરૂણાભ વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થઈ ચાવતુ-સર્વ દુ:ખોનો અંત કરશે. || કુક શ્રમણોપાસક કથા સમાપ્ત છે
પરિશિષ્ટ [આનંદ વગેરે શ્રમણોપાસક દ્વારા આરાધિત શ્રાવક પ્રતિમાઓ અને સંલેખના (સમાધિમરણ)ના ઉલ્લેખો તેમના વર્ણનોમાં આવ્યા છે, આથી વાચકેની જિજ્ઞાસાપૂર્તિ માટે તેમની આરાધના વિધિ અને સ્વરૂપ અહીં સંક્ષેપમાં આપવામાં આવેલ છે. ]
પ્રતિમા તથા સંલેખના વિષ પ્રતિમાનો અર્થ છે–પ્રનિશાવિશેષ, વ્રતવિશેષ, તપ-વિશેષ, વિશેષ સાધના પદ્ધતિ, એક પ્રકારનો દઢ કઠોર સંક૯૫.
પ્રતિમાઓની વિશેષતા એ છે કે તેમની આરાધના કરતી વેળાએ સાધકનો સંકલ્પ વજ જે કઠોર અને પર્વત સમાન અવિચળ હોય છે, કોઈ પણ પ્રકારના વિપ્ન-બાધાથી તે ગભરાતો નથી કે ન તો પોતાના સ્વીકૃત નિયમથી તે ડગે છે. તે દઢતાપૂર્વક નિયમનું પાલન કરે છે.
આ પ્રતિમાઓ ૧૧ છે. તેમની વિશિષ્ટ સાધના ભૂમિકાઓની આરાધના કરીને શ્રાવક પોતાની આત્મિક ઉન્નતિના શિખરે પહોંચી શકે છે.
(૧) દર્શન પ્રતિમા– આ પ્રતિમાનો આરાધક નિર્દોષ, શુદ્ધ અને નિર્મળ સમ્યફદર્શનનું પાલન કરે છે, તેની શ્રદ્ધા મેરુ સમાન અચળ હોય છે, દેવ-ગુરુ-ધર્મ પર તેને દઢ આસ્થા હોય છે. તે માત્ર પંચ પરમેષ્ઠીને જ શરણ માને છે, શરીર-સંસ્કાર અને
સાંસારિક ભોગે પ્રતિ ઉદાસીન રહે છે, સત્ય માર્ગની શોધમાં સતત લાગ્યો રહે છે.
તેની દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેની શ્રદ્ધા એટલી પ્રગાઢ હોય છે કે દેવ, દાનવ, મનુષ્ય કે પ્રાણી કઈ પણ તેને એ શ્રદ્ધામાંથી ડગાવી શકતું નથી. ન ભય તેને ડગાવી શકે છે, ન કેઈ પ્રલોભન તેને લોભાવી શકે છે.
(૨) વ્રત પ્રતિમા–આ પ્રતિમાને આરાધક શ્રમણોપાસક પોતાનાં મૂળ વ્રતો (અણુવ્રતોઅહિંસા, સત્ય, અસ્તેય, સ્વદારસંતોષ, ઇરછા-પરિમાણ ) નું પાલન દઢતાપૂર્વક સમ્યક રીતે કરે છે; સાથે જ ઉત્તરવ્રતો (૩ ગુણવ્રતો અને ૪ શિક્ષાવ્રતો)ની પણ સાધના કરે છે.
(૩) સામાયિક પ્રતિમા –આ પ્રતિમાનો આરાધક શ્રમણોપાસક પોતાના સંપૂર્ણ બળવીર્ય-પરાક્રમ અને ઉત્સાહ તેમ જ ઉલ્લાસ સાથે પ્રતિદિન એછામાં ઓછું રે ઘડી (૪૮ મિનિટ ) સુધી ગૃહસ્થજીવનના વ્યવહાર સંબંધી કાર્યોને છોડીને સમતા ભાવની આરાધના –સમત્વ-સાધના –સામાયિક કરે છે.
સામાયિકમાં તે (૧) સમતા ભાવ, (૨) ચતુર્વિશનિ સ્તવ, (૩) ગુરુ વંદન (૪) પ્રત્યાખ્યાન, (૫) કાયોત્સર્ગ અને (૬) પ્રતિક્રમણ- - સામાયિકના આ છ અંગેની સાધના કરે છે. આ રીતે તે રાગદ્વેષ પર વિજય પ્રાપ્ત કરે છે, ભોગેચ્છાઓને સીમિત કરે છે અને શરીરનું મમત્વ છોડવાની સાધના કરે છે.
(૪) પૌષધ પ્રતિમા–આ પ્રતિમાની સાધના એક દિવસ-રાત (૨૪ કલાક)ની હોય છે. આમાં સાધક સમસ્ત સાંસારિક કાર્યોને છોડીને, શરીરસંસ્કારનો ત્યાગ કરીને, ધર્મસ્થાનક અથવા પૌષધશાળામાં જઈને ધર્મ-જાગરણ કરે છે. આ ૨૪ કલાકનો સમય તે ગુરુના સાનિધ્યમાં અથવા ગુરુ ન હોય તો પોતાની મેળે અથવા
'
૩૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org