________________
ધર્મકથાનુયોગ-મહાવીર-તીર્થમાં જમાલિક નિહ્નવ કથાના
સૂત્ર ૭.
કરીને કેગળો કરીને ચોખા અને પરમ પવિત્ર થઈને, અંજલિ વડે બે હાથ જોડીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યો, ત્યાં આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને વિવિધ પર્ય પાસનાથી ઉપાસના કરવા લાગ્યો. મહાવીરની ધમકથા ૬. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે જમાલિ
ક્ષત્રિયકુમારને અને તે અત્યંત મોટી ઋષિ પર્ષદાને (મુનિપર્ષદા, યતિપર્ષદા, દેવપર્ષદાને, અનેક સેંકડોના સમૂહને, સેંકડોજનોના વંદને, અનેક સેંકડો પરિવારના સમૂહને,
ઘબલી, મહાબલી, અપરિમિતબલ-વીર્યતેજ-માહાતમ્ય અને કાંતિથી યુક્ત એવા તેમણે, શરદ ઋતુના નુતન મેઘના ગર્જન જેવા મધુર ગંભીર સ્વરે, ક્રેચ પક્ષીના નિર્દોષ અને દુંદુભિના ઘોષ જેવા સ્વરે, હૃદયમાં વિસ્તરતી, કંઠમાં અવસ્થિત અને મૂર્ધામાં પરિવ્યાપ્ત થની, સુવિભક્ત અક્ષરોવાળી, અસ્પષ્ટ ઉચારણ-રહિત, સુવ્યક્ત અક્ષરોની ક્રમસર અભિવ્યક્તિ કરવી, પૂર્ણ અને રક્તિસભર, સર્વ ભાષામાં (સાંભળનાર દરેકને પોતાની ભાષામાં) પરિણત થતી, એક યોજન સુધી સંભળાની અર્ધમાગધી વાણીમાં ધર્મોપદેશ આપ્યોથાવત્-પર્ષદા પાછી ફરી.
જમાલીકમારા પ્રવ્રજ્યા સંકલ્પ ૭. ત્યારબાદ તે જમાલિ ક્ષત્રિયકુમારે શ્રમણ
ભગવાન મહાવીરની પાસેથી ધર્મને સાંભળી, હૃદયમાં અવધારીન, હર્ષિત અને સંતુષ્ટ આનંદિત (પ્રસન્ન, પીનિમના, પરમ સૌમનસ ભાવયુક્ત અને હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળા) થઇને, પોતાના આસન પરથી ઊઠીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યુંહે ભગવાન ! હું નિગ્રંથ-પ્રવચનમાં
શ્રદ્ધા કરું છું (હે ભગવન ! હું નિર્ચથપ્રવચન ઉપર વિશ્વાસ કરું છું, હે ભગવન્! હું નિગ્રંથ-પ્રવચન ઉપર રુચિ કરું છું. હે ભગવદ્ ! હું નિગ્રંથ-પ્રવચનમાં ઉદ્યત થવા ઇચ્છું છું, હે ભગવન્! નિગ્રંથ-પ્રવચન જે તમે ઉપદેશો છો તે જ પ્રમાણે છે. હે ભગવનું ! નિર્ચન્જ પ્રવચન તથ્ય રૂપ છે, હે ભગવનું ! નિગ્રંથ પ્રવચન સત્ય છે, તે ભદન્ત ! તે નિશ્ચિત છે, હે ભગવન્! હું તેની ઈચ્છા કરું છું, હે ભદન્ત ! એ મને પ્રતિ ઈચ્છિત છે, હે ભદન્ત ! એ મને ઈચ્છિત-પ્રતિ-ઈચ્છિત છે), જે પ્રમાણે તમે કથન કરે છે તે જ પ્રમાણે તે છે.” અહીં
એટલું વિશેષ છે કે “હે દેવાનુપ્રિય ! માતાપિતાની રજા માગીને હું આપ દેવાનુપ્રિય પાસે મુંડિત થઈ ગૃહવાસનો ત્યાગ કરી અનગારિકપણાને સ્વીકારવા ઈચ્છું છું.”
ભગવાને ઉત્તર આપ્યો-“હે દેવાનુપ્રિય ! જેમ તને સુખ થાય તેમ કર, પરંતુ વિલંબ ન કર.”
જ્યારે શ્રમણ ભગવંત મહાવીરે જમાલિને એ પ્રમાણે કહ્યું ત્યારે તે પ્રસન્ન અને સંતુષ્ટ થયો, તેણે શ્રમણ ભગવાન્ મહાવીરની ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરી ચાર ઘંટાવાળા અશ્વરથ ઉપર ચડયો, ચડીને શ્રમણ ભગવાન મહાવીરની પાસેથી અને બહુશાલક રીત્યમાંથી બહાર નીકળ્યો, નીકળીને માથે ધરાતી કરંટપુષ્પની માળાવાળા છત્રસહિત, મોટા સુભટોના સમૂહથી વીંટાયેલો તે જમાલિ જ્યાં ક્ષત્રિયકુંડગ્રામ નામે નગર હતું ત્યાં આવ્યો, આવીને ક્ષત્રિયકુંડ ગ્રામ નામે નગરની વચ્ચોવચ્ચે થઈને જે
સ્થળે પોતાનું ઘર હતું અને જ્યાં બહારની ઉપસ્થાનશાળા હતી ત્યાં આવ્યો, ત્યાં આવીને ઘોડાઓને રેકીને રથને ઊભો રાખ્યો. ઊભો રાખીને નીચે ઊતર્યો, ઊતરીને જ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org