________________
૧. સાત પ્રવચન-
નિનાં નામ ધર્માચાર્યનગર-નિર્દેશ ૧. શ્રમણ ભગવાન મહાવીરના તીર્થમાં સાન
પ્રવચન-નિહા થઈ ગયા, તે આ પ્રમાણે– ૧. બહુરતો ૨. જીવપ્રદેશિક ૩. અવ્યક્તિને ૪. સામુછેદિકે ૫. દ્રિક્રિયાવાદી ૬. 2ૌરાશિકે અને ૭. અબદ્ધિકે.
આ સાત પ્રવચન-નિહાવાના સાત ધર્માચાર્યો થઈ ગયા, તે જેવા કે—
૧. જમાલી ૨. તિષ્યગુપ્ત ૩. આષાઢ ૪. અશ્વમિત્ર. ૫. ગંગ. ૬. ધડુલુક અને ૭. ગોઠામાહિલ.
આ સાત પ્રવચન-નિહ્મની ઉત્પત્તિ નીચેના સાત નગરમાં થઈ હતી
૧. શ્રાવસ્તી ૨. શ્રેષભપુર ૩. શ્વેતામ્બી ૪. મિથિલા ૫. દલુકાનીર ૬. અંતરંજિકા અને ૭. દશપુર.
૨. જમાલિ નિદ્ભવ કથાનક ક્ષત્રિય કુંડમાં જમાલિકુમાર– ૨. તે બ્રાહ્મણકુંડગ્રામ નગરની પશ્ચિમ દિશામાં
ક્ષત્રિયકુંડગ્રામ નામે નગર હતું – વર્ણન. તે ક્ષત્રિયકુંડગ્રામ નામે નગરમાં જમાલિ નામને ક્ષત્રિયકુમાર રહેતો હતો, જે આઢય-ધનિક, તેજસ્વી યાવતુ-અપરિભૂત-જેનો કોઈથી પરાભવ ન થઈ શકે તેવો (સમર્થ) હતો. જેમાં મૃદંગ વાગતા હતા એવા, પોતાના ઉત્તમ પ્રાસાદ ઉપર અનેક શ્રેષ્ઠ સુંદર યુવતીએ વડે ભજવાતા બત્રીસ પ્રકારના નાટ્ય અભિનયને નીરખતો, વારંવાર સ્તુતિ કરાતો,
લાસ કરતો, પ્રાવૃષ, વર્ષા, શરદ, હેમંત, વસંત અને ગ્રીષ્મ એ છએ ઋતુઓમાં પોતાના વૈભવ પ્રમાણે સુખનો અનુભવ કરતો, સમય ગાળતો, મનુષ્ય સંબંધી પાંચ પ્રકારના ઈષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગન્ધરૂપ કામગોને અનુભવને તે સમય પસાર કરતો હતો.
બ્રાહ્મણ પ્રામમાં મહાવીરના વિહાર– ૩. ત્યારબાદ ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વરે, ચતુર્મુખ, રાજમાર્ગો અને સામાન્ય માર્ગોમાં (લકો પરસ્પર ચર્ચા કરવા લાગ્યા, લોકોનાં ટોળાં એકઠાં થવા લાગ્યાં, લોકેનો બોલવાનો ઘોંઘાટ સંભળાવા લાગ્યો, માણસોનો કોલાહલ થવા લાગ્યો, ભીડને કારણે લોકો પરસ્પર ભટકાવા લાગ્યા, એક પછી એક લોકોનાં ટોળાં આવતાં દેખાવા લાગ્યાં, અહીં તહીંથી લોકો આવી એક સ્થાને ભેગા થવા લાગ્યા) ઘણા માણસે પરસ્પર એક બીજાને કહેવા લાગ્યા, બોલવા લાગ્યા, પ્રરૂપણા કરવા લાગ્યા-“હે દેવાનુપ્રિયો ! ધર્મ તીર્થની આદિ કરનારા-ચાવતુસર્વજ્ઞ, સર્વદશી શ્રમણ ભગવાન મહાવીર આ બ્રાહ્મણકુંડગ્રામ નામે નગરની બહાર બહુશાલ નામના રૌત્યમાં યથાયોગ્ય અવગ્રહને ગ્રહણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિહરી રહ્યા છે.
તેટલા માટે “હે દેવાનુપ્રિય ! તેવા પ્રકારના અહંતુ ભગવંતના નામગોત્રના શ્રવણમાત્રથી પણ મોટું ફળ થાય છે' ઇત્યાદિ ઔપપાતિક સૂત્રને અનુસાર વર્ણન ભાવતુ-તે જનસમૂહ એક દિશા તરફ જવા લાગ્યો, અને ક્ષત્રિયકુંડગ્રામ નામે નગરના મધ્યભાગમાંથી બહાર નીકળ્યો, નીકળીને જ્યાં બ્રાહ્મણકુંડગ્રામ નામ નગર હતું, અને જ્યાં બહુશાલક રચૈત્ય હતું ત્યાં આવ્યા, એ પ્રમાણે બધું વર્ણન પપાતિક સૂત્ર અનુસાર કહેવું–થાવતુ—ત્રણ પ્રકારની પર્યપાસના કરવા લાગ્યો. ૪. ત્યારબાદ તે ઘણા મનુષ્યના શબ્દને–ચાવતુ જનસમૂહના કોલાહલને સાંભળીને અને અવધારીને ક્ષત્રિયકુમાર જમાલિના મનમાં આવા પ્રકારનો આવો આધ્યાત્મિક- યાવતુસંક૯૫ ઉત્પન્ન થયા “શું આજે ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં ઇન્દ્રનો ઉત્સવ છે? અધનો ઉત્સવ છે? વાસુદેવનો ઉત્સવ છે? નાગનો ઉત્સવ છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org