________________
૨૦૨
ધર્મકથાનુગ–મહાવીર-તીર્થમાં અંબડ પરિવ્રાજક સ્થાનક : સુત્ર ૩૩૩
આવા પ્રકારનાં કુળોમાં તે અંબડ દેવ (મનુષ્ય રૂપે) જન્મ લેશે.
ચૈત્યને વંદન-નમસ્કાર આદિ કરવા, તેમની પર્યપાસના કરવી કહ્યું છે.
અંબાના દેવભવ૩૩૨. પ્રશ્ન–હે ભગવન્! અંબડ પરિવ્રાજક કાળ
સમયે કાળ કરીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ?
ઉત્તર–ગૌતમ ! અંબડ પરિવ્રાજક અનેક પ્રકારના સામાન્ય અને વિશેષ શીલવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ આદિ વડે આત્માને ભાવિત કરતો અનેક વર્ષ સુધી શ્રમણોપાસક વ્રતનું પાલન કરશે. પછી માસિક સંલેખના દ્વારા આત્માની શુદ્ધિ કરીને, સાઠ ભક્ત અર્થાત્ એક માસનું અનશન કરીને, આલોચના-પ્રતિક્રમણપૂર્વક સમાધિ પ્રાપ્ત કરીને મરણકાળે મરણ પામીને બ્રહ્મલોકકલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાં કોઈ કઈ દેવની સ્થિતિ દસ સાગરોપમની બતાવવામાં આવે છે. ત્યાં અંબડ દેવની આયુસ્થિતિ પણ દસ સાગરોપમ પ્રમાણ થશે. અંબના દઢપ્રતિભવ-નિરૂપણમાં પ્રતિજ્ઞને
જન્મ૩૩૩. પ્રશ્નહે ભદંત! તે અંબડ દેવ પોતાનું
આયુ, ભવ કે સ્થિતિ ક્ષીણ થતાં ત્યાર બાદ તે દેવલોકમાંથી અવિત થઈને કયાં જશે? કયાં ઉત્પન્ન થશે? અંબાના દઢપ્રતિજ્ઞ ભવ–
હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં એવા કુળો છે જે ધનાઢય, દીપ્ત, સંપન્ન છે, ભવન, શયન, કાન, વાહન આદિ વિપુલ સાધનસામગ્રી તથા સોનું, ચાંદી આદિ ધનના સ્વામી છે, આયોગ-પ્રયોગ સંપ્રવૃત્ત-વ્યવસાયમાં સંલગ્ન છે, જેમને ત્યાં ભોજન થઈ રહ્યા પછી પણ ખાવા-પીવાના ઘણા પદાર્થો વધી પડે છે અને અનેક નોકરે, નોકરાણીઓ, ગાય, ભેંસ, બળદ, બકરાં, ઘેટાં વગેરે જેમની માલિકીમાં છે, જે કોઈનાથીય ગાંજ્યાં જાય તેવાં નથી–
જ્યારે તે અંબડ બાળક રૂપે ગર્ભમાં આવશે ત્યારે તેના માતા-પિતાની ધર્મમાં દઢ પ્રતિક્ષાદઢ આસ્થા પેદા થશે.
ત્યાર પછી પૂરા નવ માસ અને સાડા સાત દિવસ વ્યતીત થશે ત્યારે તે બાળકનો જન્મ થશે. તેના હાથ પગ સુકેમળ થશે થાવત્ ચન્દ્ર સમાન સૌમ્ય, કાતિમાન, સુદર્શન અને સુંદર થશે.
ત્યાર બાદ તે બાળકનાં માતા-પિતા પ્રથમ દિવસે સ્થિતિપતિના-જન્મોત્સવ કરશે, બીજા દિવસે સૂર્ય-ચન્દ્ર દર્શન કરાવશે, છ દિવસે રાત્રિજાગરણ કરશે, અગિયાર દિવસ પૂરા થતાં જાતકર્મ–જન્મ સંબંધી સૂતક વિધિ કરશે અને બારમા દિવસે આવું–આ પ્રકારનું ગુણનિષ્પન્ન સાર્થક નામકરણ કરશે-જ્યારથી આ બાળક માતાના પેટમાં ગર્ભરૂપે આવ્યો છે ત્યારથી અમારી ધર્મમાં દઢ પ્રતિજ્ઞાશ્રદ્ધા થઈ છે, આથી અમારા આ બાળકનું ‘દઢપ્રનિશ’ એવું નામ હો.” આમ તે બાળકનાં માતા-પિતા તે બાળકનું દૃઢપ્રતિશ નામ પાડશે.
[ ગ્રંથાન્તરે આવો પાઠ છે–ત્યાર પછી તે દઢપ્રતિશ બાળકનાં માતા-પિતા અનુક્રમે સ્થિતિપતિતા, ચન્દ્રસૂર્યદન, જાગરણ, નામકરણ, પરંગમન, પ્રચંક્રમણ-ઇન્દ્રિયોની અનુભવશક્તિમાં વૃદ્ધિ, ભોજનનું પ્રતિવર્યાપન, પ્રજલ્પન–બોલવાનું શરૂ કરવું, કાર્ણવેધન, સંવત્સર પ્રતિલેખન–પ્રથમ વર્ષગાંઠની ઉજવણી, ચૂલોપનયન, ઉપનયન વગેરે તથા બીજા પણ ગર્ભાધાન અને જન્મને લગતાં કૌતુક-ઉત્સવ ધામધૂમપૂર્વક ઊજવશે.]
ત્યાર પછી તે દૃઢપ્રતિષ બાળક પાંચ ધાત્રિઓ-ધાવ માતાઓ ને સોંપાશે-ક્ષીરધાત્રી, મજજનધાત્રી, મંડનધાત્રી, અંકધાત્રી, અને ક્રડા ધાત્રી. અને વળી બીજી પણ અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org