________________
૧૧૦
ધર્મકથાનાગ–મહાવીર-તીર્થ માં કામદેવ કથાનક : સૂત્ર ૧૨૨
અરે આ શ્રમણોપાસક કામદેવ ! જો તું આ વખતે શીલ, વ્રત, વિરમણો, પ્રત્યાખ્યાનો અને પૌષધોપવાસ નહીં છોડે, નહીં તોડે ને આ જ ક્ષણે આ નીલકમલ, ભેંસના શીંગડા અને આળસીના ફૂલ જેવી ની લી અને તીક્ષ્ણ ધારવાળી તલવારથી તારા શરીરના ટુકડે-ટુકડા કરી નાખીશ, જેથી હે દેવાનુપ્રિય ! તું આર્તધ્યાનથી વશ થઈને અકાળે જીવન રહિત બની જઈશ, મરી જઈશ.”
ત્યારે તે પિશાચરૂપધારી દેવનું આ કથન સાંભળીને પણ તું નિર્ભય યાવતુ ધર્મધ્યાનમાં મગ્ન રહ્યો. તદનન્તર તે પિશાચરૂપ ધારી દેવે તને નિર્ભય થાવત્ ધર્મધ્યાનમાં સ્થિર જોયો, તો બીજી વાર, ત્રીજી વાર પણ તને આ પ્રમાણે કહ્યું- “ અરે ઓ કામદેવ શ્રમણોપાસક, યાવતું જો હવે પણ તું શીલ, વ્રત, વિરમણો, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસો નહીં છોડે નહીં તોડે તે હું આ જ સમયે આ નીલકમલ ભેંસના શીંગડા અને અળસીના ફૂલ જેલી નીલી અને તીક્ષણ ધારવાળી તલવારથી તારા શરીરના ટુકડેટુકડા કરી નાખીશ જેથી હે દેવાનુપ્રિય! તું આત ધ્યાનથી વશ થઈને અકાળે જ જીવન રહિત થઈ જઈશ.’
ત્યારે પણ તું ને પિશાચરૂપધારી દેવે બીજી વાર, ત્રીજી વાર કહેવાયેલી આ વાત સાંભળીને નિર્ભય કાવત્ ધર્મધ્યાનમાં સ્થિર રહ્યો.
તદનનાર તે પિશાચરૂપધારી દેવે તને નિર્ભય યાવતુ ધર્થ ધ્યાનમાં સ્થિર જોયે, જોઈને અત્યંત ક્રોધિત, રુષ, કુપિત, વિકરાળ બનીને દાંત કચકચાવતા કપાળ પર ત્રણ વળ પડી જાય એમ ભંમરે ચઢાવીને નીલકમલ, ભેંસના શીંગડા અને અળસીના ફૂલ જેવી નીલી અને તીક્ષણ ધારવાળી તલવારથી તારા ટુકડે-ટુકડા કરી નાખ્યા.
ત્યારે પણ મેં એ તીવ્ર યાવત્ વેદનાને સમભાવપૂર્વક સહન કરી, ક્ષમા અને તિતિક્ષાપૂર્વક ઝીલી.
ત્યાર પછી પણ તે પિશાચરૂપધારી દેવે મને
નિર્ભય યાવતુ પૌષધોપવાસોમાં સ્થિર જોયો, ત્યારે પણ તને નિન્ય પ્રવચનમાંથી ચલિત, સુમિન અને વિપરિણમિત કરવામાં સમર્થ ન થયો, તો શ્રાંત, કલા અને ખિન્ન થઈને ધીમે-ધીમે પાછો ગયો પૌષધશાળાની બહાર જઈને દેવમાયાજન્ય પિશાચરૂપનો ત્યાગ કર્યો, ત્યાગ કરીને એક વિશાળકાય દેવમાયા જન્ય હાથીના રૂપની રચના કરી અને રચના કરીને જ્યાં પષધશાળા હતી, તેમાં જ્યાં તું બેઠો હતો, ત્યાં આવ્યો, આવીને તને આ પ્રમાણે કહ્યું
અરે ઓ કામદેવ શ્રમણોપાસક ! જો તું આજે શીલ, વ્રત, વિરમણો, પ્રત્યાખ્યાનો અને પૌષધવાસો નહીં છોડે નહીં તોડે તો હું આ જ ક્ષણે તને સૂંઢથી પકડીશ, પકડીને પૌષધશાળાની બહાર લઈ જઈશ, બહાર લઈ જઈને ઉપર આકાશમાં ઉછાળીશ, ઉછાળીને પછી મારા તીક્ષણ અને મૂસલ જેવા દાંત પર ઝીલી લઈશ, ઝીલીને નીચે જમીન પર પટકીને ત્રણ વાર પગથી રગદોળી નાખીશ, જેથી હે દેવાનુપ્રિય! તું આતં ધ્યાન અને વિકટ દુ:ખ ભોગવતો અકાળે જીવન રહિત બની જઈશ-મરી જઈશ.'
તદનનાર તે હાથી રૂપધારી દેવ દ્વારા આ પ્રમાણે કહેવાયા છતાં પણ નું નિર્ભય યાવતુ ઉપાસનારત રહો.
ત્યારે તે હસ્તીરૂપધારી દેવે તને નિર્ભયતાપૂર્વક યાવત્ ધર્મધ્યાનમાં રત જો, જોઈને બીજી, ત્રીજી વાર ૫ ' તને આ પ્રમાણે કહ્યું.
અરે એ શ્રમણોપાસક કામદેવ ! યાવનું જો તું આ જ ક્ષણે શીલ, વ્રત, વિરમણે પ્રત્યાખ્યાને અને પૌષધોપવાસો નહીં છોડે. નહીં તોડે તો હું હમણાં જ તને સૂંઢથી ઊચકો લઈશ, ઊચકીને પૌષધશાળાની બહાર લઈ જઈશ. બહાર લઈ જઈને ઊંચે આકાશમાં ઉછાળીશ, ઉછાળીને તીક્ષણ અને મૂસલ જેવા દાંત પર ઝીલી લઈશ, ઝાલીને જમીન પર ત્રણ વાર પગથી રગદોળી નાખીશ, જેથી હે દેવાનુપ્રિય! તું આર્તધ્યાનથી વશ થઇને વિકટ દુ:ખ ભોગવતો અકાળે મરીને જીવન રહિત થઈ જઈશ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org