________________
૧૭૦
ધર્મ કથાનગ–મહાવીર-તીર્થમાં ઋષભદ્રપુત્રાદિ શ્રમણોપાસક કથાનક સૂત્ર ૨૮૩
વિષયમાં તો કહેવું જ શું પડે? એટલા માટે હે દેવાનુપ્રિયા ! આપણે બધા જઈએ અને શ્રમણ ભગવાન મહાવીરને વંદન, નમસ્કાર કરીએ, તેમનો સત્કાર-સન્માન કરીએ અને કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ અને ચૈત્યરૂપ એવા તેમની પર્ય પાસના કરીએ-સેવા કરીએ.'
“આ બધું-વંદન-નમસ્કાર કરવાં તે પરભવ અને આ ભવમાં પણ હિતને માટે છે, સુખને માટે છે, ક્ષાન્તિ–શાન્તિને માટે છે અને જન્મજન્માન્તરમાં નિશ્રેયસ-પરમ કલ્યાણ પ્રાપ્તિ માટે કારણરૂપ થશે '-આ પ્રમાણે વિચાર કરી આપસમાં એક બીજાએ આ વાતનો સ્વીકાર કરી, પોતપોતાના ઘરની તરફ ચાલવા લાગ્યા. ઘરે આવી સ્નાન કરી, બલિકર્મ કરી અને મંગલરૂપ કૌતુક કરી, પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ સભાપ્રવેશોચિત, મંગલરૂપ ઉત્તમ વસ્ત્રો પહેર્યા અને અ૫ છતાં મહામૂલ્યવાન આભૂષણોથી શરીરને અલંકત કરી પોતપોતાને ઘરેથી નીકળ્યા, નીકળીને એક સ્થાન પર એકઠા થયા, એકઠા મળીને ચાલતા જ આલબિકા નગરીની વચ્ચોવચથી પસાર થઈ જયાં શંખવન રોયમાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજી રહ્યા હતા ત્યાં આવ્યા અને શ્રમણ ભગવંત મહાવીરની ચાવતુ-ત્રણ વાર પ્રદક્ષિણા કરી યાવત્ હૂંગિયા નગરીના શ્રાવકના ઉદેશ અનુસાર – યાવત્ - પર્યપાસના – સેવા કરવા લાગ્યા. ત્યાર પછી શ્રમણ ભગવંત મહાવીરે તે શ્રમણોપાસકેને તથા અત્યન્ત મોટી તે પર્ષદાને ધર્મકથા કહી–ચાવતુ-તે આશાના આરાધક થયા.
મહાવીર દ્વારા સમાધાન ૨૮૩. ત્યાર પછી તે શ્રમણોપાસક શ્રમણ ભગવંત
મહાવીર પાસેથી ધર્મને સાંભળી, અવધારી, હર્ષિત અને સંતુષ્ટ થયા, અને પોત-પોતાના સ્થાનેથી ઊભા થઈ શ્રમણ ભગવંત મહાવીરને વંદન, નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું
હે ભદન ! ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસક અમને આ પ્રમાણે કહે છે-ચાવતુ-પ્રરૂપે છે કે,
“હે આર્ય ! દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની કહી છે, અને તે પછી એક સમય અધિક-યાવતુ-ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની કહી છે, અને ત્યાર બાદ દેવો અને દેવલોક વ્યછિન્ન થાય છે.'
તે હે ભગવન્! તે એ પ્રમાણે કેવી રીતે હોય?'
હે આર્યો !' એ પ્રમાણે સંબોધિત કરી શ્રમણ ભગવંત મહાવીરે તે શ્રમણોપાસકેને આ પ્રમાણે કહ્યું
હે આર્યો! ત્રષિભદ્રપુત્ર શ્રમણોપાસક જે તમને આ પ્રમાણે કહે છે–પાવતુ-પ્રરૂપે છે કે - દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે, અને તે પછી એક સમય અધિક થાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની કહી છે અને પછી દેવો અને દેવલોક બુચ્છિન્ન થાય છે. એ વાત સાચી છે-યથાર્થ છે.
આ! હું પણ એ જ પ્રમાણે કહું છું–ચાવતુ-પ્રરૂપું છું, કે આર્યો ! દેવલોકમાં દેવોની જધન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે અને ત્યાર બાદ એક સમય અધિક, બે સમય અધિક, ત્રણ સમય અધિક, વાવતુ–સંખ્યાત સમયાધિક, અાંખ્યાત સમયાધિક કરતાં કરતાં, વધતાં વધતાં ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહી છે-હોય છે. ત્યાર બાદ દેવ અને દેવલોક યુછિન્ન થઈ જાય છે-આ કથન સત્ય છે.”
ત્યારબાદ તે શ્રમણોપાસકે શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી એ વાત સાંભળી અને
અવધારી શ્રમણ ભગવંત મહાવીરને વંદી, નમી, જ્યાં ત્રાષિભદ્રપુત્ર શ્રમણોપાસક હતા ત્યાં આવ્યા. આવીને ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકને વંદન, નમસ્કાર કરીને તે અર્થને માટે (સત્ય વાતને ન માનવારૂપ અપરાધને માટે) સમ્યકૂ પ્રકારથી સારી રીતે વિનયપૂર્વક વારંવાર ક્ષમા માંગી. ત્યાર બાદ તે શ્રમણોપાસકેએ તેમને પ્રશ્નો પૂછયા, અને પૂછી અર્થને ગ્રહણ કર્યો, ગ્રહણ કરી શ્રમણ ભગવંત મહાવીરને વાંદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org