________________
ધર્મકથાનુગ–મહાવીર–તીર્થ માં કણિકનું.....અને ધર્મ શ્રવણું કથાનક : સૂત્ર ૩૨૩
૧૯૭
ખગ, ૨. છત્ર, ૩. મુકુટ, ૪. વાહન અને પ. ચામર-આ પાંચ રાજચિહ્નોને દૂર કર્યા અને પછી જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બિરાજ્યા હતા ત્યાં આવ્યો, આવીને આ પાંચ અભિગમપૂર્વક સંમુખ ગયા૧. પુપમાળા આદિ સચિત્ત દ્રવ્યોનો ત્યાગ. ૨. વસ્ત્ર આદિ અચિત્તદ્રવ્યોનું અવ્યુત્સર્જન
-અલગ ન કરવું. ૩. અખંડ વસ્ત્રોનો ઉત્તરાસંગ કરવો. ૪. ભગવાન પર દૃષ્ટિ પડતાં જ હાથ જોડવા
અંજલિ રચવી. પ. મનને એકાગ્ર કરવું. પછી શ્રમણ ભગવાન મહાવીરની ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને કાયિક, વાચિક અને માનસિક એમ ત્રિવિધ પર્યુંપાસનાપૂર્વક પર્યાપાસના કરવા લાગ્યા. ત્રિવિધ પર્યું પાસનામાં કાયિક પર્યું પાસનારૂપે તે હાથ-પગ સંકેચીને શ્રવણની ઇચ્છાપૂર્વક નમન કરતાં કરતાં ભગવાન સમક્ષ વિનયપૂર્વક અંજલિ રચી સ્થિર થયો. વાચિક ઉપાસનામાં તે ભગવાન જે જે ઉપદેશવચન બોલતા તે પ્રતિ “એ એ પ્રમાણે જ છે. હે ભદન્ત ! એ તથ્ય રૂપ છે. હે ભગવન્ ! એ સત્ય રૂપ છે. હે ભગવન્! એ યથાર્ય જ છે. હે પ્રભો !
એ જ સંદેહરહિત છે. હે ભગવન્! એ જ ઇચ્છવા યોગ્ય છે. ભને ! એ જ પ્રતીચ્છિત છે–પુન: પુન: ઇરછવા યોગ્ય છે. તે ભજો ! એ જ ઇચ્છિન-પ્રતિષ્ઠિત છે. હે ભને ! તે પ્રમાણે જ છે જે પ્રમાણે આપ કહો છો.'
આવાં અનુકૂળ વચનો તે બોલવા લાગ્યો. માનસિક પમ્પાસના રૂપે તે પોતાના મનમાં પરમ સંવેગભાવ ઉત્પન્ન કરતો તીવ્ર ધર્માનુરાગથી અનુપ્રાણિત થઈ પર્ય પાસના કરવા લાગ્યો. સુભદ્રા આદિ કણિકની રાણીઓનું સમવસરણમાં
આગમન અને પર્યું પાસના – ૩૨૩. ત્યાર પછી સુભદ્રા આદિ રાણીઓએ અંત:
પુરમાં સ્નાન કર્યું–ચાવતુ-પ્રાયશ્ચિત આદિ વિધિ કરી, સર્વ અલંકારથી વિભૂષિત થઈ [અન્ય પાઠ આવો મળે છે-વર્ધમાનક-વધાઈ ગાનારા અને પૂષમાણવ-મંગળપાઠક દ્વારા રતૌભાગ્યયુક્ત સ્વસ્તિવચનો દ્વારા પ્રશંસા કરાતી હતી અને જ્યવિજય આદિ સેંકડો મંગળ શબ્દો દ્વારા પ્રશસ્તિ-સ્તુતિ કરાતી હતી, કુશળ શૃંગાર કરવાની કળામાં નિપુણ દ્વારા રચિત કેશરચના વડે ઉત્તમ સુગંધ ફેલાતી હતી એવી રીતે ] અનેક દેશ-વિદેશી અને વિભિન્ન પ્રકારના શરીરસંસ્થાન (શરીરાકૃતિ) વાળી કુજા, ચિલાની, વામની, વડભી, બર્બરિકા, બકુશી, યુનાની, પલવી, ઇરાની, ચારુકિની, લાશિકા, લકુશીકા, સિંહલી, દ્રાવિડી, આરબી, પુલિંદી, પકણી, બહલી, મરુંડી, શબરી, પારસી વગેરે અનેકદેશીય, પોતપોતાની વેશભૂષામાં સજજ તથા સંકેતો અને મનોભાવોને સમજવામાં કુશળ એવી દાસીઓના સમૂહથી ઘેરાઈને, વર્ષધરે (હિજડાઓ), કંચુકિયો અને મહત્તરોના વૃન્દથી વીંટળાયેલી તેઓ નીકળી.
નીકળીને દરેક રાણી પોતાને માટે તૈયાર કરાયેલા રથ પાસે આવી, આવીને તે પર સવાર થઈ, સવાર થઈને પોતાની પરિચારિકાએ સાથે ચંપાનગરીની વચ્ચોવચ્ચે થઈને નીકળી, નીકળીને જ્યાં પૂર્ણભદ્ર ચંત્ય હતું ત્યાં આવી, ત્યાં આવીને શ્રમણ ભગવાન મહાવીરથી ન અતિ દૂર કે ન અતિ નિકટ રહીને છત્ર વગેરે તીર્થકરના અતિશયો નીરખાં, નીરખીને પ્રત્યેક પોતપોતાનો રથ ઊભો રાખ્યો, રથ ઊભો રાખીને અનેક કુજા યાવતુ દાસીઓથી ઘેરાઈને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા ત્યાં આવી, આવીને પાંચ પ્રકારના અભિગમપૂર્વક શ્રમણ ભગવાન મહાવીરની સામે ગઈ. તે પાંચ અભિગમ આ રીતના હતા૧. સચિત્ત દ્રવ્યોને વ્યુત્સર્ગ અર્થાત્ ત્યાગ, ૨. અચિત્ત દ્રવ્યોને ત્યાગ ન કરવો. ૩. વિનયપૂર્વક શરીર નમાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org